Webdunia - Bharat's app for daily news and videos

Install App

Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ

Webdunia
શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (11:29 IST)
ક્રિસમસ 2021: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આ તહેવારની ઉજવણી કરે છે જે ખ્રિસ્તી ધર્મની ખુશીઓ લાવે છે. ક્રિસમસ એ એક તહેવાર છે જે દર 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ખ્રિસ્તી ધર્મના આ પવિત્ર તહેવારને ખાસ રીતે ઉજવે છે. તમને જણાવી દઈએ કે આ ખાસ દિવસને ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો એક અગત્યનો હિસ્સો છે. નાતાલ અને ઇસ્ટરના તહેવારો દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે.
 
નાતાલ તો નાતાલ દિન
ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે.[૬] નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.
નાતાલની ઉજવણી
 
હોંગકોંગમાં નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી . જ્યારે અન્ય દેશોમાં લઘુમતિ ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ
તહેવારની ઉજવણી કરતા થયા છે. જે દેશોમાં નાતાલના તહેવારને જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોકગણ રાજ્યો
(હોંગકોંગ અને મકાઉ સિવાય), જાપાન, સાઉદી અરેબિયા, અલ્જિરિયા, થાઇલેન્ડ, નેપાળ, ઇરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો સમાવેશથાય છે.
 
આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે પરંતુ તે ઉપરાંત પણ
સંખ્યાબંધ ભક્તિની રીતો અને પ્રખ્યાત રીતિરિવાજો આવેલા છે. ક્રિસમસની ઉજવણી પહેલા પૂર્વીય રૂઢિગત દેવળો ઈશુના જન્મની અપેક્ષા સાથે 40
દિવસનો ઇશુના જન્મના પર્વની ઉજવણી કરતાં હતા. જ્યારે પશ્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડ્વેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળની ઉજવણી કરતાહતા. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે.
 
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને
કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના
ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે.
 
 
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને
કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments