Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha shivratri 2022- મહાશિવરાત્રી પર આવક વધારવા અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (08:06 IST)
ભગવાન શિવ ખૂબ ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો પાણી પણ અર્પિત કરે તો તે પ્રસન્ન થાય છે તેથી તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર શિવ ભક્ત ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. કેટલાક આવાજ સહેલા ઉપાય અમે તમને બતાવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ઉપાય
 
 
1 આવક વધારવા માટે
મહાશિવરાત્રી પર ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને નીચે લખેલ મંત્રનો 108 વાર જાપ કરો
 
એં હ્રી શ્રી ૐ નમ: શિવાય શ્રી હ્રી એ
 
દરેક વખતે મંત્ર બોલતી વખતે 1 બિલિપત્ર પારદ શિવલિંગ પર ચઢાવો. આ પહેલા આ બિલિ પત્રના ત્રણ દળ પર લાલ ચંદનથી એ હ્રી શ્રી લખો. અંતિમ 108મું બિલીપત્ર શિવલિંગ પર ચઢાવ્યા પછી કાઢી લો અને તેને તમારા પૂજાના સ્થાન પર મુકીને રોજ તેની પૂજા કરો. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી વ્યક્તિની આવકમાં વધારો થાય છે.
 
2 સંતાન પ્રાપ્તિના ઉપાય
 
મહાશિવરાત્રિના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો અને ત્યારબાદ
ઘઉના લોટથી 11 શિવલિંગ બનાવો હવે દરેક શિવલિંગનો શિવ મહિમ્ન સ્ત્રોતથી જળાભિષેક કરો. આ રીતે 11 વાર જળાભિષેક કરો.
એ જળનો થોડો ભાગ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો
 
આ પ્રયોગ સતત 21 દિવસ સુધી કરો. ગર્ભની રક્ષા માટે અને સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ ગૌરી રૂદ્રાક્ષ પણ ધારણ કરો. તેને કોઈ શુભ દિવસે શુભ મુહૂર્ત જોઈને ધારણ કરો.
 
3 બીમારી ઠીક કરવાનો ઉપાય
 
મહાશિવરાત્રિ પર પાણીમાં દૂધ અને કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો.
અભિષેક માટે તાંબાના વાસણ છોડીને કોઈ અન્ય ધાતુના વાસણનો ઉપયોગ કરો. અભિષેક કરતી વખતે ૐ જૂં સ: મંત્રનો જાપ કરતા રહો.
 
ત્યારબાદ ભગવાન શિવને રોગ નિવારણ માટે પ્રાર્થના કરો અને દરેક સોમવારે રાત્રે સવા નવ વાગ્યા પછી ગાયના સવા પાવ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવાનો સંકલ્પ લો. આ ઉપાયથી બીમારી ઠીક થવામાં લાભ મળે છે.

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments