Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલિનતાને કારણે માટીની મહેંક છીનવાશે ?

વિશ્વ પર્યાવરણ વિશેષ

કલ્યાણી દેશમુખ
W.D
પુસ્તકોમાં લખાય છે કે પોતાના દેશની માટીની સુગંધ બહુ સારી લાગે છે. પુસ્તકો અને ફિલ્મોની વાત છોડી દો તો શુ તમે આ સુગંધનો વાસ્તવમા અનુભવ કર્યો છે ? જો હા, તો તમે ખુશનસીબ છો, અને ના તો આ જ યોગ્ય સમય છે માટીના હાલ-ચાલ જાણવાનો.

જેમ માટીમાં રમીને આપણે મોટા થયા, માટીના રમકડાં બનાવીને આપણુ ઘર સજાવવાના સપના સજાવ્યા, શુ આ માટી આ જ રૂપમાં આપણી આવનારી પેઢીના બાળકોના નસીબમાં હશે ખરી.

તમને લાગશે કે હુ આ મામૂલી માટીને લઈને આટલા પ્રશ્નો કેમ કરી રહી છુ ? પણ માટી તમે સમજો છો એટલી મામૂલી નથી હોતી. આ માટીની ઉર્વરતાને કારણે જ આપણને અનાજ મળે છે, આ જ અનાજથી આપણુ પોષણ થાય છે અને આપણે જીવીત રહીએ છીએ. આની જ બુનિયાદ પર આપણુ ઘર, આપણા કારખાના ઉભા થાય છે. પોતાના વિકાસથી ઘેલો માનવી આજે પોતાની બુનિયાદ, તે માટી વિશે નથી વિચારે રહ્યો જેના પર તેમને વિકાસની ઈમારત બનાવી છે.

વિકાસની આંધળી દોડ પાછળ આપણે કુદરતને જે નુકશાન પહોંચાડ્યુ છે, તેમા પાણી અને હવાની સાથે માટીનો પણ સમાવેશ થાય છે. પાણી પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણને રોકવાની દિશામાં તો થોડાક પ્રયત્નો પણ કરવામાં આવે છે, પરંતુ પર્યાવરણના હિતેચ્છુઓ માટી તરફ જોતા પણ નથી.

કેમિકલ્સ, બાયો મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વેસ્ટને માટીમાં નાખીને આપણે માટીને બીમાર કરી નાખી છે અને સતત પહેલા કરતા પણ વધુ કચરો ફેકીને તેને વધુ બીમાર કરી રહ્યા છીએ. હોસ્પિટલોમાંથી નીકળતા બાયો મેડિકલ વેસ્ટ રોજ શહેરથી દૂર કોઈને ખાલી જમીન પર પટકી દેવામાં આવે છે. આમાં એંટિબાયોટિક્સ, દવાઓ, પ્લાસ્ટિકનો કચરો હોવાની સાથે સાથે સૂક્ષ્મ કીટાણુ, જીવાણુ વગેરે હોય છે. ટૂંકમાં બીમારીની જડને માટી પર ઠાલવવામાં આવે છે. માટી વિશે એક પ્રખ્યાત ધારણા છે કે આ બધુ જ પોતાની અંદર મેળવી લે છે. પરંતુ પ્લાસ્ટિક કદી માટીમાં મળતુ નથી જે દવાખાનાઓમાંથી ફેંકવામાં આવે છે. આટલુ જ નહી આ કચરામાં વાપરેલી બેંડેડ, પાટાઓ વગેરે પણ હોય છે, જેના પર એંટિબાયોટિક્સ લાગેલા હોય છે. જ્યારે આ પટ્ટીઓ માટીમાં ફેંકવામાં આવે છે તો તેના પર લાગેલી દવાના કેટલાક જીવાણુઓ અમારા પરિસ્થિતિ તંત્ર માટે ખૂબ મહત્વશીલ હોય છે, કેટલાક નાઈટ્રોજનને સ્થિર કરી પાક માટે લાભકારક હોય છે, આવા જીવાણુઓનો નાશ આપણે માટે બધી જ રીતે હાનિકારક છે.

આ સિવાય કોમ્પ્યૂટર, મોબાઈલ્સ, જૂના ટીવી અને ખરાબ બેટરીઓનુ રિસાઈકલિંગ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો અમારા પર્યાવરણને નુકશાન પહોંચે છે.

કલ્પના કરો કે તમારા ઘરમાં એકબાજુ પોલીથીનનો ઢગલો પડ્યો છે અને બીજી બાજુ ડિસ્પોજલ, તૂટેલી બેટરી, પાણીની બોટલ્સ અને બેઢંગી રીતે મોકલેલા કોમ્પ્યૂટર્સ પડ્યા છે. આટલુ જ વિચારતા જ એક ગભરામણ થઈ ગઈ ને ? એક વિખરાયેલા ઘરને વ્યવસ્થિત ગોઠવવું સરળ છે, પરંતુ એક વાર જો ધરતી આ રીતે અવ્યવસ્થિત થઈ ગઈ તો તેને વ્યવસ્થિત કરવી આપણે માટે સહેલી વાત નથી.

પહેલા વરસાદથી માટીની જે સુગંધ ઉત્પન્ન થાય છે તે શુ કોઈ અત્તર તમને કરાવી શકે છે ? કોઈ સુગંધ તમારામાં તે તાજગી ભરી શકે છે જે માટીની સુગંધ ભરી દે છે ?

ધરતીને આપણે માઁ કહીએ છીએ, અને ધરતી માટીથી જ છવાયેલી છે. જો આપણે દિલથી ધરતીને આપણી માઁ માનતા હોય તો પોતાની માઁ સાથે આપણે આવો વ્યવ્હાર કેવી રીતે કરી શકીએ છીએ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments