Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કોણ-કોણ હશે મોદીના મંત્રીમંડળમાં ? કોણે કયુ પદ મળી શકે છે ?

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (12:39 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે શક્યત મંત્રીઓને પોતાના નિવાસ પર ચા માટે બોલાવ્યા હતા. જો કે નવી કેબિનેટમાં કયા કયા ચેહરા હશે અને કોને કોને કંઈ જવાબદારી મળશે. આ હજુ સ્પષ્ટ નથી. બસ ફક્ત અનુમાન લગાવાય રહ્યા છે. મંત્રીઓના નામ પર સતત બે દિવસ સુધી પીએમ મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મૈરાથન બેઠક થઈ છે. આજે સાનેજ 7 વાગ્યે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદની શપથ લેશે. આ પહેલ સવારે તેમણે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીની સમધિ સ્થળ પર જ્ઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.  આ સાથે જ તેઓ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ ગયા. 
 
મોદીની બીજી ઈનિંગમાં પીએમોમાં પણ ફેરબદલ જોવા મળશે. રાયસીના હિલમાં ત્રણ ટોચ પદ પર બેસેલા અધિકારીઓની ભૂમિકાને લઈને ખૂબ અનુમાન લગાવાય રહ્યા છે.  આ અધિકારી છે પ્રધાન સચિવ નૃપેન્દ્ર 
મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને આ સિવાય પ્રધાન સચિવ નૃપેદ્ર મિશ્રા. તેઓ પીએમઓમાં મહત્વ ધરાવે છે. સવાલ એ છે કે આગામી પાંચ વર્ષ માટે પીએમઓના નવા અવતાર માં શુ તેઓ બની રહેશે. પ્રધાનમંત્રી કાર્યકાળની સાથે ત્રણેયનુ કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે. પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા 74 વર્ષના થઈ ચુક્યા ક હ્હે. 2014ના અધ્યાદેશ દ્વારા તેમને આ પદ પર લાવવામાં આવ્યા હતા. પન 
 
75 વર્ષની વય સીમા સાથે તેમની શક્યતા પર વિરામ લાગે છે. પ્રધાનમ6ત્રી એક આચાર સંહિતાનુ પાલન કરે છે. જ્યા તેમનુ મંત્રીપરિષદમાં 75 વર્ષથી વધુ વ્યાના નેતા હોતા નથી.  કદાચ આ જ કારણ છે કે  મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હા જેવા કદાવર નેતાઓને 2014માં તેમના મંત્રીમંડળમા6 સામેલ નહોતા કરવામાં આવ્યા. 
 
મોદીના શક્યત મંત્રી (જોકે હજુ સુધી આ અંગે કોઈ ચોખવટ થઈ નથી) 
 
1. અમિત શાહ - બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, લાંબા સમયથી મોદીના વિશ્વાસપાત્ર, મોદી 2.0 કૈપેનના સૂત્રધાર સૌની નજર હવે તેના પર ટકી છે કે શાહને કયુ મંત્રાલય અપવામાં આવશે.  તેમને ગૃહ મંત્રાલયથી લઈને નાણાકીય મંત્રાલય પણ આપી શકાય છે એવુ અનુમાન છે. આમ તો એવી પણ અટકળો આવી રહી છે કે શાહ સરકારમાં સામેલ જ નહી થાય અને સંગઠનનુ નેતૃત્વ કરતા રહેશે.  જો શાહ મંત્રી બને છે તો 
બીજેપી એક વ્યક્તિ એક પદ સિદ્ધાંત હેઠળ તેમને પર્ટીનુ અધ્યક્ષ પદ છોડવુ પડશે. 
 
2. જેટલીનુ સ્થાન કોણ લેશે ?
 
મોદીન પહેલા કાર્યકાલમા ખૂબ્જ તાકતવર મંત્રી રહી ચુકેલા અરુણ જેટલી તેમના ખરાબ આરોગ્યને કારણે આ વખતે કેબિનેટનો ભાગ નહી બને. તેમને આ વાતની ચોખવટ પીએમ મોદીને પત્ર લખીને કરી છે. 
આવામાં એ પણ સસ્પેંસ છે કે જેટલીનુ સ્થાન કોણ લેશે.  જ્યારે જેટલી સારવાર માટે અમેરિકા ગયા હતા ત્યારે તેમના સ્થાન પર પીયૂષ ગોયલને નાણાકીય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતે.  એ હિસાબથી જોવા જઈએ તો નાણાકીય મંત્રાલય પર ગોયલની દાવેદારી મજબૂત છે. જો કે આ માટે શાહનુ નામ પણ ચર્ચામાં છે.  તેથી આગામી નાણાકીય મંત્રીને લઈને જોરદાર સસ્પેંસ બનેલુ છે. 
 
3. સ્મૃતિ ઈરાનીને ક્યુ મંત્રાલય ?
 
મોદી 2.0માં શરૂઆતમાં મંત્રીપરિષદનો આકાર નાનો હશે. ગઈ વખતે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદની શપથ લીધી તો તેમની સાથે કુલ 46 મંત્રીઓએ શપથ લીધી હતી. પણ પહેલા કાર્યક્રમના 
અંતમાં આ સંખ્યા 70 હતી. આ હિસાબથી આ વખતે પણ ઓછી સંખ્યામાં મંત્રી હશે અને પછી મંત્રીપરિષદનો વિસ્તાર થઈ શકે છે. ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનારી સ્મૃતિ ઈરાનીને કોઈ 
મહત્વનુ મંત્રાલય મળી શકે છે. 
 
4 . સુષમાનુ સ્થાન કોણ લેશે ? 
અગાઉની સરકારમાં રહેલા મોટાભાગના સીનિયર મંત્રી આ વખતે પણ મંત્રીપરિષદનો ભાગ બની શકે છે. જો કે રસપ્રદ વાત એ હશે કે આ વખતે કોને કયુ મંત્રાલય આપવામાં આવશે. વિદેશ મંત્રી કોણ બનશે. 
તેને પણ ઉત્સુકતાથી જોવામાં આવી રહી છે. જો કે સ્વાસ્થ્ય કારણોસર સુષમા સ્વરાજે આ વખતે લોકસભાની ચૂંટણી લડી નહોતી. આવામાં સૌની નજર એ વાત પર રહેશે કે સુષમા સરકારમાં સામેલ થહે કે નહી. 
 
5. જેડીયૂને 2 મંત્રી પદ ?
 
નજર એ વાત પર પણ રહેશે કે બીજેપી ઉપરાંત એનડીના બાકી ઘટક દળોને કયા કયા મંત્રાલય મળશે.  આ વખતે જેડીયૂ પણ સરકારનો ભાગ બનશે.  એવી અટકળો છે કે તેમને મંત્રીપરિષદમાં બે સીટો મળી 
શકે છે.  જેડીયુથી રાજ્યસભા સાંસદ આરસીપી સિંહ અને મુંગેરથી લોકસભા સાંસદ રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લન સિંહ મંત્રી બની શકે છે. 
 
6 શિવસેનામાંથી  આ વખતે કોણ ? 
 
શિવસેનાની તરફથી અરવિંદ સાવંત મંત્રી પરિષદમાં સ્થાન લઈ શકે છે. જે અનંત ગીતેનુ સ્થાન લેશે. આ પહેલા શિવસેનામાંથી એકમાત્ર મંત્રી હતા.  સાવંતે કોંગ્રેસના મિલિંદ દેવડેને એક લાખથી વધુ વોટોથી 
હરાવ્યા હતા.  આ જ રીતે અપના દળ તરફથી અનુપ્રિયા પટેલનુ પણ ફરીથી મંત્રી બનવુ નિશ્ચિત છે. 
 
7. સુખવીર લેશે પત્નીનુ સ્થાન

અકાલી દળ તરફથી આ વખતે એવુ શક્ય છે કે સુખબીર સિંહ બાદલ મંત્રી બનાવાશે.  અગાઉની સરકારમાં તેમની પત્ની હરસિમરત કૌર કેબિનેટમાં હતી. 
 
8. રામવિલાસ પાસવાન કે ચિરાગ પાસવાન ?
 
આ વખતે લોકસભ ચૂંટણી ન લડનારા એલજેપી ચીફ રામ વિલાસ પાસવાનને લઈને પણ સસ્પેંસ છે. આમ તો તેમણે પોતાના સાંસદ પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી બનાવવાના સંકેત આપ્યા હતા. પણ એલજેપી બેઠકમાં તેમને જ મંત્રી બનાવવાના અને ચિરાગને પાર્ટીના સંસદીય દળના નેતા બનાવવાના સંબંધી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. 
 
9. બંગાળમાંથી વધશે મંત્રી ?
 
પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં બીજેપીનુ પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યુ. તેથી મંત્રી પરિષદમાં આ રાજ્યોનુ પ્રતિનિધિત્વ વધી શકે છે.  ખાસ કરીને પશ્ચિમ બગાળ જ્યા 2 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી થવાની છે.   ત્યાથી વધુ મંત્રી બનાવી શકે છે. બીજેપીએ આ વખતે બંગાળમાં 18 સીટો જીત હાસિલ કરી છે.  જ્યારે કે 2014માં તેને 2 સીટ મળી હતી.  આ ઉપરાત  મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડનુ પણ મંત્રી પરિષદમાં પ્રતિનિધિત્વ વધવાની આશા છે. આ રાજ્યોમાં આ વર્ષ વિધાનસભા ચૂંટણી થવાની છે. 
 
10. મનોજ સિન્હાનુ શુ થશે ?
 
આ વખતે ગાજીપુરથી હારનો સામનો કરનારા મનોજ સિન્હા શુ મોદી મંત્રીપરિષદમાં સ્થાન બનાવી શકશે ? એવુ અનુમાન છે કે સિન્હાને આ વખતે પણ મંત્રી બનાવાશે અને તેમને રાજ્યસભા દ્વારા સાંસદ મોકલવામાં આવશે. સંતોષ ગંગવાર પ્રોટેમ સ્પીકર રહેશે જે નવા સાંસદોને શપથ અપાવશે. તેઓ બરેલેથી 8મીવાર લોકસભા પહોંચ્યા છે.  
 
2014ની લોકસભામાં મંત્રી પરિષદ આ પ્રમાણે હતુ 
 
અમિત શાહ - રાષ્ટ્રીય અધ્યક્ષ 
રાજનાથ સિંહ - કેન્દ્રીય ગૃહ મંત્રી 
નિતિન ગડકરી - માર્ગ પરિવાહન મંત્રી 
પીયુષ ગોયલ - રેલ મંત્રી અને જેટલીના સ્થાન પર નાણાકીય મંત્રી 
નિર્મલા સીતારમણ - પહેલી મહિલા રક્ષા મંત્રી 
સુરેશ પ્રભુ - નાગરિક ઉડ્ડયન મંત્રી 
રવિશંકર પ્રસાદ - કાયદા મંત્રી 
વીકે સિંહ - વિદેશ રાજ્ય મંત્રી 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments