Webdunia - Bharat's app for daily news and videos

Install App

'રાખી નો સ્વયંવર' કે પછી ધતિંગવેડા

લગ્ને લગ્ને કુંવારી રહેશે આ 'રાખી'

જનકસિંહ ઝાલા
'' ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં છે.

PR
P.R
મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મનારા અને સાત સમુંદર પાર કરીને અહીં આવનારા આ મુરતિયાઓ આ સ્ત્રી પાછળ બિલકુલ એવી રીતે ભાગી રહ્યાં છે જેવી રીતે 'ગદબ'ની પાછળ બકરી ભાગે છે. તેઓ આ સ્ત્રીને પામવા માટે ના ચ ન આવડત ા છતા ં પ ણ નાંચી રહ્યાં છે, હાથના પંજા લડાવી રહ્યાં છે અને અટપટ ા લવ-લેટરો પણ લખી રહ્યાં છે. આ શો નું નામ છે 'રાખી કા સ્વયંવર'. જેમાં નવવધૂ છે રાખી સાવંત.

રાખી સાવંત એજ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો કારણે મીડિયામા ં ચર્ચામાં આવવાનું વધુ પસંદ કરે છે. ખૈર અહીં આપણે તેના વિવાદાસ્પદ નિવેદનોની વાત નહીં કરીએ કારણ કે, બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં વાત કરીશું આ કાર્યક્રમ વિષે જેનો ગ્રાંડ ફાઈનલ આવતીકાલે એટલે કે, તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો છે.

કહેવામાં આવે છે કે, આ દિવસે રાખી ફાઈનલ સુધી પહોંચેલા ત્રણ સ્પર્ધકો ઈલેશ, માનસ, ક્ષિતિજ પૈકીના એક એવા પોતાના ભાવી ભરથારના ગળામાં ફૂલોનો હાર પહેરાવશે.

બધા લોકો આ ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સાંજ પડતા જ મહિલાઓ પોતાના હાથોમાં રિમોટ પકડી લે છે. એક વાત અહીં જરૂર આશ્વર્યજનક લાગે છે કે, 'રાખી કા સ્વયંવર' જોવાની તાલાવેલી મહિલાઓમાં વિશેષ છે જે હકીકતમાં પુરૂષોમાં હોવી જોઈએ. કારણ કે, રાખી એક પુરૂષની પસંદગી કરવા જઈ રહી છે ન, કે કોઈ મહિલાન ે.

શું રાખી એટલી બધી મુર્ખ છે, કે તેને પોતાની ગૃહસ્થી શરૂ કરવા માટે એક ટીવી ચેનલના રિયલિટી શો નો આશરો લેવો પડે અને તેને લગ્ન કરવા જ છે તો તેના બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીનું શું ? જેની સાથે રાખી ક્યારેક લડે છે તો ક્યારેક ખુબ જ પ્રેમ કરતી ફરે છે ? રાખી કહે છે કે, 'મારુ અભિષેક સાથે બ્રેકઅપ' થઈ ગયુ ં છ ે. આવા નિવેદનો તો રાખી અગાઉ પણ આપી ચૂકી છે. ટીવી ચેનલોએ બન્નેનો ઝઘડો કેટલીયે વખત નાના પડદે દેખાડ્યો છે. જેમાં અંતે સમાધાનના ભાગરૂપે મગરમચ્છના આસું સારતી રાખી અભિષેકને ગળે લાગીને કેમેરા સામે જ 'આઈ લવ યૂ' કહી ચૂકી છે.

હમણા આ શો દરમિયાન પણ એવી ચર્ચા ઉઠેલી કે, 'રાખી' આ શો ને છોડવા ઈચ્છે છે તેને તેનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અભિષેક ખુબ જ યાદ આવી રહ્યો છે. જો આવું જ છે તો 'રાખી' 2 જી તારીખે કોને પસંદ કરશે ? કાર ણ ક ે, તેન ે ન ા ઈચ્છવ ા છતા ં પ ણ એ ક વ્યક્તિન ી પસંદગ ી કરવાન ી જ છ ે. ક્યાંક એવું તો નહીં થાય ને કે, ટીવી ચેનલવાળાઓ જે વ્યક્તિ ફાઈનલમાં જીત ે તેની સામે બે પ્રસ્તાવ રાખી દે. કે, '' ભાઈ કા તો તું રાખીને લઈજા અને કાંતો તને ફલાણા-ફલાણા રૂપિયા આપી દઈએ છીએ. સામે વાળો વ્યક્તિ પણ થોડો ઘણો વિચાર કરીને અંતે રૂપિયાની માંગણી સ્વીકારી લે.'' હાં ત્યારે આપણી 'રાખી' હમેશાની જેમ થોડી વાર રડશે, કરગરશે તો ખરી જ પરંતુ અંતે તો તે કુંવારી જ ગણાશે ને ?

PR
P.R
શો નો શો પણ યોજાઈ જશે અને જો ટીઆરપીનો ગ્રાફ વધેલો જોવા મળશે તો કદાચ 'રાખી કા સ્વયંવર પાર્ટ-2' પણ થોડા દિવસોમા ં સામ ે આવશ ે. રાખીએ આ શો ના ફાઈનલમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનને શામેલ કરવાનું વિચાર્યું છે. જ્યારે પોતાની સગી મા અને ભાઈને દૂરથી જ રામ-રામ કરી દીધા છે. રાખીની માતા જયા સાવંત અને રાકેશ સાવંતે તો મીડિયા સામે એમ પણ કહી દીધું છે કે, 'તે ગમે તેને પરણે અમારે તેની જોડે શું લેવા-દેવા. જ્યારે અમને બોલાવ્યા જ નથી તો અમે શા માટે ત્યાં જઈએ ?'

આમ પણ આ શો વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો છે. જયપુરની એક સ્થાનીય કોર્ટે તો રાખી સાંવત અને આ ટીવી ચેનલના અધિકારી સામે કેસ દાખલ કરવાનો પણ આદેશ આપી દીધો છે. ગૌરવ તિવારી નામના એક લેખકે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે, આ શો નો વિચાર પહેલા તેમના મગજમાં ઉપજેલો તેમણે તેનું કોપીરાઈટ પણ કરાવ્યું પણ ટીવી ચેનલના અધિકારીઓએ તેમનો આ વિચાર ચોરી લીધો.

અમેરિકાના એબીસી ટેલીવિઝન નેટવર્કના સુપ્રસિદ્ધ રિયલિટી શો ' ધિ બૅચલરેટ' ની કાર્બનકોપી ગણાતા આ શો ને તમે મનોરંજક તો ન જ કહી શકો. છતાં પણ આજે આ ટીવી ચેનલના લોકો અને તેના પ્રેક્ષકો આ શો ને લઈને એટલા બધા વ્યસ્ત તેમજ આતુર જણાઈ રહ્યાં છે જાણે 'રાખી' નો નહીં પરંતુ તેમની બહેન-દિકરીનો સ્વયંવર હોય.

અંતમાં એટલું જ કહેવાનું કે, આપણે બધા રાખીને સારી રીતે જાણીએ છીએ. નખરા અને નાટકવેડા કરવામાં તેની કોઈ જોડ નથી. 'શો' ની સાથે ભાવનાત્મક રીતે જોડાવવું મારા મતે મુર્ખામી જ ગણાશે. એટલા માટે મારા ગુજરાતી બંધુઓ વધુ પડતા એસએમ કરીને ખિસ્સા ખાલી ન કરશો. કારણ કે, આ 'શો' તો ધતિંગ માત્ર છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments