Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિટાયર્ડ બ્રિગેડિયર સાવંતને શક - CDS હેલિકોપ્ટર ક્રેશ LTTE-ISIનુ ષડયંત્ર, આ પ્લાન્ડ અટેક પણ હોઈ શકે છે

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (16:23 IST)
અહીના લોકોનુ પણ LTTEને ભરપૂર સમર્થન રહ્યુ છે. આવામાં પૂરી આશંકા છે કે CDSનુ હેલીકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવેલો હુમલો છે. જેમા LTTEના સ્લીપર સેલનો સમાવેશ છે. જો આ હુમલો થયો તો તેમા ISIનુ પણ LTTE ને સમર્થન અને સહયોગ હોઈ શકે 
 
ભારતીય સેનામાં 35 વર્ષ સર્વિસ આપનારા રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે એ પણ દાવો કર્યો છે. તેમનુ માનવુ છે કે  CDS ના હેલીકોપ્ટરને નિશાન બનાવવુ LTTE ની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. LTTE ના કૈડર IED બોમ્બ પ્લાંટ કરવામાં એક્સપર્ટ છે. આ ઉપરાંત LTTE ની પાસે ભારતના સૌથી મોટા ફૌજીને મારવાનો મોટિવ પણ છે  NIA એ આ ભયાનક હેલિકોપ્ટર ક્રેશની તપાસ કરવી જોઈએ. 
 
 
હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ આ 3 કારણો હોઈ શકે છે
 
બ્રિગેડિયર સાવંત સમજાવે છે- કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ 3 કારણો હોય છે. પ્રથમ- તકનીકી ખામી, બીજી- પાઇલટની ભૂલ અને ત્રીજું- બોમ્બ પ્લાન્ટેશન અને બ્લાસ્ટિંગ. બંને પ્રથમ કેસોમાં પાયલોટ અને એર કંટ્રોલ વચ્ચે વાતચીત થાય છે. પાયલોટ મદદ માટે બોલાવે છે અને આ બધી વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ કરવામાં આવે છે. હવે બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. તેથી જો તે માત્ર અકસ્માત છે તો તેની માહિતી બહાર આવશે.
 
ત્રીજી આશંકા છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાંટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યુ હોય. આ કેસમાં પાયલોટ અને એયર કંટ્રોલ વચ્ચે કોઈ કમ્યુનિકેશન થઈ શકતુ નથી અને બધુ અચાનક થઈ જાય છે. કારણ કે આ વિસ્તાર LTTE નો ગઢ રહ્યો છે તો આ પ્રબળ આશંકા છે કે હુમલા પાછળ LTTE ના સ્લીપર સેલ હોઈ શકે છે. 
 
 
જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વીરપ્પનનો વિસ્તાર પણ છે. સાથે જ એલટીટીઈનો ગઢ પણ છે. ઉટી, કોઈમ્બતુર, મેટુપાલનનું આખું જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાવંત કહે છે, 'હું કમાન્ડો ઈસ્ટ્ર્કટર  હતો અને અમે LTTE સાથે એન્કાઉન્ટર પણ કર્યુ છે, તેથી અમે LTTEની તમામ હરકત જાણીએ છીએ. તેમની એટેક કરવાની સ્ટાઈલ બિલકુલ આ પ્રકારની છે જે રીતે આ હેલિકોપ્ટર જે રીતે ક્રેશ થયું છે
 
LTTE લાંબા સમયથી ભારત અને ભારતીય સેનાથી ખૂબ નારાજ છે. ભારતે LTTEનુ નામોનિશાન મટાવી દીધુ છેઅને જાફનાથી લઈનેતમિલનાડુ સુધી તેનું નેટવર્ક તોડી નાખ્યું. LTTEના બાકીના નેતૃત્વ સામેલ હોઈ શકે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પણ આ હુમલામાં સામેલ હોઈ શકે છે. કદાચ ISI અને LTTEએ  મળીને આ કર્યું હશે.
 
હ્યુમન બોમ્બનો ઉપયોગ LTTEએ જ શરૂ કર્યો 
 
બ્રિગેડિયર સાવંત કહે છે કે જો કોઈ એવુ માને છે કે LTTE પાસે હવે કોઈ હથિયાર, ગનપાઉડર અને ટેક્નિકલ સપોર્ટ બચ્યા નથી, તો આ તેમની ગેરસમજ છે. એલટીટીઈ પાસે હજુ પણ રાઈફલ્સથી લઈને વિસ્ફોટકો સુધી બધું જ છે. એલટીટીઈએ માનવ બોમ્બનો ઉપયોગ પણ શરૂ કર્યો. LTTE પાસે આત્મઘાતી હુમલાઓ કરવા જેવી અદ્ભુત ક્ષમતાઓ છે જેમ કે વિસ્ફોટકોથી ભરેલા વાહનને મારવા અને તેને બ્લાસ્ટ કરવા. આજે પણ તેમની પાસે વિસ્ફોટકનું ટેકનિકલ કામ કરવા માટે નિષ્ણાતો છે. શક્ય છે કે આ ઘટનામાં ટૂંકા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments