Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો. 10 બોર્ડને વિખેરી દો !

હરેશ સુથાર
શનિવાર, 27 જૂન 2009 (11:53 IST)
P.R
કેન્દ્રના મંત્રીએ શિક્ષણ જગતમાં મહત્વનો ફેરફાર કરવા કરેલા સુચન અંગે વધુ વાત કરતાં પહેલા એક દંપતિનો આ સંવાદ જાણી લેવા જેવો છે જે સૌના માટે રેડ સિગ્નલ સમાન છે.

પતિ ઃ કિશોરભાઇના નાના બાબાએ આપઘાત કર્યો,
પત્નિ ઃ હેં...ના હોય. એને વળી શુ દુઃખ હતું કે રમવા કુદવાની ઉંમરમાં આપઘાત કરવો પડ્યો.
પતિ ઃ એ 10મા ધોરણમાં હતો અને એક પેપર સારૂ ના જતાં એણે આ પગલું ભર્યું.
પત્નિ ઃ બળ્યું આવું ભણતર શું કામનું કે જે ભણતા પહેલા જ બાળકને મારી નાંખે......

આ કિસ્સો કંઇ એકલા કિશોરભાઇ સાથે નથી બનતો. રાજ્ય તથા દેશના ઘણા કમનસીબ વાલીઓ સાથે અવારનવાર આવી કરૂણાંતિકા સર્જાતિ રહે છે. કારણ ફક્ત એક જ, અભ્યાસનો બોજ અને વાલીઓની વધુ પડતી અપેક્ષા. જોકે મોડે મોડે પણ કેન્દ્ર સરકાર જાગી છે અને ટકાવારીના ખપ્પરમાં હોમાતા કુળદિપકોને ભણતરના બોજામાંથી હળવા કરવા માટે એક મહત્વનું ડગલું ભરવા જઇ રહી છે.

કેન્દ્રના માનવ સંશાધન મંત્રી કપિલ સિબ્બલે આ મામલે એક મહત્વનો ઇશારો સુચવ્યો છે. ધો.10ના બોર્ડને વિખેરી દેવાનો. આ પરીક્ષા શાળા દ્વારા જ લેવામાં આવે તેમજ ધો.12ની પરીક્ષા પણ વિવિધ બોર્ડને બદલે એકજ બોર્ડ દ્વારા લેવામાં આવે. આમ કરવાથી દરેક રાજ્યમાં સરખો અભ્યાસક્રમ અમલમાં આવશે. જેનાથી દરેક રાજ્યોના બાળકોનું લેવલ સરખું થશે. આ ઉપરાંત વિવિધ બોર્ડ વચ્ચેનો ભેદ પણ દુર કરી શકાશે. પરંતુ સરકારે આ માટે મક્કમતા દાખવવી પડશે તો જ આ શક્ય બનશે નહીં તો આ મુદ્દો પણ આયારામ....ગયારામ જેવો બની જશે.

કોઇ આડું ના ફાટે તો સારૂ !!!
કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરાયેલ આ મુદ્દો બધા માટે સારો અને અગત્યનો છે. જો આમાં બધા રાજ્યો સહકાર આપે તો જ બધુ સમુતરૂ પાર ઉતરે એમ છે. પરંતુ આમાં એક મોટું અડચણ એ છે કે, માધ્યમિક શિક્ષણ સુધીની સત્તા રાજ્ય સરકારોના હાથમાં રહેલી છે. જો એકાદ રાજ્ય પણ આડું ફાટે તો કેન્દ્ર સરકાર એકસુત્રતા સાધી નહીં શકે અને એક સુંદર વિચારને કાટ લાગતાં વાર નહીં લાગે.

કરોડો રૂપિયાનો ખર્ચો બચે !!!
મહેસાણાની સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય શરદભાઇ વ્યાસ આ અંગે જણાવે છે કે, જો આ વિચારનો અમલ કરવામાં આવે તો એક તો બાળકો તથા વાલીઓના મનમાંથી ધો.10નો હાઉ દુર થાય. વહેલી સવારથી શરૂ થતી ટ્યુશનની હાટડીઓ ઉપર આપોઆપ રોક લગાવી શકાય તેમજ ટ્યુશન તથા બોર્ડની પરીક્ષા પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચો રોકી શકાય એમ છે.
  દરેક રાજ્યોના બાળકોનું લેવલ સરખું થશે. આ ઉપરાંત વિવિધ બોર્ડ વચ્ચેનો ભેદ પણ દુર કરી શકાશે. પરંતુ સરકારે આ માટે મક્કમતા દાખવવી પડશે તો જ આ શક્ય બનશે નહીં તો આ મુદ્દો પણ આયારામ....ગયારામ જેવો બની જશે.      


ડિપ્લોમાનો કંઇ રસ્તો કાઢવો પડે !!!
અમદવાદની કન્યા વિદ્યાલયના આચાર્યા ગીતાબેન કહે છે કે, જો ધો.10ના બોર્ડને રદ કરી દેવામાં આવે તો વાલીઓ તથા વિદ્યાર્થીઓના માથેથી ઘણું ટેન્શન ઓછું થઇ જાય. પરંતું આમાં એક મુંઝવણ પણ છે અને એ છે ધો. 10 પછીના ડિપ્લોમાની. સરકારે આ અંગે તમામ પાસાઓની વિચારણા કરવી પડશે. જોકે ધો.12 બાદ જે રીતે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે એ રીતે ડિપ્લોમા પ્રવેશ માટે પણ કંઇ વિચારી શકાય એમ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

વધુ જુઓ..

નવીનતમ

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Show comments