Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રી-પુરૂષ વચ્ચેની મિત્રતા માત્ર એક જાતીય આકર્ષણ - સર્વે

Webdunia
P.R
એક નવી શોધમાં માલુમ પડ્યું છે કે પુરુષો ક્યારેય પણ મહિલાઓના માત્ર દોસ્ત નથી હોઇ શકતા. શોધકર્તાઓનું કહેવું છે કે, પુરુષોની મહિલાઓ સાથેની મિત્રતા માત્ર જાતીય આકર્ષણને કારણે જ હોય છે.

ડેઇલી મેલના એક અહેવાલ મુજબ, પુરુષોની આવી માનસિકતા છતાં મહિલાઓ પુરુષો સાથેની દોસ્તીને નિર્દોષ ભાવથી જ લેતી હોય છે. મહિલાઓ તેનાથી વધુ કોઇી અપેક્ષા ત્યારે જ કરે છે કે જ્યારે તેમનો પોતાનો સંબંધ મુશ્કેલીમાં હોય.

૧૯૮૯ની હોલિવુડ ફિલ્મ વ્હેન હેરી મેટ સૈલી પણ આવું જ કંઇક રજૂ કરે છે. ફિલ્મમાં હેરીની ભૂમિકા નિભાવી રહેલા બિલી ક્રિસ્ટલ સૈલીની ભૂમિકામાં રહેલી મેગ રેયાનને કહે છે કે પુરુષ અને મહિલા ક્યારેય પણ દોસ્ત ન હોઇ શકે, કેમ કે આ સંબંધમાં સેક્સનો થોડોઘણો ભાગ રહેતો જ હોય છે.

આ સર્વેક્ષણમાં ૮૮ યુવા જોડીઓને સામેલ કરાઇ હતી. સર્વેમાં પુરુષોમાં મહિલા મિત્રો પ્રત્યે આકર્ષણની વૃત્તિ વધુ દેખાઇ હતી, ભલે ને પછી તેઓ કોઇની સાથે સંબંધમાં હોય કે ન હોય. જ્યારે પહેલાંથી કોઇ એક પુરુષ સાથે સંબંધમાં બંધાયેલી મહિલા અને એક એકલી મહિલામાં પણ પુરુષ મિત્રો પ્રત્યે આકર્ષણનું આ સ્તર જોવા મળ્યું હતું. પણ સંબંધમાં જોડાયેલી મહિલા પુરુષ મિત્ર પ્રત્યે ત્યારે જ આ‍કર્ષિત થયેલી જોવા મળી કે જ્યારે તેનો ખુદનો સંબંધ મુશ્કેલીમાં હતો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments