Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોનાની રસી મૂકાવવા માટે મુખ્યમંત્રીએ કરી અપીલ

Webdunia
શનિવાર, 16 જાન્યુઆરી 2021 (14:35 IST)
કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત રાજ્ય સ્તરના કોરોના વેક્સિનનની કાર્યક્રમની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન- પરેશાન થયેલ લોકો માટે આજે અમૃત સમાન વેક્સિન આવી ગઇ છે. તારીખ ૧૬મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે. 
 
પ્રથમ તબક્કામાં ગુજરાતમાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬૦૦૦થી વધુ હેલ્થકેર વર્કરોમાં કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ થયો છે ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ ૯ મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને પોતાના જીવના જોખમે રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે. કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને સાજા કરવા દિવસ-રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં  આવે છે.
 
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક રહેલો છે. જેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. 
 
અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય  લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.  
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિન લઇ શકે છે.
 
હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોષો રાખી તેને ગ્રહણ કરી પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે અથડામણ, 100 થી વધુ લોકોના મોત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

આગળનો લેખ
Show comments