Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન શિવના જન્મની પૌરાણિક કથા - જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે પ્રકટ થયા શિવ

shiv katha
Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (16:38 IST)
shiv katha
શુ આપ જાણો છો કે આપણા સૌના પ્રિય ભગવાન શિવનો જન્મ નથી થયો તેઓ સ્વયંભૂ છે. પણ પુરાણોમાં તેમની ઉત્તપત્તિ ની વિગત મળે છે વિષ્ણુ પુરાણ મુજબ બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભિ કમળથી જનમ્યા જ્યારે શિવ ભગવાન વિષ્ણુના માથાના તેજથી ઉત્પન્ન થવાને કારણે જ શિવ હંમેશા યોગમુદ્રામાં રહે છે.  
 
શ્રીમદ ભાગવત મુજબ એકવાર જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા અહંકારથી અભિભૂત થઈ ખુદને શ્રેષ્ઠ બતાવતા લડી રહ્યા હતા ત્યારે એક સળગતા થાંભલામાંથી શિવ પ્રગટ થયા. 
 
વિષ્ણુ પુરાણમાં વર્ણિત શિવના જન્મની સ્ટોરી કદાચ ભગવાન શિવનુ એકમાત્ર બાળ રૂપનુ વર્ણન છે. તેના મુજબ બ્રહ્માને એક બાળકની જરૂર હતી. તેમણે આ માટે તપસ્યા કરી.  ત્યારે અચાનક તેમના ખોળામાં રડતા બાળ શિવ પ્રગટ થયા. બ્રહ્માએ બાળકના રડવાનુ કારણ પુછ્યુ તો બાળકે ખૂબ જ માસૂમિયતથી જવાબ આપ્યો કે તેનુ કોઈ નામ નથી તેથી એ રડી રહ્યો છે. 
 
શુ તમે જાણો છો ભગવાન શિવના 10 રૂદ્રાવતાર - ત્યારે બ્રહ્માએ શિવનુ નામ રૂદ્ર રાખ્યુ જેનો અર્થ થાય છે રડનારો. શિવ ત્યારે પણ ચુપ ન થયા. તેથી બ્રહ્માએ તેમને બીજુ નામ આપ્યુ પણ શિવને તે પણ ગમ્યુ નથી અને તે ચૂપ નથયા. આ રીતે શિવને ચૂપ કરવા માટે બ્રહ્માએ તેમને 8 નામ આપ્યા અને શિવના 8 નામો (રુદ્ર, શર્વ, ભાવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ તરીકે) થી ઓળખાયા. 
 
શિવપુરાણ અનુસાર આ નામો પૃથ્વી પર લખાયેલા હતા.
 
બ્રહ્માના પુત્ર તરીકે શિવના જન્મ પાછળ વિષ્ણુ પુરાણમાં એક પૌરાણિક કથા છે. આ મુજબ જ્યારે પૃથ્વી, આકાશ,
પાતાળ સહિત સમગ્ર બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું હતું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ) સિવાય કોઈ દેવ કે પ્રાણી નહોતું. પછી ફક્ત વિષ્ણુ તે પાણીની સપાટી પર તેમના શેષનાગ પર સૂતેલા જોવા મળ્યા. પછી ભગવાન બ્રહ્મા તેમની નાભિમાંથી કમળના ડાળ પર પ્રગટ થયા. જ્યારે બ્રહ્મા-વિષ્ણુ બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા. બ્રહ્માએ તેમને ઓળખવાનો ઇનકાર કર્યો. પછી, શિવ ગુસ્સે થશે તે ડરથી, ભગવાન વિષ્ણુએ બ્રહ્માને દિવ્ય દ્રષ્ટિ આપીને શિવની યાદ અપાવી.
 
બ્રહ્માજીએ પોતાની ભૂલનો અહેસાસ કર્યો અને શિવજીની માફી માંગી અને તેમના પુત્ર તરીકે જન્મ લેવા માટે તેમના આશીર્વાદ માંગ્યા. શિવ બ્રહ્માની પ્રાર્થના સ્વીકારીને,  તેમને આ વરદાન આપ્યું. જ્યારે બ્રહ્માએ બ્રહ્માંડની રચના શરૂ કરી, ત્યારે તેમને બાળક જરૂર ઊભી થઈ અને પછી તેમને ભગવાન શિવનુ વરદાન યાદ આવ્યુ. તેથી બ્રહ્માએ તપસ્યા કરી અને ભગવાન શિવ બાળકના રૂપમાં તેમના ખોળામાં પ્રગટ થયા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments