Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના શહેરો પાછળ સરકારે ખર્ચેલા રૂપિયાના આંકડા જાણો

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (14:57 IST)
ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે. વર્ષ-2009થી અમલમાં આવેલી આ યોજનામાં વર્ષ-2017-18 સુધીમાં 24 હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઇ દ્વારા શહેરો-નગરોના આંતરમાળખાકીય વિકાસ કામો સાથે આગવી ઓળખના કામો દ્વારા રાજ્યના શહેરો-નગરોના કલેવર બદલાઇ ગયા છે.શહેરના સર્વાંગી વિકાસ માટેની આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ-2009માં શરૂઆત કરવામાં આવી.

યોજનાના પ્રથમ તબક્કામાં વર્ષ-2009-2014ના પાંચ વર્ષ દરમિયાન રૂ. 7,000 કરોડ અને વર્ષ-2012-2017ના પાંચ વર્ષના બીજા તબક્કામાં બમણાંથી વધુ એટલે કે રૂ.15000 કરોડ મળી કુલ રૂ. 22 હજાર કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી હતી. એટલું જ નહીં વર્ષ-2017-18માં આ યોજના અંતર્ગત રૂ.2791.27 કરોડની બજેટ જોગવાઇ કરાઇ હતી. આમ, આ યોજના શરૂ થઇ ત્યારથી એટલે કે વર્ષ-2009થી અત્યાર સુધીમાં કુલ રૂ. 24,791.27 કરોડની બજેટ જોગવાઇ શહેરોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી હોવાનું નિયામક, નગરપાલિકાઓની કચેરીના નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.આ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરના કામો, ટ્રાફિક વ્યવસ્થા, ફલાય ઓવરબ્રીજ, આંગણવાડી વગેરે જેવા આંતરમાળખાકીય વિકાસના કામો ઉપરાંત બગીચા, સ્વીમીંગ પુલ, ટાઉનહૉલ, હેરીટેજના કામો, તળાવનો વિકાસ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વગેરે આગવી ઓળખના કામો કરવામાં આવે છે. આ સિવાય ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી દ્વારા માળખાકીય સુવિધાના કામો, નગર સેવા સદનના મકાન બાંધકામ-મરામતના કામો પણ આવરી લેવાય છે. રાજ્યની મહાનગરપાલિકામાં આ યોજના અંતર્ગત રૂ.12,334 કરોડના 11,297 કામોને વહીવટી મંજૂરી અપાઇ હતી તે સામે રૂ.10,551 કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હતી અને વિકાસના 9,588 કામો પૂર્ણ કરાયા અને 1,346 કામો પ્રગતિ હેઠળ છે.આ કામમાં સૌથી મહત્વના એવા ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓને અંદાજે રૂ.240 કરોડના ભૂગર્ભ ગટરના કામોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના આગવી ઓળખના રૂ.1,442 કરોડના 42 કામોમાંથી અમદાવાદમાં વી.એસ. મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ, ગર્લ્સ હોસ્ટેલ, યુજી હોસ્ટેલ, ગોતા-ગોધાવી કેનાલ, નર્મદા કેનાલથી કોતરપુર વોટર વર્કસ સુધીની ગ્રેવીટી લાઇન, કેબલ સ્ટેઇડ બ્રીજ, ઓડિટોરીયમ, આઉટ ડોર સ્ટેડીયમ, લેક અને ગાર્ડન ડેવલપમેન્ટ, સ્વીમીંગ પુલ, ટાઉનહોલ, રીવરફ્રન્ટ કન્વેન્શન સેન્ટર, જામનગરમાં લાખોટા કોઠા રીસ્ટોરેશન, રણમલ તળાવ વિકાસ, જોગીંગ ટ્રેક, મ્યુઝીકલ ફાઉન્ટેન, લેસર શૉ, ઉપરાંત હેરીટેજના કામોનો પણ સમાવેશ થાય છે. જેમાં જૂનાગઢ ખાતે દામોદર કુંડ વિકાસ, દિવાન ચોક, સર્કલ ચોક, મજેવડી દરવાજા, નરસિંહ મહેતાના ચોરાનો વિકાસ જેવા કામોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત આંગણવાડીના મકાનોના બાંધકામ માટે 1961 યુનિટના લક્ષ્યાંક સામે રૂ.145.75 કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી છે. જે પૈકી આંગણવાડીના બાંધકામના 1,492 કામો પૂર્ણ થયા છે અને 231 કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments