Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - હાથમાંથી આ સફેદ વસ્તુઓ પડવી આર્થિક નુકશાન તરફ કરે છે ઈશારો, રાખો સાવધાની

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (00:01 IST)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણી સાથે દિવસભરમાં થનારી ઘટનાઓ જીવનમાં શુભ-અશુભ સંકેતને દર્શાવે છે. અનેકવાર કામની ભાગદોડમાં ઉતાવળમાં આપણા હાથમાંથી વસ્તુઓ પડી જાય છે.  જોકે  આપણે આ વાત પર ધ્યાન પણ આપતા નથી અને એ કાર્યને સમેટીને બીજા કામમાં લાગી જઈએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વારેઘડી તમારા હાથમાંથી વસ્તુઓ પડી રહી છે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. બીજી બાજુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવ્હ્યુ છે જેને હાથમાંથી પડવા દેવી જોઈએ નહી. નહી તો તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો આવો જાણીએ કંઈ છે એ વસ્તુઓ.. 
 
1. સફેદ તલ - અનેક ધાર્મિક કાર્યોમાં તલને વિશેષ માનવામાં આવે છે. બીજી બાજુ ભગવાનના ભોગ અને પિતરોના તર્પણમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ તલનુ હાથમાંથી પડી જવુ એ સારો સંકેત નથી અને જીવનની શુભ્રતામાં કમી આવે છે. કારણ કે માન્યતા છે કે તલમાં રહેલા તત્વો તમારા જીવનની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સહાયક હોય છે. 
 
2. દૂધ - દૂધનુ ઉકળતી વખતે વાસણની બહાર પડી જવુ કે હાથમાંથી ગરમ દૂધનો ગ્લાસ તૂટી જવો એ સ્થિતિ અનેકવાર આપણી સામે આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દૂધનુ આવુ વારેઘડીએ ઉભરાઈ જવુ કે ઢોળાય જવુ એ આર્થિક ઉન્નતિના રસ્તામાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. એટલે કે દૂધનુ આ રીતે ઢોળાવવુ  તમને આર્થિક સમસ્યાઓના આવવાનો સંકેત આપે છે. તેથી દૂધ ગરમ કરતી વખતે અને ગરમ દૂધ સર્વ કરતી વખતે સાવધ રહો. 
 
3. નારિયળ - પૂજા પાઠ અને હવન વગેરેનો ઉપયોગ કરવામાં વપરાતુ નારિયળ જેને શ્રીફળ પણ કહે છે. ધાર્મિક દ્રષ્ટિથી ખૂબ આનુ ખૂબ મહત્વ છે. ખાસ કરીને દુર્ગા માતાની પૂજામાં નારિયળનો વિશેષ રૂપથી ઉપયોગ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયળને તંત્ર-મંત્રનુ અભિન્ન અંગ પણ માનવામાં આવે છે.  તેથી હાથમાંથી નારિયળને પડવા ન દેશો. નહી તો માનવામાં આવે છે કે તમારા જીવનની સુખ સંપત્તા પર ખોટો પ્રભાવ પડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Shani Gochar 2025: વર્ષ 2025માં આ રાશિની શરૂ થશે શનિની ઢૈય્યા, જાણો શુ રહેશે પ્રભાવ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

આગળનો લેખ
Show comments