Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL Auction 2022: ઑકશનર હ્યુ એડમીડ્સ સ્ટેજ પર બેહોશ થઈને પડ્યા, ઓક્શન રોકાયુ

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (14:46 IST)
બેંગ્લોરમાં ચાલી રહેલી IPL 2022 મેગા ઓક્શનના હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે હરાજી દરમિયાન જ બેહોશ થઈ ગયો હતો અને સ્ટેજ પરથી પણ પડી ગયો હતો.
 
હ્યુજ એડમ્સ શ્રીલંકાના ઓલરાઉન્ડર વનેન્દુ હસરાંગાને બોલી લગાવી રહ્યો હતો પરંતુ તે અચાનક પડી ગયો. એડમ્સની તબિયત બગડતાં હરાજી રદ કરવામાં આવી હતી.
 
હ્યુજ એડમ્સ વિશ્વના અગ્રણી ઓક્શન ઓપરેટરોમાંના એક છે. તે વર્ષ 2019થી આઈપીએલની હરાજી કરી રહ્યો છે. તેણે 3 વર્ષ પહેલા રિચર્ડ મેડલીનું સ્થાન લીધું હતું.
 
હ્યુજ એડમ્સ 60 વર્ષના છે અને તેણે વિશ્વભરમાં 2700 થી વધુ હરાજી કરી છે. એડમિડ્સ દ્વારા વર્ષ 1984માં પ્રથમ હરાજી હાથ ધરવામાં આવી હતી.
 
હ્યુજ એડમિડ્સે બ્રિટિશ ઓક્શન હાઉસમાં કામ કર્યું છે અને ત્યાં 3 લાખથી વધુ વસ્તુઓની હરાજી થઈ છે. એટલું જ નહીં તે લંડનમાં યોજાયેલી નેલ્સન મંડેલા ગાલાની હરાજી કરનાર પણ હતો


કોણ છે IPLના હરાજીકર્તા હ્યુજ એડમિડ્સ 
 
-  2008માં આઈપીએલની શરૂઆતથી લઈને 2018 સુધી આ ટી20 લીગની હરાજીની જવાબદારી રિચર્ડ મેડલીએ નિભાવી હતી.
- 2019થી આ ભૂમિકા નિભાવી રહ્યા છે બ્રિટનના હ્યુજ એડમિડ્સ. હ્યુજ એડમિડ્સ ઈન્ટરનેશનલ ફાઈન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી ઑક્શનર રહ્યા છે.
-  એક પ્રોફેશનલ ઑક્શનર તરીકે તેઓ અત્યારસુધીમાં 2.7 અબજ પાઉન્ડની કિંમતવાળા 3 લાખથી વધુ સામાનની હરાજી કરાવી ચૂક્યા છે.
-  પોતાની 36 વર્ષના કરિયરમાં એડમિડ્સે દુનિયાભરમાં 2500થી વધુ હરાજી કરાવી છે.
-  એડમિડ્સ ચેરિટી હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યૂયોર્ક, મુંબઈ, મોન્ટે કાર્લો, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30થી વધુ શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે.
-  એડમિડ્સ આઈપીએલની હરાજી અગાઉ પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી ચૂક્યા છે.
-  તેઓ બ્રિટનના રાજકુમારી માર્ગારેટ અને એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવી ચૂક્યા છે.
 
કોણ હોય છે IPL હરાજીકર્તા?
 
- આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ પર બોલી લગાવનારા કે હરાજી પ્રોસેસનું સંચાલન કરનારા શખસને હરાજીકર્તા કે ઑક્શનીર કહે છે.
-  હરાજીકર્તા જ હરાજી દરમિયાન દરેક ખેલાડીનું નામ, એનો રોલ, તેની બેઝ પ્રાઈસ જેવી ચીજો જણાવે છે.
-  જ્યારે ટીમો ખેલાડી પર બોલી લગાવે છે તો જેમ-જેમ ખેલાડીની કિંમત વધતી જાય છે, હરાજીકર્તા તેને એનાઉન્સ કરતા જાય છે.
-  આખરે સૌથી ઊંચી બોલી લાગવા પર હરાજીકર્તા હેમરને ડેસ્ક પર પટકીને અને સોલ્ડ કહેતા એ ખેલાડી ટીમને વેચતા, આમ હરાતી પ્રોસેસ પૂરી કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

Maharashtra Next CM: એકનાથ શિંદે બનવા માંગે છે ગૃહમંત્રી ? CM પદની રેસ વચ્ચે કરી દીધી નવી ડિમાંડ

આગળનો લેખ
Show comments