rashifal-2026

'સ્વાઈન ફ્લૂ', એક ખતરનાક મહામારી...

વિશ્વની 30% જનસંખ્યા પર મંડરાતો ખતરો...

જનકસિંહ ઝાલા
માત્ર છ અઠવાડિયામાં જ એક મહામારી સાત સમુદ્ર પાર કરીને ભારતમાં પ્રવેશી ચૂકી છે. દિલ્લી અને પુણે જેવા શહેરોને તેણે પોતાના ભરડામાં લઈ લીધા છે.
PTI
PTI
સર્વત્ર ખૌફ છવાયેલો છે. દરેક વ્યક્તિ ડરી રહ્યો છે કે, ક્યાંક આ બિમારીનો ભોગ પોતે તો નહીં બની જાય ને ? અધુરામાં પુરું મંગળવારના દિવસે આ બિમારીએ પુણેની એક 14 વર્ષની બાળા રિદા શેખનો ભોગ લીધો. બસ ત્યાર બાદ તો કુંભ નિંદ્રામાં સુતેલું આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગી ગયું. આરોગ્ય મંત્રાલયની એક પછી એક કરીને બેઠકો યોજાવા લાગી.


' સ્વાઈન ફ્લૂ' નામની આ બિમારી એરોપ્લેન મારફત વિદેશના સિમાડા વટીને હાલ ભારતની શાળાઓ સુધી પહોંચી ગઈ છે. જ્યાં નાના-નાના બાળકો તેનો ભોગ બની રહ્યાં છે.

કહેવામાં આવે છે કે, 17 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો તેનો પ્રથમ શિકાર બને છે. રિદા શેખ નામની બાળકી પોતાના મૃત્યુ પહેલા થોડો સમય નાસાના વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી હતી અને બસ ત્યાંથી જ તેને આ બિમારીનું સંક્રમણ લાગ્યું. થોડા સમય સુધી તેણે આ વાત કોઈને પણ ન જણાવી અને અંતે તેનો ભોગ લેવાયો.

હા, આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર ગુલાબ નબી આઝાદે અહીં સ્વબચાવમાં જરૂર કહ્યું કે, 'બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જો તેને સરકારી હોસ્પિટલમાં (જ્યાં સ્વાઈન ફ્લૂની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે) દાખલ કરાઈ હોત અને તેની સમયસર સારવાર લેવામાં આવી હોત તો કદાચ આ બાળકી બચી ગઈ હોત.

' ભાઈ, હવે દિલાસો આપવાથી શું ફાયદો. જેણે પોતાનું સંતાન ગુમાવ્યું છે તેને જઈને પુછો કે, તેમના પર આજે શું વિતી રહી છે.

અહીં વિડબંના એક જ છે કે, હાલ સ્વાઈન ફ્લૂની જે પણ સારવાર મળી રહી છે તે માત્ર સરકારી હોસ્પિટલો પૂરતી જ પર્યાપ્ત છે. ખાનગી હોસ્પિટલોને સરકારે આ સુવિધા પ્રયાપ્ત કરી નથી.
PTI
PTI
વળી પાછું એવું કોઈ માળખું પણ ઘડવામાં આવ્યું નથી જે અર્તગત જો કોઈ દરદી ખાનગી હોસ્પિટલમાં આ રોગ સંબંધિત સારવાર અર્થે જાય તો હોસ્પિટલ પ્રશાસન તેને તરત જ સરકારી હોસ્પિટલ મોકલી આપે. બન્ને હોસ્પિટલો વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેલ નથી.


આપણે બધા ભારતની સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિઓ વિષે સારી પેઠે જાણીએ છીએ. ત્યાં દરદીઓને પૂરતી સારવાર મળવી મુશ્કેલ છે. અપૂરતા તબીબો, અને અપૂરતી દવાઓને કારણે ક્યારેક ક્યારેક આ દરદીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

ખૈર ભારતમાં સ્વાઈન ફ્લૂ' ના કારણે એકનો ભોગ લેવાયા બાદ હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાની ગાઈડલાઈનમાં જરૂર પરિવર્તનો કર્યા છે જે કંઈક આ મુજબ છે.

* આજે દેશની કોઈ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લેબેરેટરી સુવિધા પ્રયાપ્ત નથી જ્યાં H1N1 વાઈરસ દરદીના શરીરમાં છે કે, નહીં તે જાણી શકાય. જો કે, આપને આશ્વર્ય લાગશે પણ આપણા દેશમાં આવી 18 લેબોરેટરી સુવિધા છે. હેલ્થ વિભાગે ઉપરોક્ત લેબોરેટરીના કર્મચારીઓને પણ તાકીદ કરી છે કે, દરદીના શરીરમાંથી કાઢવામાં આવેલા સેમ્પલ 24 કલાકની અંદર સબંધિત હોસ્પિટલે અથવા દરદીના માતા-પિતાને પહોચી દેવો જેથી તેઓ તરત જ તે દરદીની સારવાર શરૂ કરી દે.

* હેલ્થવિભાગે એમ પણ જણાવ્યું છે કે, જો કોઈ દરદી ઘરે સામાન્ય તાવનો ભોગ બન્યો હોય અને બાદમાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ નિપજે તો એમ ન સમજવું કે, તે 'સ્વાઈન ફ્લૂ' થી પીડિત હતો.

* જો કોઈ દરદીની તબિયત બગડે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના ફેફસાને અસર પહોંચે અને બાદમાં તેનું મૃત્યુ નિપજે તો પણ એમ સમજવું કે, તે આ બીમારીથી પીડિત હતો. કારણ કે, તાવ ફેફસાને અસર કરતો નથી.

આરોગ્ય વિભાગે ગમે તેટલી માગર્દશિકા બહાર કેમ ન પાડે. અહીં એક વાત સત્ય છે કે, આ બિમારી દિવસે-દિવસે વધુમાં વધુ લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. બુધવારે રક્ષાબંધનના પવિત્ર પર્વે પણ સાત લોકોમાં આ બીમારીના લક્ષણો મળી આવ્યાં છે. વિશ્વાસમાં નહીં આવે પરંતુ અત્યાર સુધીમાં ભારતમાં આ બિમારીના 558 કેસો નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી 470 લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજનને તારીખ 11 જુલાઈના રોજ સ્વાઈન ફ્લૂ ( H1N1 influenza) ને મહામારી જાહેર કરી છે. આ વાઈરસ અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 800 થી વધુ લોકોને ભરખી ગયો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર વિશ્વની 30% જનસંખ્યા તેનાથી પ્રભાવિત થઈ શકે છે. એટલે કે, જો આ રોગ સામે અનદેખી કરવામાં આવશે તો તે વિશ્વની ત્રીજા ભાગની વસ્તીનો સફાયો કરી દેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments