Festival Posters

World Earth Day 2024 - જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2024 (06:43 IST)
world Earth Day (22 april) આજે વિશ્વ પૃથ્વી દિવસ ( World Earth Day) છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક 'ઈનકંવીનિએટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈપીસીસીની સાથે સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્કારે આ તરફ જાગૃતતા વધારવામાં મદદ કરી છે. આમ છતા મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે.
 
બ્રિટનના પૂર્વ ઉર્જા મંત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સની જળવાયુ પરિવર્ત પર રિપોર્ટ આપનારી સમિતિના સભ્ય નિગેલ લોસનની એક પુસ્તકમાં કહેવામાં આવ્યુ છે કે પૃથ્વી દિવસ આપણે એ વૈશ્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવી રહ્યા છે, જેણે જળાવાયુ પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ન ઉભા કર્યા છે. પર્યાવરણ પર પ્રશ્ન જ્યા સુધી તાપમાનમાં વધારાથી માનવતાના ભવિષ્ય પર આવનારા સંકટ સુધી સીમિત રહ્યો ત્યાં સુધી વિકાસશીલ દેશોનુ આ તરફ ધ્યાન નહોતુ ગયુ. હવે જળવાયુ ચક્રનુ સંકટ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી રહ્યુ છે, ત્યારે ખેડૂત એ નક્કી નથી કરી શકતો કે હવે ક્યારે તે બોવણી કરે અને ક્યારે કાપણી ? આવામાં થોડાક જ દેશ એવા છે જે આ સંકટને નજરઅંદાજ કરી શકે છે. જળવાયુ પરિવર્તન સિવિલ સોસાયટી રિપોર્ટના લોકાર્પણ પર યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલુવાલિયાએ એક વિકાસશીલ દેશના દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોણે આ મુદ્દા પર પહેલ કરવી જોઈએ. ઈશારો અને તર્ક બંને સાચા હતા, પરંતુ વૈશ્વિક ખાદ્ય સંકટના સમયમાં સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડે છે. આવા સમયે જો આપણે પર્યાવરણ પર સામૂહિક પ્રયત્નો માટે જોર લગાવીએ તો તેનો સૌથી વધુ લાભ આપણને જ મળશે.
વર્ષમાં એક જ દિવસ કેમ, રોજ કેમ નહી !
 
દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પરંતુ 1970થી દર વર્ષે 22 એપ્રિલના રોજ મનાવાતો વિશ્વ પૃથ્વી દિવસનુ સામાજિક અને રાજનીતિક મહત્વ છે. આમ તો 21 માર્ચના રોજ મનાવાતો 'ઈંટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનુ સમર્થન મળ્યુ છે. પરંતુ આનુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ જ છે. તેના ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણી ગોળાર્થના પાનખરના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે. પરંતુ દુનિયાના મોટાભાગના દેશોમાં હવે 22 એપ્રિલ જ 'વર્લ્ડ અર્થ ડે' ના રૂપમાં ઉજવવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે આ દિવસ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનની મગજની ઉપજ છે જે ઘણા વર્ષોથી પર્યાવરણને સર્વ માટે એક રસ્તો શોધી રહ્યા હતા. આમ તો એવી ઘણી તરકીબ છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ. આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે તો ઘરતીના કર્જને થોડુ ઉતારી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા મિત્રએ કહ્યું,

"દ્રશ્યમ" થી પણ ભયંકર સસ્પેંસવાળી ફિલ્મ, નેટફ્લિક્સ પર અવતા જ બની નંબર 1

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

આગળનો લેખ
Show comments