Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology 2023 Moolank 7 - મૂલાંક 7

Webdunia
રવિવાર, 18 ડિસેમ્બર 2022 (11:22 IST)
મૂલાંક 7 - અંક જ્યોતિષ રાશિફળ 2023 
 
મૂલાંક 7  (7, 16, 25  તારીખે જન્મ લેનારા લોકો)
 
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની  7, 16, 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક 7 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 7 કેતુનુ પ્રતિનિધિત્વ કરે છે.  
મૂલાંક 7 વાળા લોકો સામાન્ય રીતે ઊંડા વિચારક અને માહિતગાર હોય છે. તેઓ જલ્દી શીખનારા લોકો હોય છે. મોટેભાગે વૈજ્ઞાનિક અને શોધ વિષ્લેષક સાથે જન્મે છે.  આ લોકો પર કડક નજર રાખે છે અને ખૂબ જ ઓછુ બોલે છે. કારણ કે તેઓ સારા ઓબ્જર્વર હોય છે. તેઓ મોટેભાગે ઈંટ્રોવર્ટ હોય છે. તેમનુ વ્યક્તિત્વ આકર્ષક હોય છે. 
 
વર્ષ 2023 મૂલાંક 7 વાળા લોકો માટે શાનદાર રહેશે. વિશેષ રૂપે જે લોકો આરોગ્ય અને અનુસધાનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને માટે વર્ષ સૌથી સારુ રહેશે. આ લોકો આ વર્ષે પોતાના બધા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. જે વિદ્યાર્થી વિદેશમા અભ્યાસ કરવા માંગે છે તેઓ પણ આ સમયે પોતાના ભાગ્યનો યોગ્ય ઉપયોગ કરી શકશે. 
 
ટૂંકમાં આ વર્ષ સારુ રહેશે. તેમને ખુદને માટે લક્ષ્ય પણ નક્કી કરવુ જોઈએ.  
 
મૂલાંક 7 વાળાના કરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
અંક જ્યોતિષ કરિયર 2023 મુજબ, આ વર્ષ 7 નંબર વાળા લોકો આર્થિક રીતે સમૃદ્ધ રહેશે. ખાસ કરીને ડોકટરો, સર્જન અથવા સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પોઝીટીવ પરિણામો જોવા મળશે. વિદેશમાં વેપાર શરૂ કરવા અથવા નિકાસ વ્યવસાય શરૂ કરવા માટે આ વર્ષ ખૂબ જ સફળ રહેશે. આ સિવાય વિશ્લેષકો માટે પણ આ વર્ષ ઘણું સારું રહેશે. આ વર્ષ તમારા માટે નામ અને કીર્તિ પણ લાવશે. જો તમે નોકરીના ક્ષેત્રમાં કામ કરો છો, તો તમે વર્ષ 2023 માં સામાન્ય વર્ષની અપેક્ષા રાખી શકો છો. કોઈપણ નિર્ણય લેતી વખતે ધીરજ રાખો અને સમજી વિચારીને જ બોલો. આ વર્ષે નોકરીમાં પ્રમોશનની ખૂબ જ સંભાવના છે.
 
મૂલાંક 7 વાળાના લવ, રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
આ વર્ષે તમે તમારા જીવનસાથી સાથે બહુ ઓછો સમય પસાર કરી શકશો. કાર્ય-જીવનમાં સંતુલન ન બનાવી શકવું તમારા માટે નિરાશાનું કારણ બની શકે છે, જે સંબંધોને પણ તોડી શકે છે. પ્રેમીઓએ તેમના જીવનસાથીને પોતાની પરિસ્થિતિ વિશે જણાવવું જોઈએ કારણ કે આમ કરવાથી તેમને ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારો સાથી તમને સાથ આપશે અને તમારી સંભાળ રાખશે. ટૂંકમાં 2023 માટે જરૂરી છે કે તમે નિરાશા ટાળવા અને વસ્તુઓને યોગ્ય દિશામાં લઈ જવા માટે કાળજીપૂર્વક આયોજન કરો.
 
મૂલાંક 7 વાળાની ફેમિલે અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી   
 
આ વર્ષે તમે ઘણી મુસાફરી કરશો અને પરિવાર સાથે ઓછો સમય પસાર કરી શકશો. વર્ષ 2023 માં તમારું સામાજિક જીવન ચોક્કસપણે સારું રહેશે. આ દરમિયાન તમારી ક્ષમતા અનુસાર દાન કરો. આ સિવાય સામાજિક પરિસ્થિતિઓમાં તમારી પ્રશંસા થશે. ટૂંકમાં વર્ષ 2023 તમારા માટે સારું છે, પરંતુ તમારે તમારા પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું પડશે.
 
મૂલાંક 7 વાળાનો અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી
 
વર્ષ 2023મા વિદ્યાર્થી સારા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. જો તમારુ લક્ષ્ય વિદેશ માં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવાનો છે તો તમે સફળ થશો. જે વિદ્યાર્થી ડોક્ટર, સર્જન, શોધ કર્તા કે વિશ્લેષકના રૂપમાં કરિયર  બનાવવા માંગે છે તો સારા પરિણામ પ્રાપ્ત કરશો બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. જો તમે પરીક્ષાની તૈયારીમાં 100 ટકા આપો છો, તો તમે નિશ્ચિત રૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થશો. તમને કોઈ સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે સફળતાની ચાવી માત્ર પોઝીટીવ દ્રષ્ટિકોણ કાયમ રાખવાનો છે. 
 
 ઉપાય 
 
સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને દર્શન કરો.
મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરતી વખતે શિવલિંગ પર દહીં ચઢાવો.
શિવલિંગ પર ચઢાવવામાં આવે તે જ દહીંથી રીંગ ફિંગર વડે ભ્રમરની વચ્ચે કપાળ પર તિલક કરો.
આ સાથે નંદી ભગવાન અને પીપળના ઝાડને પણ દહીં ચઢાવો.
 
 
શુભ રંગો - પીળો અને લાલ
લકી નંબર - 7 અને 9
શુભ દિશા - દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ
શુભ દિવસ - મંગળવાર
અશુભ રંગ - સફેદ અને કાળો
અશુભ અંકો - 2 અને 5
અશુભ દિશા - પૂર્વ અને પશ્ચિમ
અશુભ દિવસ - શનિવાર
 
**********************  
Numerology 2023 Moolank 8 - મૂલાંક 8 વાળા હોય છે આકર્ષક 
 
મૂલાંક 8 - અંકજ્યોતિષ રાશિફળ - 2023 
 
મૂલાંક 8 (8, 17, 26  તારીખે જન્મ લેનારા લોકો)
 
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે જન્મેલા લોકોની સંખ્યા 8 હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, નંબર 8 શનિનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો તેમના જીવનમાં વસ્તુઓને સંતુલિત કરવામાં ખૂબ જ સારા હોય છે. તેઓ પરિવારની કેર કરવા માટે જાણીતા છે. તેઓ બિઝનેસ ક્ષેત્રે પણ અદ્ભુત કામ કરે છે. આ લોકો અન્ય લોકો માટે અતિ આકર્ષક છે અને ઝડપથી લોકોના દિલ જીતી લે છે. તેઓ નવા લોકોને મળવાનું, નવી વાનગીઓની શોધખોળ કરવાનું પસંદ કરે છે અને સામાન્ય રીતે તેમનું હૃદય સારું હોય છે.
 
 
અંકજ્યોતિષ સ્ત્ર 2023 ની ભવિષ્યવાણી મુજબ 8 નંબર ધરાવતા લોકો જાન્યુઆરી, ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં તેમના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. ટૂંકમાં 2023 તમારા માટે ખૂબ જ સમૃદ્ધ વર્ષ રહેશે.  
 
મૂલાંક 8 વાળાના કરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
વર્ષ 2023માં તમારા કરિયર અને ફાઈનેશિયલ વિકાસમાં ઉતાર ચઢાવનુ મિશ્રણ રહેશે. કોઈપણ પ્રકારની ભાગીદારી કરતી વખતે સાવચેતી રાખો અને કોઈપણ ખોટા કોમ્યુનિકેશનને રોકવા માટે અન્ય લોકો સાથે બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. જો તમે નોકરીમાં છો, તો તમારે વર્ષ 2023 માં તમારે  નોકરી બદલશો નહીં, કારણ કે આ વર્ષ સારા અને ખરાબ બંને સમય લઈને આવશે. આ વર્ષ તમને ઘણી તકો પ્રદાન કરશે, પરંતુ તમારે તેનો ઉપયોગ જાન્યુઆરી, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જ કરવો જોઈએ.
 
મૂલાંક 8 વાળાને લવ, રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
મૂલાંક 8 વાળા લોકોએ કોઈને પ્રેમ કરવામાં સાવચેતી રાખવી જોઈએ અને અજાણ્યા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. તમારા સંબંધોમાં સાવચેત રહો અને નિરાશા અને ગેરસમજથી બચવા માટે તમારા જીવનસાથી સાથે મહત્તમ સમય પસાર કરો. જો તમે કોઈને કમિટેડ રહેવાનુ નક્કી કરો છો, તો તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. પાર્ટનરની નાની-નાની ભૂલો પર તમારે સંબંધ તોડવો જોઈએ નહીં. ટૂંકમાં પરિણીત લોકો માટે આ વર્ષ સરેરાશ રહેશે, પરંતુ તમારે એકબીજાનો આદર, કાળજી અને વિશ્વાસ કરવો જોઈએ જેથી તમારું બોન્ડ મજબૂત બની શકે.
 
મૂલાંક 8 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
 વર્ષ 2023 માં, તમે ઉર્જાવાન અનુભવ કરશો અને તમારા પરિવારની મદદથી તમારા કાર્ય અને અંગત જીવનને સરળતાથી સંતુલિત કરી શકશો. તમને તમારા પરિવાર સાથેના કોઈપણ પ્રકારના મતભેદને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે વર્ષ 2023 તમારા પારિવારિક જીવન માટે શ્રેષ્ઠ વર્ષ હશે. જો કે, તમે તમારા સામાજિક જીવનમાં ઉતાર-ચઢાવનો અનુભવ કરશો. લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે, પરંતુ તમારે લોકોના બદલાતા વર્તન પ્રત્યે ધીરજ, શાંત અને સજાગ રહેવું જોઈએ.
 
મૂલાંક 8 વાળાના અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
તમે શનિના પ્રભાવમાં છો તેથી અભ્યાસથી તમને કોઈપ્રકારની નિરાશા સાપડી શકે છે.  તમારા શૈક્ષણિક ક્ષેત્રમાં તમારું ધ્યાન અને આત્મવિશ્વાસ જાળવી રાખો. આ વર્ષના પરિણામોને લઈન ખુદને માનસિક રીતે તૈયાર રહેવા માટે અભ્યાસ સત્રો વચ્ચે બ્રેક લો તમે વિદેશમાં ભણવાનું તમારું સપનું પૂરું કરી શકશો. તમને આ વર્ષે મિત્રો ન બનાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે તેથી કોઈ પર પણ  વિશ્વાસ કરતી વખતે સાવચેત રહો. ટૂંકમાં વર્ષ 2023 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરેરાશ વર્ષ રહેશે અને આ વર્ષે તમારી સફળતા મેળવવાનો એકમાત્ર રસ્તો તમારો પોતાનો  છે. તમારી જાતને સ્વતંત્ર રાખીને બીજાઓ પર ઓછા નિર્ભર રહેવાનો આ રસ્તો છે.
 
ઉપાય 
શનિ મંદિરમાં સરસવના તેલનો દિવો (માટીનો દિવો) પ્રગટાવો 
 શિવલિંગ પર કાળા તલ ચઢાવો 
 
શુભ રંગ - આકાશી વાદળી અને લીલો
લકી નંબર - 8 અને 6
શુભ દિશા - પશ્ચિમ અને ઉત્તર
શુભ - શનિવાર અને બુધવાર
અશુભ રંગો - લાલ અને સોનું
અશુભ અંકો - 2 અને 9
ખરાબ દિશા - દક્ષિણ
અશુભ દિવસ - રવિવાર
 
**********************  
 
Numerology 2023 Moolank 9 
 
મૂલાંક 9 : અંકજ્યોતિષ રાશિફળ 2023 
 
મૂલાંક 9  (મહિનાની 9, 18, 27  તારીખે જન્મ લેનારા લોકો)
 
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની  9, 18, 27 તારીખે થયો છે તેમનો મૂલાંક 9 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 9 મંગળનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ જ્ઞાની, સારા શિક્ષાર્થી, દરેક વસ્તુ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરનારા અને ખૂબ સારા વિચાર કરનારા હોય છે. આ સારા શિક્ષક, શિક્ષણ કે વિજ્ઞાન, સંશોધન અને વિશ્લેષણ વગેરે ક્ષેત્રે સારું કામ કરે છે. આ લોકોમાં અવલોકન કરવાની ખૂબ જ સારી ક્ષમતા હોય છે. આ લોકો પોતાના રહસ્યો પોતાની પાસે જ રાખે છે. એકંદરે, વર્ષ 2023 માટે અંકશાસ્ત્રની આગાહીઓ અનુસાર, આ 9 નંબરના લોકો માટે શ્રેષ્ઠ વર્ષ રહેશે. આ સાથે સંશોધન, દવા, સર્જરીના ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકો સફળતા પ્રાપ્ત કરશે. તમને બધા દ્વારા પ્રેમ કરવામાં આવશે. જે લોકો વિદેશ પ્રવાસ કરવા માગે છે તેઓ આ વર્ષે સફળ થશે. ટૂંકમા વર્ષ 2023 તમારા માટે ભાગ્યશાળી છે.
 
