Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Webdunia
રવિવાર, 20 ડિસેમ્બર 2020 (17:10 IST)
નાતાલ એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્‍મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્‍તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્‍ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.   હવે આપણે નાતાલ પર્વ વિશે ઉલ્લેખ કરીએ ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’  શુ નાતાલની ઊજવણીમાં સાન્તા ક્લોઝ જેવી એક જ ખોટી માન્યતા છે ? એ જાણવા, આજે આપણે પહેલાના જમાનાના ખ્રિસ્તીઓ વિશે જાણીએ. 

‘ખ્રિસ્તીઓની શરૂઆતનાં 200  વર્ષ દરમિયાન સંત-મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા. એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહોતા. ખરુ જોવા જઈએ તો ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.
 
પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં, કૅથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી. એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર 17થી જાન્યુઆરી 1  સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીને તેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા.’  રોમન લોકો ડિસેમ્બર 25ના રોજ ‘અજેય સૂર્ય’નો જન્મદિવસ ઊજવતા હતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઊજવવા મનાવી લીધા. સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફીના લેખકે જણાવ્યું કે, રોમનો ‘શિયાળાના તહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ જૂના રિવાજોને નવા તહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા.  જેવી રીતે ઝાડની ડાળીઓને સીધી કરી શકાતી નથી, એવી જ રીતે, નાતાલના રીતરિવાજો એટલાં ગૂંચવણભર્યાં છે કે એને ‘સીધાં કરી શકાતા નથી

નાતાલનું સાચુ સુખ એમ છે કે આપણે સૌએ પ્રત્‍યેક જીવન પ્રત્‍યે આદર અને સન્‍માનની ભાવના વિકસાવવી જોઈએ. આપણા પડોશીઓ સાથે પ્રેમભાવ રાખીએ. ગરીબોની મદદ કરીએ, બિમારીની ખબર લઈએ અને અપંગ - લાચાર, વૃદ્ધોની સેવા કરીએ અને આ રીતે આપણે નાતાલને ઉજવીએ. આપણા ઘરનાં સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માંગીએ અને એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલ-કપટની ભાવનાને દૂર કરીએ. પ્રેમભર્યુ જીવન પવિત્રતા અને શાંતિથી જીવીએ. નાતાલ આપણને એ શીખવાડે છે કે બાળ ઈસુને કયાંય જગ્‍યા ન મળી. પરંતુ બાળ ઈસુ આપણા હૃદયમાં રહેવા માંગે છે તો આજથી જ આપણે આપણા હૃદયમાં ઈસુને સ્‍થાન આપીએ અને આપણા હૃદયનું દ્વાર ઈશ્વર માટે ખુલ્લુ રાખીએ. ગંદુ અને પાપમય જીવન દૂર કરીએ તો આ પવિત્ર પર્વની વધામણી હૃદયથી એકબીજાને આપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

વધુ જુઓ..

નવીનતમ

Shani Pradosh katha: શનિની કૃપા મેળવવા માટે પ્રદોષ કથાનો પાઠ કરો

Shani Trayodashi 2024: શનિ ત્રયોદશીના દિવસે શનિદેવને સાઢેસતીથી મુક્તિ મેળવવા માટે શું ચડાવી શકાય?

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

આગળનો લેખ
Show comments