rashifal-2026

પુણેમાં અનોખો વિરોધ- ખરાબ 'થાર' SUV ને ગધેડાઓ પાસે ખેચાવીને શોરૂમ લઈ ગયો ગ્રાહક

Webdunia
સોમવાર, 17 નવેમ્બર 2025 (17:31 IST)
તમે SUV કાર થાર ની તેજ ગતિ અને તેને કારને થનારા માર્ગ અકસ્માત વિશે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સમાચારમાં વાંચ્યુ હશે પણ મહારાષ્ટ્રના પુણેમાં થાર ને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે  ખૂબ જ રસપ્રદ છે.  ઉલ્લેખનીય છે કે પુણે જીલ્લામાં રહેનારા એક વ્યક્તિએ પોતાની થાર એસયૂવીમાં આવી રહેલ સતત તકનીકી ગડબડીઓથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે તેનો વિરોધ કરવાનુ નક્કી કર્યુ. વિરોધ પણ એવો જેને લઈને હવે સોશશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તમે પણ આ રીતનો વિરોધ જાણીને ચોંકી જશો.  
 
વ્યક્તિ કાર ડીલરના વિરુદ્ધ પોતાનો વિરોધ બતાવતા પોતાની થાર કાર ને બે ગધેડા પાસેથી ખેચાવતા કાર શોરૂમ સુધી લઈ ગયો.  કારના માલિક ગણેશ સંગડે, તેમની કારની ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ ન થવાથી નારાજ હતા. તેમનો દાવો છે કે તેમણે આ કાર થોડા મહિના પહેલા જ ખરીદી હતી, પરંતુ શરૂઆતથી જ તેમાં પાણી લીક થવું, ઓછું માઇલેજ અને જોરદાર એન્જિનનો અવાજ સહિત સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
 
તેમણે આ ફરિયાદો વારંવાર ડીલરને જણાવી, પરંતુ વારંવાર પ્રયાસો છતાં જ્યારે તેમની ફરિયાદો સાંભળવામાં ન આવી, ત્યારે તેમણે આ પદ્ધતિનો આશરો લીધો. ગધેડા દ્વારા તેમની કાર ખેંચતી વખતે, ગણેશે તેમની કાર પર મરાઠીમાં એક મોટું પોસ્ટર પણ લગાવ્યું, જેમાં ડીલરની ટીકા કરવામાં આવી. ગધેડાઓનો SUV ખેંચવાનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

<

A frustrated Mahindra Thar owner in Pune tied a pair of donkeys to his new Thar and dragged it to the showroom post poor "after-sales services" of the company. pic.twitter.com/GwBQjCCSSi

— Gems Of India (@GemsOfIndia_X) November 14, 2025 >
 
વાયરલ વીડિયોમાં કાર માલિક ડીલરના શોરૂમની બહાર બેન્ડ સાથે પહોંચતો દેખાય છે. શોરૂમની બહાર કાર પાર્ક કરતી વખતે, તે શક્ય તેટલા લોકોને તેમની કાર તરફ આકર્ષવા અને તે શા માટે આવું કરી રહ્યો છે તે જોવા માટે સતત ઢોલ વગાડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

વધુ જુઓ..

નવીનતમ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

આગળનો લેખ
Show comments