Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જડબેસલાક સુરક્ષા વચ્ચે આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

Webdunia
સોમવાર, 3 જૂન 2024 (18:00 IST)
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે Observersની હાજરીમાં કરવામાં આવશે. 
 
કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 
 
સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં
કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. 
 
૨૬ મતગણતરી કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા
ગુજરાતમાં ૨૬ મતગણતરી કેન્દ્રોના સુરક્ષા પ્રબંધ માટે ગૃહ મંત્રાલય તરફથી ફાળવાયેલા પેરામિલિટરી ફોર્સની ૯ કંપનીઓનો બંદોબસ્ત તમામ સેન્ટર ખાતે લાગી ચૂક્યો છે. BSF તથા CISFના જવાનો પ્રત્યેક કાઉન્ટિંગ સેન્ટરના હોલમાં તથા ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો કરશે. હોલની બહાર એસઆરપીની
સુરક્ષાસાંકળ લાગશે. જેને માટે એસઆરપીની ૧૨ કંપનીઓ ફાળવાઈ છે, જ્યારે મતગણતરી કેન્દ્રના કેમ્પસની બાઉન્ડ્રીની અંદર અને બહાર ૧૨ હજાર સ્થાનિક પોલીસ જવાનો તથા ૩ હજાર હોમગાર્ડ્ઝ તૈનાત થશે. આમ, રાજ્યના પ્રત્યેક કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: નાગપુરથી દેવેન્દ્ર ફડણવીસ પાછળ, રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પાછળ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્ક્રર

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

આગળનો લેખ
Show comments