Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવ સ્તુતિ

Webdunia
W.DW.D
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
આપો ભક્તિમાં ભાવ અનેરો,
શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,
કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,
શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
હુ તો એકલ પંથી પ્રવાસી,
છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,
સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..
આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,
સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો,
શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
ભોળૉઆ શંકર ભવ દુ:ખ કાપો,
નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,
ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
અંગે શોભે છે રુદ્રની માળા,
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Upay: આજે મહાશિવરાત્રીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, મહાદેવ તમારી ઝોળી ખુશીઓથી ભરી દેશે

Mahakumbh Live: આજે મહાકુંભનું અંતિમ સ્નાન, સવારથી જ 41 લાખથી વધુ લોકો કરી ચુક્યા છે પવિત્ર સ્નાન

Shiv Chalisa- શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પીળી સરસવ ચઢાવવી શા માટે શુભ છે? જાણો પંડિતજી પાસેથી કારણ

Show comments