Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Health Day- માત્ર આ 5 વાતની કાળજી રાખી તમે સ્વાસ્થયને સ્વસ્થ રાખી શકો છો..

Webdunia
બુધવાર, 6 એપ્રિલ 2022 (09:11 IST)
World Health Day- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.World Health Day
 
આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...
 
સંતુલિત આહાર - વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.
 
વ્યાયામ અપનાવો - આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.
 
સમયસર તપાસ કરાવો - બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.
 
તણાવમુક્તિ - તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.
 
પૂરતી ઊંઘ - તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો.
 
જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments