rashifal-2026

ફિલ્મ જગતના 'ડોન બ્રેડમેન' ની વિદાય...

200 થી વધુ ગીતોના રચેયતા હતાં ગુલશન

જનકસિંહ ઝાલા
સાઈઠના દર્શકનો ખ્યાતનામ ગીતકાર ગુલશન બાવરા શુક્રવારે આ ફાનિ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હ્રદય રોગના કારણે 72 વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું. આશરે 200 થી વધુ ગીતોની રચના કરનારા બાવરાનો ચહેરો એ અરસાના ફિલ્મ પ્રશંસકો કેવી રીતે ભૂલી શકે.

ND
N.D
આજે પણ 15 મી ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરીના દિવસે મનોજકુમારની ફિલ્મ 'ઉપકાર' નું ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી' કાને સંભળાય છે ત્યારે આ ગીતના રચનાકાર એવા ગુલશનનો ચહેરો તરત જ સામે આવી જાય છે.

ફિલ્મ જંજીરનું 'યારી હૈ ઈમાન મેરા ગીત હોય કે, પછી ફિલ્મ 'કસમે વાદે'નું ગીત 'કસમે વાદે નિભાયેંગે હમ' આ બધા ગીતો ગુલશનની જ અમુલ્ય રચનાઓ પૈકીના એક હતાં. જે પોતાના સમયમાં ખુબ જ પ્રસિદ્ધ થયાં અને હમેશા સદાબહાર જ રહેશે.

ગુલશનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને ભાગલા બાદ તેઓ હિન્દુસ્તાન આવી ગયાં હતાં. પોતાની 42 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેમણે લગભગ 240 ગીતોની રચના કરી જે હિટ રહ્યાં છે.

કહેવાય છે કે, એ અરસામાં ગુલશન સાથે સંગીતકાર કલ્યાણજી-આનંદજી અને આરડી વર્મનની જોડી ખુબ જામેલી. મનોજ કુમાર સાથે તેમનો ભેટો શેરીન જતી વેળાએ એક કારમાં થયેલો. ગુલશન કારમાં એક ગીત ગણગણાવી રહ્યાં હતાં જે કંઈક આ પ્રકારે હતું.

' મેરે દેશ કી ધરતી, જવાનો ભરભર ભરલો જોંલિયા, ખુશી કી બોલો બોલિંયા'

મનોજ કુમારને આ ગીત ખુબ જ ગમ્યું અને જ્યારે 1967 માં તેમણે પોતાની ફિલ્મ ઉપકાર બનાવી ત્યારે ગુલસનને આ ગીતના અમુક શબ્દો કાઢીને ફરીથી એક નવી રચના કરવા માટે કહ્યું. ગુલશને ખુશ થઈને ઉપકારનું નવું ગીત રચી કાઢ્યું. ( મેરે દેશ કી ધરતી, સોના ઉગલે ઉગલે હીરે-મોતી..)

PR
P.R
ગુલશન એક સારા એવા કોમેડિયન અને મિમિક્રી આર્ટિસ્ટ પણ હતાં. તેઓ જ્યાં પણ જતાં ત્યા હાસ્યનો માહોલ છવાઈ જતો હતો. ગુલશન એક લાઈન વારવાંર બોલતા કે 'ઈસ ગુલશન કો ઉજડે હુએ જમાના બિત ગયા'. સાચે જ આજે તેમની આ વાત સાચી પડી છે. એ ગુલશન ઉજડી ચૂક્યો છે જેણે અત્યાર સુધી ભારતના ફિલ્મ જગતને ફૂલોને બદલે અમુલ્ય ગીતોની રચનાઓ ભેટ સ્વરૂપે આપી.

ગુલશન પોતાની પાછળ પત્ની અંજુની છોડતા ગયાં છે. જતાં જતા પણ તેણે એક અમુલ્ય કાર્ય કર્યું છે. પોતાની ઈચ્છા મુજબ ત ે મના પરિજનોએ ત ે મના પાર્થીવ દેહને તે મ જ ચક્ષુઓનું દાન કર્યું છે.

ફિલ્મ જગતનો 'ડોન બ્રેડમેન' ગણાતો બાવરા ભલે આજે આપણી વચ્ચે હયાત ન હોય પરંતુ તેના દ્વારા રચિત અમુલ્ય રચનાઓ અને તેનો એક એક શબ્દ આદિકાળ સુધી આ ફિલ્મ જગતને યાદ રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

Show comments