Dharma Sangrah

હસ્તાક્ષર મનુષ્યના વ્યક્તિત્વનું દર્પણ છે

Webdunia
P.R
હેન્ડરાઇટિંગના માધ્યમ દ્વારા કોઇપણ વ્યક્તિના પાયાના ચરિત્રને જાણી શકાય છે. આ ક્ષેત્રના નિષ્ણાતો ન તો ભવિષ્યવાણી કરે છે અને ન તો વિતેલા સમય વિષે કોઇ જાણકારી આપે છે. આ કળા દ્વારા પોતાની જાતને સમજવા માટે જ નહીં, અન્ય લોકોની વિચારસરણી, વ્યવહાર અને વ્યક્તિત્વની રૂપરેખા એકઠી કરવામાં પણ કરી શકાય છે. આ પ્રકારની જાણકારીઓ દ્વારા પોતાની ઉણપોને જાણવા અને તેને સુધારવાની દિશામાં પ્રયાસ કરી શકાય છે. આ સિવાય સામે આવનારી વ્યક્તિના સ્વભાવને સમજીને તેની સાથે વાતચીત કરીને સકારાત્મક પરિણામો મેળવી શકાય છે.

સકારાત્મક પરિણામો માટે તમારા હસ્તાક્ષર પણ સકારાત્મક હોવા જોઈએ. જાણો કેવા હોવા જોઈએ હસ્તાક્ષર ?

1. આજકાલ લોકો માત્ર શોર્ટ નામથી હસ્તાક્ષર કરે છે. પરંતુ હસ્તાક્ષરમાં વ્યક્તિએ હમંશા પોતાનુ આખુ નામ લખવુ જોઈએ.

2. તમે જ્યારે તમારા હસ્તાક્ષર કરો ત્યારે બધા લેટર પૂરાપૂરા દેખાવવા જોઈએ મતલબ કોઈપણ અક્ષર કપાયેલો ન હોવો જોઈએ.

3. દરેકના હસ્તાક્ષરમાં તેમનુ નામ લખેલુ હોય છે તેથી સ્ટાઈલિશ સહીના ચક્કરમાં ગોળ કે આડી અવળી સાઈન કરવાને બદલે સ્પષ્ટ દેખાય તેવી સહી કરો.

4. જો હજુ પણ તમને એવુ લાગતુ હોય કે તમારા હસ્તાક્ષર સ્પષ્ટ નથી તો જાગ્યા ત્યારથી સવાર સમજીને તમારા હસ્તાક્ષર સુધારી લો, તમને તેનો લાભ જરૂર જોવા મળશે.

હસ્તાક્ષરનું ‘મૂલ્ય’ સમજનાર અમીર છે. હસ્તાક્ષરને વેડફનાર ‘ગરીબ’ છે. શેરબજારમાં રોકાણ કરનારા સાહસિક ક્ષેત્રોમાં નસીબ અજમાવનારાં-આકસ્મિક ધનપ્રાપ્તિ માટે ઉત્સુક બનનારા અને રાજકારણથી માંડીને રમતગમત સુધીનાં તમામ ક્ષેત્રોમાં હસ્તાક્ષર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. હસ્તાક્ષર સુધારવાથી ડોક્ટર-વકીલ-ખર્ચાળ વિભાગો અને પોલીસ વિભાગ તથા રાજ્યદ્વારી તકલીફોથી થતાં ખર્ચને ઓછો જરૂર કરી શકાય.

હસ્તાક્ષરના મુખ્ય પ્રકારોમાં હકારાત્મક એટલે કે સરળ કપાયા વિનાના અને સુવાચ્ય પ્રમાણસર તથા પરિણામલક્ષી હસ્તાક્ષર અને નકારાત્મક એટલે પ્રતિકૂળતા વધારનાર કપાયેલાં, ગમેતેમ એકબીજા ઉપર ચઢી ગયેલાં. વાચ્ય અને તકલીફોમાં વધારો કરનારા, નિસ્તેજ અને અર્થહીન હસ્તાક્ષર.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments