Dharma Sangrah

ગાંધીનગરમાં તો કમળ જ ખીલે !

આ વખતે ત્રિપાંખીયો જંગ....

હરેશ સુથાર
મંગળવાર, 31 માર્ચ 2009 (17:39 IST)
W.D

15 મી લોકસભા માટે સ્વયંવર ખુલ્લો મુકાયો છે. મૂરતિયા બની ઉમેદવારો લાઇનમાં ઉભા છે. મતદારો ફુલહારની માળા લઇ મતદાનની 30મી તારીખની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે.

છેલ્લા ત્રણ દાયકામાં યોજાયેલ લોકસભાના નવ ચૂંટણી જંગ ઉપર નજર નાંખીએ તો આ બેઠક ઉપર છ વાર ભાજપનું કમળ ખીલ્યું છે એની સામે માત્ર ત્રણ વાર પંજો હાવી થયો છે. 1989થી લઇને 2004 સુધી સતત આ બેઠક ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો છે.

અહીંના મતદારો ભાજપને માત્ર જીતાડતા જ નથી પરંતુ પાર્ટીમાં વિશ્વાસ પણ વ્યક્ત કરે છે એ એમના મતદાનથી સાબિત થાય છે. 1989થી અહીં ભાજપને કોંગેસ કરતાં અંદાજે બમણો પ્રજામત મળતો આવે છે.

1989 માં કોંગેસને 30.33 ટકા મત મળ્યા હતા એની સામે ભાજપને 66.22 ટકા, 1891માં કોંગ્રેસને 37.56 ટકા, ભાજપને 57.97 ટકા તથા 1996માં કોંગ્રેસને 27.63 ટકા તથા ભાજપને 66.38 ટકા, 1998માં કોંગ્રેસને 29.26 ટકા, ભાજપને 59.86 ટકા તથા 1999માં કોંગ્રેસને 35.65, ભાજપને 61.14 ટકા તથા 2004માં કોંગ્રેસને 35.36 ટકા ભાજપને 61.04 ટકા પ્રજામત મળ્યો હતો.

ઉમેદવારોની વાત કરીએ તો શંકરસિંહ વાધેલાએ આ બેઠક ભાજપની જોળીમાં નાંખવાની શરૂઆત કરી હતી. જે આજ લગી ભાજપના કમળમાં સચવાઇ રહી છે. 1989માં ભાજપ તરફથી ચૂંટણી જંગ લડનાર શંકરસિંહ વાધેલાએ કોંગ્રેસના કોકિલા વ્યાસને અડધા મતોથી હાર આપી. એ પછી આ બેઠક ઉપર 1991માં લાલકૃષ્ણ અડવાણી આવ્યા હતા. જે કોંગ્રેસી પ્રતિસ્પર્ધી જી.આઇ.પટેલ સામે ભારે મતોથી જીત્યા હતા.

ત્યારબાદ 1996માં આ બેઠકથી ચૂંટણી લડનાર અટલ વિહારી વાજપાઇએ પણ કોંગ્રેસી ઉમેદવાર પોપટલાલ પટેલને કારમી હાર આપી હતી. ત્યાર બાદ ફરી એકવાર 1998 તથા 2004માં આ બેઠક લાલકૃષ્ણ અડવાણીના હાથમાં આવી હતી તેમણે કોંગ્રેસના પી.કે.દત્તા તથા ભૂતપૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન.શેષાનને હરાવ્યા હતા.

આમ ભાજપનો ગઢ મનાતી આ બેઠક ઉપર આ વખતે ફરી જીતનું પુનરાવર્તન કરવા માટે લાલકૃષ્ણ અડવાણી મેદાનમાં આવ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલ, અપક્ષ મલ્લિકા સારાભાઇ રણચંડી બની યુધ્ધ મેદાનમાં ઉતર્યા છે. આ ત્રણેય મહારથીઓને લીધે આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. હવે જોવાનું એ રહે છે કે, કોણ કોને ટક્કર આપે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments