Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકનો નિબંધ - મને ટીવી બનાવી દો..

Webdunia
એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થિઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે-

" જો ભગવાન તમને કાંઇ માગવાનું કહે તો તમે તેની પાસેથી શું માગશો????".

બાળકોએ તો ઉત્સાહમાં આવિને નિબંધ લખી આપ્યો. ત્યાર બાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યાં હતાં.

તેમણે પૂછ્યું," કેમ શું થયું??? કેમ રડો છો???"
શિક્ષિકાએ કહ્યું હું મારા વિદ્યાર્થિઓનાં નિબંધો તપાસું છું".
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં' "જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ".
તેમના પતિએ તે નિબંધ વાંચ્યો. તેમાં બાળકે લખ્યું હતું-

" હે ભગવાન જો તારે મને કાંઇ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન(ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વી. ની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેના માટે ઘરમાં ખાસ જગ્યા હોય છે. મારી આસપાસ મારા કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચેજ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબના તમામ સભ્યોનું હું મારા તરફ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને ધ્યાંથી જુએ અને એકચિત્તે મને સાંભળે અને કોઇ સવાલો પણ ન પૂછે અને કોઇ કામ ન ચિંધે. જ્યારે ટી.વી. બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ તે મને સાચવે. તે લોકો મન મારીને મારાથી દૂર થાય. જ્યારે પપ્પા અને મમ્મી કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી.વી. બની ગયો હોવાથી મને તેમની કંપની મળે રહે (આમ તો તે લોકો આવે અને હું કાંઇ પણ તોફાન મસ્તી કરુ કે કોઇ વસ્તુ માંગું ત્યારે મારા પર નારાજ થાય અથવા મને મારે). અને હું મારી મમ્મી જ્યારે દુ:ખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને........ અને ..... મારી સાથે રહેવા માટે મારા ભાઈ બહનો ઝગડા કરે. હું તેવા પ્રકારનાં મહત્વને અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. અને છેલ્લે મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, શાંતી અને આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું."

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ આટલું જ ઇચ્છું છું કે મને ટી.વી. બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં તેમના પતિ બોલ્યા," હે ભગવાન!!!!!!!! બિચારું બાળક!!!!! કેવા ભયાનક, નિર્દયી અને બેદરકાર માતા-પિતા છે!!!!!!!!!!!!!!!!!!!!!!!"

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા આવાજે બોલ્યાં, " આ નિબંધ આપણા જ દીકરાએ લખ્યો છે."

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments