rashifal-2026

માસિક રાશિફળ જાન્યુઆરી 2021 - જાણો કેવો રહેશે જાન્યુઆરી મહિનો તમારે માટે

Webdunia
શનિવાર, 26 ડિસેમ્બર 2020 (15:23 IST)
મેષ રાશિ - પરિવારમાં મંગળ કાર્યનું આયોજન થશે, બુદ્ધિમાં નવીનતાનો જન્મ થશે. સખત મહેનતથી સફળતા મળશે, લાભકારક તકોની પ્રાપ્તિ થશે.  નવી નોકરીથી લાભ મળશે, બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સબંધીઓની અવરજવર થશે. જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે અને યાત્રાના યોગ પણ બની રહ્યા છે. 
 
વૃષભ રાશિ - માનસિક ચિંતા દૂર થશે, સ્વભાવમાં વિનમ્રતા જરૂરી છે, વ્યવસાયિક સ્થિતિ સંતોષકારક રહેશે, પ્રબળ વિરોધીઓનું દમન થશે, આળસ બેદરકારી છોડી દો, લોકઅપવાદની વિશેષ આશંકા છે. કિમતી પદાર્થોનુ ખરીદ વેચાણ ન કરો નુકશાન થશે. 
 
મિથુન રાશિ -  માન-સન્માનની પ્રાપ્તિ થશે.  રોગમુક્ત સ્ત્રી પુરુષ, સુખ લક્ષ્મીજીની કૃપા થશે. શત્રુ પરાજિત થશે, ભાગીદારી તૂટવાના યોગ બની રહ્યા છે. પિત્તજનક પીડા થઈ શકે છે. કોઈ જૂના સાથીનો વિયોગ થશે.  ચોર અને અગ્નિનો ભય રહી શકે છે, માદક દ્રવ્યોના સેવનથી સ્વાથ્ય ખરાબ થશે બાકી ધનની પ્રાપ્તિ થશે.
 
કર્ક રાશિ - ભાગ્યનો માર્ગ મોકળો થશે, મહત્વપૂર્ણ કામ પૂરા થશે, જૂના મિત્રો પાસેથી મદદ મળશે, ન્યાય અધિકારની પ્રાપ્તિ થશે. ઋણના લેવડ દેવડમાં સફળતા મળશે, સર્વત્ર આદર વધશે,ઉદર વિકારની  સંભાવના છે, પડોશીઓ સાથે ઝઘડો સંભવ છે, વ્યવસાયની સ્થિતિ સારી રહેશે.
 
સિંહ રાશિ - સેવા કાર્યોમાં અવરોધ આવશે. ધનનો લાભ ઓછો પ્રાપ્ત થશે. સ્ત્રી સાથે ઝગડો શક્ય છે. દુશ્મનોનો સામનો કરવો પડશે. સંકટનુ સમાધાન થશે યાત્રાથી લાભ મળશે. 
 
કન્યા રાશિ - કાર્ય વ્યવ્હારમાં લાભ થશે, પણ ખર્ચ પણ વધુ રહેશે.  પદની ઉન્નતિ થશે, મનોકામના પૂર્ણ થશે. સ્ત્રીની સહમતિની વિશેષ લાભ થશે. ઉદાર વિકાર અને નેત્ર વિકારથી શરીરને કષ્ટ થશે. 
 
તુલા રાશિ - કાર્ય વ્યવહારની ઉન્નતિ થશે.  પણ આવકને બદલે ખર્ચ વધુ થશે. ભાઈઓ સાથે મિલાપ થશે. શત્રુઓ નાશ થશે.  સ્ત્રી સુખમાં વૃદ્ધિ થશે. લોહી વિકાર અને પિત્ત જન્ન રોગોને શરીરને કષ્ટ થશે, યાત્રાથી લાભ થશે. 
 
વૃશ્ચિક રાશિ - વેપારમાં ઉન્નતિના યોગ છે. સફેદ વસ્તુઓના વેપારથી લાભ પ્રાપ્ત થશે. રાજસભામાં માન પદની વૃદ્ધિ થશે.  આશાઓમા સફળતા અને વૃદ્ધિ થશે, સ્ત્રી અને સંતાનનુ સુખ ઉત્તમ રહેશે. 
 
ધનુ રાશિ - વ્યવસાયિક અવરોધ દૂર થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સંતુલન પહેલા જેવુ રહેશે. પડોશીઓ સાથે વાદ  વિવાદનો ભય. સ્વાભિમાન પર આધાર પહોંચશે.  શારીરિક અસ્વસ્થતા દૂર થશે, અપયશ-કલંક દૂર થશે. 
 
મકર રાશિ - ગૃહ પરિવારમાં કોઈ આનંદ ઉત્સવનુ સુખ પ્રાપ્ત થશે, લાંબા સમયથી લંબિત કાર્યોમાં સફળતા મળશે.  સ્વજનો સાથેનો કલેશ દૂર થશે. દિનચર્યા વ્યવસ્થિત રહેશે.  દ્રવ્ય લાભ થશે. ઈષ્ટ મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આરોગ્ય અને આનંદની પ્રાપ્તિ થશે. 
 
કુંભ રાશિ - મિત્ર બંધુઓથી સહયોગ મળશે. અધુરુ કાર્ય પૂર્ણ થશે. માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. વેપારની સ્થિતિમાં સુધાર થશે. ધર્મ કર્મમાં રૂચિ રહેશે. અથિતિ સત્કાર, મનોરંજન અને ભોજનમાં ખર્ચ થશે. અગ્નિ અને ચર ભય બનશે. આ મહિને યાત્રા ન કરશો. 
 
મીન રાશિ - આ મહિને કઆર્ય વ્યવ્હારની વૃદ્ધિ થશે. ધન લાભ સાથે ખર્ચ પણ વધુ બન્યો રહેશે.  સમાજમાં માન-સન્માન વધશે.  આશાઓમાં સફળતા પ્રાપ્ત થશે. શત્રુઓ તરફથી નુકશાનની સંભાવના. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

આગળનો લેખ
Show comments