મૂલાંક 9 ધરાવતા જાતકો માટે તેમની સંપત્તિ અને કરિયર વૃદ્ધિ માટે ખૂબ જ સારું રહેવાનું છે. આ વર્ષે તમે ઘણા પૈસા બચાવશો. જો તમે તમારા વ્યવસાયને લાંબા સમયથી સ્થાપિત કરવાની યોજના ઘડી રહ્યા છો, તો તમે સફળ થશો, ખાસ કરીને જેઓ આયાત-નિકાસ વ્યવસાય કરવા માગે છે. વર્ષ 2023 માં, તમે તમારા જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરી શકશો અને પોઝીટિવ પરિણામો પ્રાપ્ત કરી શકશો.  બિઝનેસમાં લોકોને સારી સફળતા મળશે.  જો કે નોકરી ક્ષેત્રના લોકોને થોડો પડકારનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરનારા લોકોને સલાહ છે કે તમે આ વર્ષે સ્થિરતા કાયમ રાખો અને તમારી નોકરી કરતા રહો. કારણ કે તમને કેટલાક સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ શકે છે. ફેબ્રુઆરી માર્ચ જુલાઈ અને નવેમ્બરમાં મોટા નિર્ણયો લેવા જોઈએ. કારણ કે આ એવા મહિના છે જે દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ આપશે. 
 
મૂલાંક 9 વાળાના લવ, રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
પ્રિયજનો અને તમારા જીવનસાથી સાથે બને તેટલો સમય વિતાવો. તમારા કામ અને જીવનમાં સંતુલન જાળવો. પ્રેમીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની અને તેમના ભાગીદારોની સારી સંભાળ રાખે. વિવાહિત લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના જીવનસાથીની શક્ય તેટલી પ્રશંસા કરે અને તેમને સાથ આપે. ટૂંકમાં જો બધું કાળજીપૂર્વક સંભાળવામાં આવે, તો કોઈ નિરાશા નહીં થાય અને 2023 માં બધું સારું થઈ જશે.
 
મૂલાંક 9 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ વિશે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
 મૂલાંક 9 વાળા તમે તમરી નોકરીને કારણે યાત્રા કરશો. અત્યાધિત વ્યસ્ત રહેશો અને બની શકે કે તમે નિરાશાનો અનુભવ કરો.  જો કે, તમને તમારા પરિવારને વિશ્વાસમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી તેઓ તમને મદદ કરી શકે. તમારા સામાજિક જીવનમાં તમને ફાયદો થશે. તમે આધ્યાત્મિકતા માટે ઘણો ઉત્સાહ બતાવશો. તમને બધા અનુકૂળ પરિણામો મળશે. જો કે, તમને તમારા પારિવારિક જીવનમાં ખૂબ જ સારું સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે.
 
મૂલાંક 9 વાળાના અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણુ સારુ રહેશે અને જો તમે સારી યોજના બનાવો છો તો મનપસંદ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થશો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારુ રહેશે.  જો તમે તમારી સારી યોજના બનાવો છો તો મનપસંદ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.  જો તમે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો તો   તમે સફળ રહેશો.  જો તમે મેડિસિન, રિસર્ચ અને સર્જરીમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમને વિશેષ ઓળખ અને પ્રમોશન મળશે. કોમ્પિટેટિવ પરીક્ષાઓ અથવા સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કેટલાક મુશ્કેલ સમયનો અનુભવ થઈ શકે છે. જો તમે જીવનમાં સારી વસ્તુઓનો અનુભવ કરવા માંગતા હોય તો તમને હંમેશા પોઝીટિવ રહેવાની સલાહ આપવામાં આવે છે.
 
ઉપાય 
તમારા તમારા કપાળ પર  અંગૂઠા વડે લાલ તિલક લગાવો.
પીપળના ઝાડની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
 
લકી રંગ  - લાલ અને સોનેરી  
શુભ અંક  - 9 અને 3 
શુભ દિશા  - દક્ષિણ અને પૂર્વ 
શુભ દિવસ - મંગળવાર અને ગુરૂવાર 
અશુભ રંગો - ઘેરો વાદળી અને લીલો
અશુભ અંક - 5 અને 8
ખરાબ દિશા - પશ્ચિમ
અશુભ દિવસ - શુક્રવાર
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Lal Kitab Rashifal 2025: ધનુ રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય અને લકી નંબર | Sagittarius 2025

1 January 2025 Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

Lal Kitab Rashifal 2025: વૃશ્ચિક 2025 નું લાલ કિતાબ અનુંસાર રાશિફળ, ઉપાય, લકી નંબર | Scorpio 2025

Lal Kitab Rashifal 2025: તુલા રાશિ 2025નુ લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Libra 2025

Lal Kitab Rashifal 2025: કન્યા રાશિ 2025નુ લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Virgo 2025

આગળનો લેખ
Show comments