Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરથી અમિત શાહને ઉતારીને બીજેપીએ એક તીરથી બે નિશાન સાધ્યા

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (12:13 IST)
બીજેપીએ વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર સીટ પરથી અમિત શાહને ઉતારીને એક તીરથી બે શિકાર કરવાનો નિર્ણય લીધો છે. આ સીટ પર અડવાણી છેલ્લા ત્રણ દસકાથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. પાર્ટી સૂત્રો મુજબ અમિત શાહને ગાંધીનગર મોકલીને બીજેપીએ લાલકૃષ્ણ અડવાણીની સીટ પરથી તેમને હટાવીને કોઈ કમજોર વ્યક્તિને ટિકિટ આપવાને બદલે પોતાના અધ્યક્ષને મોકલ્યા છે. ઓ કે અડવાણીનુ મન ચૂંટણીમાં ઉતરવાનુ હતુ પણ બીજેપીએ ખૂબ સમજાવ્યા પછી તેમને હટવા માટે રાજી કર્યા. 
 
તેનાથી ગાંધીનગર સીટ પર મોટા નેતાનુ પ્રતિનિધિત્વ કરવાનો ઈતિહાસ કાયમ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત પ્રદર્શનને જોતા શાહની હાઅરી પાર્ટીમાં ઉર્જા ભરવાનુ કામ કરશે. ગાંધીનગરથી શાહને ઉતારવા પર ગુજરાતમાં એક વાતાવરણ બનવાની તક મળશે. 
 
ગુજરાત બીજેપીના એક નેતાએ કહ્યુ, 2017 ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ હતુ. પાર્ટીના નેતાઓને હવે એવુ લાગવા માંડ્યુ હતુ કે ગુજરાતની બધી 26 લોકસભા સીટોને જીતવી મુશ્કેલ પડકાર હશે. પણ અમિત શાહને ઉતારવાથી કાર્યકર્તાઓ રિચાર્જ થશે અને જીતની શક્યતાઓમાં વધારો થશે. ગાંધીનગરથી જ્યારે અડવાણીને રિપ્લેસ કરવાની વાત આવી તો ગુજરાતની બીજેપી યૂનિટે અમિત શાહના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. પોતાના શરૂઆતના દિવસોમાં અમિત શાહે આ સીટ પર વ્યવસ્થાનુ કામ જોઈ ચુક્યા છે. 
 
ઘણી મનામણી પછી માન્યા હતા અડવાણી 
 
સૂત્રોના મુજબ અડવાણીને આ સીટ પરથી ન ઉતરવા માટે મનાવવા માટે પણ પાર્ટીને ખૂબ મહેનત કરવી પડી. સંગઠન મહામંત્રી રામલાલ અને સીનિયર બીજેપી લીડર મુરલી મનોહર જોશીએ 91 વર્ષીય અડવાણીને મળીને તેમને ચૂંટણીના મેદાન પરથી હટવા માટે મનાવવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ. 
 
અડવાણી ઉપરાંત આ દિગ્ગજ પણ થશે બહાર ?
 
બીજેપીએ અડવાણી ઉપરાંત બીજા અનેક સીનિયર નેતાઓને પણ ચૂંટણી મેદાનમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમા શાંતા કુમાર, ભગત સિંહ કોશ્યારી અને મુરલી મનોહર જોશી જેવા નેતાનો સમાવેશ છે.  હાલ મુરલી મનોહર ઓશીની કાનપુર સીટ પરથી કેંડીડેટનુ એલાન થયુ નથી પણ એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ ઉમેદવારી પદ પરથી હટવા માટે હામી ભરી ચુક્યા છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments