Biodata Maker

રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (17:35 IST)
રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. 
 
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
 
મંત્રીશ્રીઓના નામ  અને જિલ્લો 
કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી આર.સી.ફળદુ- કચ્છ 
2. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરત 
3. શ્રી કૌશિકભાઇ પટેલ-સાબરકાંઠા 
4. શ્રી સૌરભભાઇ પટેલ-રાજકોટ 
5. શ્રી ગણપસિંહ વસાવા-દાહોદ 
6. શ્રી જયેશભાઇ રાદડીયા- ભાવનગર 
7. શ્રી દિલીપકુમાર ઠાકોર- ભરૂચ 
8. શ્રી ઇશ્વરભાઇ પરમાર- ગાંધીનગર 
9. શ્રી કુંવરજીભાઇ બાવળીયા- મહેસાણા 
10. શ્રી જવાહર ચાવડા- જામનગર 
 
રાજ્યમંત્રીશ્રીઓ 
11. શ્રી પ્રદિપસિંહ જાડેજા- વડોદરા 
12. શ્રી બચુભાઇ ખાબડ- ખેડા 
13. શ્રી જયદ્રથસિંહજી પરમાર- સુરેન્દ્રનગર 
14. શ્રી ઇશ્વરસિંહ પટેલ- અમરેલી 
15. શ્રી વાસણભાઇ આહિર- બનાસકાંઠા 
16. શ્રીમતી વિભાવરીબેન દવે- અમદાવાદ 
17. શ્રી રમણલાલ પાટકર - નવસારી 
18. શ્રી કિશોરભાઇ કાનાણી- છોટાઉદેપુર 
19. શ્રી યોગેશભાઈ પટેલ- આણંદ 
20. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા- મોરબી 
 
આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે. 
દિલીપ ગજજર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

આગળનો લેખ
Show comments