Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા ગજવીઃ કહ્યું, મારી ગેરંટી મોદી સરકાર તમને ઠેરના ઠેર રાખશે

Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2024 (15:26 IST)
priyanka gandhi Vadra
 લોકસભા બેઠક ઉપર INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,સરકાર સંવિધાનને બદલવાની વાત કરે છે, સંવિધાને જ આપણને અધિકાર આપ્યો છે, આનો એક જ મતલબ છે કે તેઓ લોકતંત્રને કમજોર બનાવવા માગે છે જનતાને કમજોર બનાવવા માગે છે, 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવાનું કોઈ કામ કર્યું નથી. ફક્ત તેઓને કમજોર કરવાનું કામ કર્યું છે.આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ પોતાના હક માટે લડી રહ્યો છે.

<

#WATCH | Gujarat: Congress National General Secretary Priyanka Gandhi Vadra addresses a public meeting in Valsad.

She says, "You must have seen, the BJP leaders have said that they want to change the Constitution and PM Modi contradicts that statement... This is a dangerous… pic.twitter.com/IqkDFJ9xkM

— ANI (@ANI) April 27, 2024 >
 
અમે સત્તામાં જીવ્યા છીએ એટલે સત્તાને સમજીએ છીએ
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમારા ચૂંટણી ઢંઢેરાનું નામ ન્યાય પત્ર આપ્યું છે, કેમ કે, છેલ્લા 10 વર્ષમાં ખાલી અન્યાય જ થઈ રહ્યો છે. આજે દેશમાં તમામ લોકોને ન્યાય જોઈએ છે. અમે ઘણી બધી ગેરેન્ટી લઈ આવ્યાં છીએ. અમારી જ્યા જ્યા સરકાર છે ત્યા ત્યા અમે જે જે ગેરેન્ટી આપી છે તે બધી પુરી કરી છે. કોરોનાના સમયમાં યુપી અને બિહારના કેટલાય લોકો ફસાઈ ગયા હતા, લોકોને ગુજરાતથી પોતાના વતનમાં જવા માટે ખુબ તકલીફ પડી હતી. ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે જ પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે. કમર તોડ મોંઘવારીને અમે કંટ્રોલમાં કરીશું. ભાજપના નેતાઓ કહે છે કે, મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે એ ધારે એ ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં મોંઘવારી ઓછી કેમ ન કરી? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યુ? અમે સત્તામાં જીવ્યા છીએ એટલે સત્તાને સમજીએ છીએ. મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા.
 
તમારા જીવનમાં કોઈ બદલાવ નહીં આવે તમે જ્યા છો ત્યા જ રહેશે
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે દેશના ખેડૂતને 10 હજાર માટે આત્મહત્યા કરવી પડે છે અને મોદીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રુપિયાનું દેવુ માફ કરી દીધું. ભાજપ સરકાર શું ગરીબો માટે ચાલે છે કે કરોડ પતિઓ માટે? હુ ગેરંટી સાથે કહું છું કે, જો તમે ફરી મોદી સરકારને લઈ આવશો, તો આગામી પાંચ વર્ષ પણ તમારા જીવનમાં કોઈ બદલાવ નહીં આવે તમે જ્યા છો ત્યા જ રહેશે.કોંગ્રેસના તમામ ખાતા બંધ કરાવી દીધા, બે મુખ્યમંત્રીને જેલમાં નાખી દીધા.મોદી 70 વર્ષમાં કઈ નથી કર્યું એમ જ કહ્યા કરે છે. પુછો તેઓને કે તમે આઈઆઈટી કેટલી બનાવી છે, એમ્સ કેટલી બનાવી છે, શાળાઓ કેટલી બનાવી? કેટલા લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યાં. ક્યારેય નહીં કહે કેમ કે કઈ કહેવા માટે છે જ નહી. પાંચ વર્ષ સુધી કઈ નથી કર્યું એટલે હવે જનતા પુછી રહી છે કે બતાવો તમે શું કર્યુ છે તો ગભરાઈ રહ્યા છે એટલે ફરી હિન્દુ-મુસલમાન, વિશ્વ ગુરૂ, દુનિયાના સૌથી મોટા નેતા છે મોદી એવુ જ કહી રહ્યા છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments