Webdunia - Bharat's app for daily news and videos

Install App

Christmas 2023: શા માટે ઉજવાય છે નાતાલ (Christmas)

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2023 (09:24 IST)
નાતાલ((Christmas)  એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્‍મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્‍તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્‍ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.   હવે આપણે નાતાલ પર્વ વિશે ઉલ્લેખ કરીએ ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. 
 
લાલ કપડાં, સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’  શુ નાતાલની ઊજવણીમાં સાન્તા ક્લોઝ જેવી એક જ ખોટી માન્યતા છે ? એ જાણવા, આજે આપણે પહેલાના જમાનાના ખ્રિસ્તીઓ વિશે જાણીએ. 
 
‘ખ્રિસ્તીઓની શરૂઆતનાં 200  વર્ષ દરમિયાન સંત-મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા. એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહોતા. ખરુ જોવા જઈએ તો ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.
 
પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં, કૅથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી. એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર 17થી જાન્યુઆરી 1  સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીને તેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા.’  રોમન લોકો ડિસેમ્બર 25ના રોજ ‘અજેય સૂર્ય’નો જન્મદિવસ ઊજવતા હતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ( Jesus Birthday)  ઊજવવા મનાવી લીધા. સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફીના લેખકે જણાવ્યું કે, રોમનો ‘શિયાળાના તહેવારો સાથે 
જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ જૂના રિવાજોને નવા તહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા.  જેવી રીતે ઝાડની ડાળીઓને સીધી કરી શકાતી નથી, એવી જ રીતે, નાતાલના રીતરિવાજો એટલાં ગૂંચવણભર્યાં છે કે એને ‘સીધાં કરી શકાતા નથી
 
નાતાલ (Christmas) નું સાચુ સુખ એમ છે કે આપણે સૌએ પ્રત્‍યેક જીવન પ્રત્‍યે આદર અને સન્‍માનની ભાવના વિકસાવવી જોઈએ. આપણા પડોશીઓ સાથે પ્રેમભાવ રાખીએ. ગરીબોની મદદ 
 
કરીએ, બિમારીની ખબર લઈએ અને અપંગ - લાચાર, વૃદ્ધોની સેવા કરીએ અને આ રીતે આપણે નાતાલને ઉજવીએ. આપણા ઘરનાં સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માંગીએ અને એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલ-કપટની ભાવનાને દૂર કરીએ. પ્રેમભર્યુ જીવન પવિત્રતા અને શાંતિથી જીવીએ. નાતાલ આપણને એ શીખવાડે છે કે બાળ ઈસુને કયાંય જગ્‍યા ન મળી. પરંતુ બાળ ઈસુ આપણા હૃદયમાં રહેવા માંગે છે તો આજથી જ આપણે આપણા હૃદયમાં ઈસુને સ્‍થાન આપીએ અને આપણા હૃદયનું દ્વાર ઈશ્વર માટે ખુલ્લુ રાખીએ. ગંદુ અને પાપમય જીવન દૂર કરીએ તો આ પવિત્ર પર્વની વધામણી હૃદયથી એકબીજાને આપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય.
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments