Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology prediction 2022- અંક જ્યોતિષ 2022 મૂળાંક 3

Webdunia
બુધવાર, 17 નવેમ્બર 2021 (13:24 IST)
જે વ્યક્તિઓનો મૂલાંક 3 છે તેના માટે વર્ષ 2022 મિશ્ર પરિણામ લાવશે. નવી શરૂઆત કરવા માટે આ વર્ષ સારું નથી, પણ આગળની યોજનાઓ પર કામ કરવાથી વર્ષના બીજા ભાગ સુધી સારા પરિણામ મળશે. વર્ષનો પ્રથમ ભાગ તમારા માટે થોડો પડકારજનક અને ગૂંચવાયેલો રહેશે. ખાસ કરીને પ્રોફેશનલમાં મુશેક્લીઓનો સામનો કરવો પડશે. 
 
વર્ષની શરૂઆતમાં તમારે તમારા વ્યવસાય સંબંધિત નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન તમારા પર વિરોધી વિચારોનો ભાર વધારે રહેશે. તમે પરિવારના સભ્યો કે નજીકના મિત્રોની મદદ લઈ શકો છો, જેનાથી તમને ફાયદો થશે. વર્ષના મધ્યમાં તમારા વ્યવસાયમાં કેટલાક મોટા ફેરફારો થશે, ચોથા ત્રિમાસિક સુધી સ્થિતિ સામાન્ય થઈ જશે. જો કે, આ સમય દરમિયાન તમારે તમારા વિરોધીઓથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, અને તમારે તેમની વચ્ચે તમારી સ્થિતિ મજબૂત કરવા માટે સખત મહેનત કરવી પડશે. નોકરી કરતા લોકોના જીવનમાં ઉથલપાથલ ત્રીજા ત્રિમાસિક સુધી જ થવાની શક્યતા છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે.
 
આ વર્ષે વિદ્યાર્થીઓ વિષયની પસંદ કરવા થોડી મૂંઝવણમાં થઈ શકે છે. તમારામાંથી કેટલાક છાત્ર તેમના હાલના વિષયો ન સમજવાના કારણે તેને બદલી શકે છે.  પણ તમારી પસંદની કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે તમારા વિષયો પર વધારે ફોક્સ પણ  કરશો. આ સમય દરમિયાન તમને તમારા શિક્ષક અને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે. શૈક્ષણિક વિદ્યાર્થીઓ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓમાં સારો પ્રદર્શન કરશે.
 
અંકશાસ્ત્ર કુંડળી જ્યોતિષ 2022 મુજબ, પ્રેમ જીવનની ભવિષ્યવાણી કરાશે અને સિંગલ લોકો કોઈને મળી શકે છે, પરંતુ તમે આ વર્ષે લાંબા ગાળાના સંબંધ માટે ભાગ્યશાળી નથી. જે લોકો પહેલાથી જ સંબંધમાં છે અથવા પરિણીત છે તેમની વચ્ચે મતભેદ થઈ શકે છે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધ સુધી તમારો પ્રેમ અને બંને વચ્ચે સારી સમજ વધશે. માતાપિતા સાથેના સંબંધોમાં કેટલીક ગેરસમજ વધશે, અને તમને તમારા વ્યાવસાયિક જીવનમાં પણ અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
 
તમે ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં તમારી નાણાકીય શકયતાઓમાં સંતુલન જોશો અને વિત્ત દૃષ્ટિકોણથી વર્ષનો અંત સારો થશે. તમે આ વર્ષ દરમિયાન મિલકત અથવા લગ્જરી ખરીદીમાં રોકાણ કરી શકો છો.
 
આ વર્ષથી શું શીખવું?
આ વર્ષ તમને જીવન પ્રત્યે સખત અને મજબૂત બનવાનું શીખવશે. તે તમને સંવેદનશીલ અને ભાવનાત્મક ઝોનમાંથી બહાર નિકાળશે.
 
ઉપાય 
પ્રકૃતિની આસપાસ રહેવાથી અને તમારી આસપાસની સુંદર વસ્તુઓની પ્રશંસા કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ થોડી મિનિટો માટે પ્રકૃતિમાં રહેવાનો પ્રયાસ કરો.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments