Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલીકટ્ટુ Live - હિંસક બન્યુ પ્રદર્શન, લાઠીચાર્જથી નારાજ પ્રદર્શનકારીઓએ ફૂંકી અનેક ગાડી

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2017 (14:03 IST)
- મરીનાબીચ પોલીસ સ્ટેશનને સળગાવ્યું 
- ભારે લાઠી ચાર્જઃ ૨૦ પોલીસ જવાન ઘાયલ
-પોલીસ વાહનો હડફેટે
-દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ હટાવી દેવાયા
તમિલનાડુમાં જલીકટ્ટૂને લઈને ચાલી રહેલ પ્રદર્શન ખૂબ હિંસક બની ગયુ છે. પોલીસે જલીકટ્ટૂના આયોજનની સ્થાયી સમાધાનની માંગને લઈને છેલ્લા એક અઠવાડિયાથી મરીના બીચ પર પ્રદર્શન કરી રહેલ સેંકડો પ્રદર્શનકારીઓને સોમવરે વહેલી સવરે હટાવવા શરૂ કરી દીધા. પોલીસની કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓએ માનવશૃંખલા બનાવીને પોતાનો વિરોધ બતાવ્યો છતા પણ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. આવામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. પ્રદર્શનકારી આગચંપી અને હિંસા પર ઉતરી આવ્યા. 
પોલીસના લાઠીચાર્જથી ક્રોધિત પ્રદર્શનકારીઓએ મરીના બીચ પાસે આઈસ હાઉસ પોલીસ મથક પર હુમલો કર્યો અને તેના નિકટ આગ લગાવી દીધી. આ ઉપરાંત અનેક ગાડીઓને પણ પ્રદર્શનકારીઓએ ફૂંકી નાખી. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડીને આગ ઓલવવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ. 
 
પોલીસે આ દરમિયાન મરિના બીચ જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં. લોકોને ભેગા પણ થવા દેવામાં આવતા નથી. પોલીસે મરિના બીચ પરથી કેટલાક પ્રદર્શનકારીઓને હટાવ્યાં છે. પોલીસનું આકરું વલણ જોઈને લોકોમાં ખુબ નારાજગી છે. તેમનું કહેવું છે કે તેઓ આ દેશનો જ ભાગ છે પરંતુ પોલીસ તેમની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જલ્લીકટ્ટુને લઈને રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારબાદ સરકારે એક વટહુકમ પસાર કરીને સાંઢોને કાબુમાં કરવાના આ પરંપરાગત તામિલ ખેલને રમવાની પરવાનગી આપી હતી. પરંતુ આમ છતાં પ્રદર્શનકારીઓ તેના પર કાયમી સમાધાનની માગણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વટહુકમ તો છ મહિના બાદ નકામો થઈ જશે આથી સરકારે આ મુદ્દે કાયમી કાયદો બનાવવો જોઈએ.

તમિલનાડુમાં જલીકટ્ટૂ પર લાગેલ રોક હટાવવા માટે અધ્યાદેશ લાવ્યા પછી પણ લોકોનુ પ્રદર્શન ચાલુ છે. ચેન્નઈની મરીના બીચ પર છેલ્લા 6-7 દિવસોથી લાગેલા પ્રદર્શનકારીઓને પોલીસે સોમવારે સવારે અહીથી બળજબરીપૂર્વક હટાવ્યા.  પોલીસે પહેલા તેમને પ્રદર્શન ખતમ કરવા માટે સમજાવવાની કોશિશ કરી. પન તેઓ ન માન્યા તો પોલીસને બળનો ઉપયોગ કરવોપડ્યો. લાઠીચાર્જમાં અનેક પ્રદર્શનકારી ઘાયલ થયા છે. પોલીસ કર્મચારીઓએ જ્યારે આ પ્રદર્શનકારીને હટાવી રહ્યા હતા ત્યારે તે લોકો રાષ્ટ્રગાન જન ગણ મન ગાવા લાગ્યા. લાઠીચાર્જ પછી સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. ચેન્નઈ ઉપરાંત મદુરાઈ, કોયંબતૂર અને ત્રિચીથી પણ પદર્શનકારીને બળજબરીથી હટાવાઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જના વિરોધમાં વિધાનસભામાંથી ડીએમકેએ વોકઆઉટ કર્યુ. 
ડીએમકેના નેતા સ્ટાલિને તામિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. જે બાદ આજે ડીએમકેના કાર્યકરો દ્વારા રેલ રોકો કાર્યક્રમ પણ આપવામાં આવ્યા હતા. ચેન્નઈના મામ્બલમમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ. સ્ટાલિને કર્યું હતું. ડીએમકેના કાર્યકરોએ પોલીસનું બેરિકેડિંગ તોડી રેલને અટકાવી હતી.
 
પોલીસે આ દરમિયાન મરિના બીચ જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં. લોકોને ભેગા પણ થવા દેવામાં આવતા નથી. પોલીસે મરિના બીચ પરથી કેટલાક પ્રદર્શનકારીઓને હટાવ્યાં છે. પોલીસનું આકરું વલણ જોઈને લોકોમાં ખુબ નારાજગી છે. તેમનું કહેવું છે કે તેઓ આ દેશનો જ ભાગ છે પરંતુ પોલીસ તેમની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે જલ્લીકટ્ટુને લઈને રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારબાદ સરકારે એક વટહુકમ પસાર કરીને સાંઢોને કાબુમાં કરવાના આ પરંપરાગત તામિલ ખેલને રમવાની પરવાનગી આપી હતી. પરંતુ આમ છતાં પ્રદર્શનકારીઓ તેના પર કાયમી સમાધાનની માગણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વટહુકમ તો છ મહિના બાદ નકામો થઈ જશે આથી સરકારે આ મુદ્દે કાયમી કાયદો બનાવવો જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments