Webdunia - Bharat's app for daily news and videos

Install App

June Horoscope 2021: મેષ અને કુંભ સહિત આ રાશિને થશે લાભ, જાણો કેવો રહેશે જૂન મહિનો તમારે માટે

Webdunia
સોમવાર, 31 મે 2021 (23:03 IST)
જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 12 રાશિઓમાં દરેકની કોઈ એક રાશિ હોય છે. જૂનનો મહિનો અનેક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે જ્યારે કે કેટલીક રાશિવાળાને સતર્ક રહેવુ પડશે. જાણો જૂનમાં કંઈ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે અને પ્રમોશન મળવાના યોગ બનશે. જાણો કેવો રહેશે તમારે માટે જૂન મહિનો. 
 
1. મેષ - મેષ રાશિવાળા માટે આ મહિનો શુભ રહેવાનો છે. આ મહિને તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. શત્રુઓ પર વિજય મેળવશે.  કાર્ય-કચેરીના મામલાનો નિપટારો થઈ શકે છે. ધન લાભના યોગ બનશે. વિદ્યાર્થીઓનુ મન અભ્યાસમાંથી હટી જશે. 
 
2. વૃષભ - આ મહિનો તમારે માટે શાનદાર રહેવાનો છે.  આર્થિક મામલામાં તમે સફળતા મેળવશો. ભાગીદારીના કામમાં લાભ થઈ શકે છે. કેરિયરમાં ફેરફારની શક્યતા છે. લાબા સમયથી અટકેલા કાર્ય પુરા થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. 
 
3. મિથુન આ અઠવાડિયે તમને આર્થિક મોરચે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જૂનના મધ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ જીવન અને સંબંધો મજબૂત રહેશે. આત્મવિશ્વાસ વધશે. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો.
 
4. કર્ક - કર્ક રાશિવાલા ગુસ્સા પર કાબુ રાખે.  આ મહિનામાં માતાપિતા સાથેના સંબંધો વધુ બગડી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કામનો તણાવ આવી શકે છે. આ મહિનામાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન પીડાદાયક રહેશે.
 
5. સિંહ - આ મહિને તમારો ભાગ્યોદય થશે. આ મહિના દરમિયાન તમારી આવક વધી શકે છે. જોકે ખર્ચમાં પણ વધારો થશે. કર્જ અને માંદગી તણાવ તરફ દોરી શકે છે. આ મહિનામાં દરેક કામ સાવધાનીપૂર્વક કરો. ગુસ્સાથી બચો. 
 
6. કન્યા- આ મહિનો તમારા માટે મિશ્રિત રહેવાનો છે. સબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. આ મહિનામાં નવી વસ્તુઓ શીખવામાં રુચિ રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. રોકાણથી પહેલા મોટાની સલાહ જરૂર લો. 
 
7. તુલા .- આ મહિનો તમારા માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપારીઓને નફો થઈ શકે છે. કેરિયર માટે આ સારો સમય છે.
 
8. વૃશ્ચિક- આ મહિનામાં તમને ઘણા સારા સમાચાર મળી શકે છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. સંપત્તિ સંબંધિત તમે બાબતોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. બિનજરૂરી પૈસા ખર્ચ થઈ શકે છે.
 
9. ધનુ- કાર્યને કારણે તમારે યાત્રા કરવી પડી શકે છે. કોઈની નિકટની વ્યક્તિ સાથેના સંબંધો બગડી શકે છે. આ મહિનામાં તમને સફળતાનુ ફળ મળશે. આરોગ્યનું ધ્યાન રાખો. 
 
10. મકર- આ મહિને તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક મોરચે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.
 
11. કુંભ- નોકરી કે ધંધામાં સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર રહેશે. આર્થિક મામલામાં ધૈર્ય કાયમ રાખો. . વિદ્યાર્થીઓ માટે આ મહિનો શુભ છે
 
12. મીન - મીન રાશિના જાતકો માટે આ મહિનો પડકારોથી ભરપુર રહેશે. કરિયરમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આરોગ્યનુ ધ્યાન રાખો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

8 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશીને અચાનક ધન લાભ થવાના યોગ

7 એપ્રિલનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર રહેશે ભોલેનાથની કૃપા

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 7 એપ્રિલ થી 13 એપ્રિલ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

આગળનો લેખ
Show comments