Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટનું બસ ડેપો મુસાફરોથી ઉભરાયો:દિવાળીમાં લોકોએ વતનની વાટ પકડતા મોટાભાગની બસો હાઉસફૂલ

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (16:50 IST)
તહેવારોમાં વતન જવા માગતા લોકોનો ભારે ધસારો બસ સ્ટેશનો ઉપર પણ દેખાવા લાગ્યો છે. આજરોજ સવારથી રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના 9 ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. આજથી એસટી વિભાગ દ્વારા 150 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે. લોકોની ભીડમાં વધારો થતાં મોટાભાગની બસોનાં બુકિંગ ફૂલ થયા હતા.

50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી.બી. ડાંગરનાં જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતા હાલ 70 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે.

તેમજ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ 80 જેટલી વધારાની બસો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.જરૂર પ્રમાણે એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. 3 લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments