Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનું રાશિફળ(16/09/2020) - આજે આ 5 રાશિના લોકોને થશે લાભ

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (06:28 IST)
મેષ-સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરી દે. ગણેશજી કહે છે આજે આર્થિક લાભ મળવાની ૫ણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.
                                                                                                                          
વૃષભ-આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા  છે. નાદુરસ્‍ત તબિયત આ૫ના મનને પણ ઉદાસ બનાવશે. ૫રિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા કરશે જેથી ગ્‍લાનિ થાય. મહેનતનું યોગ્‍ય વળતર નહીં મેળવો, જેથી નિરાશા અનુભવશો. આજનો દિવસ ખર્ચાળ સાબિત થાય.
 
મીથુન-સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્‍થળે ૫ર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્‍લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. ૫ત્‍ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાં૫ત્‍યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.
 
કર્ક-નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આ૫નો ઉત્‍સાહ બમણો હશે, ૫ગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ ૫રિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે
 
સિંહ-આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ કરાવશે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉ૫રી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે ક્રોધને વશમાં રાખવો જરૂરી છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.
 
કન્યા. મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવો. કારણ કે સ્‍વભાવની ઉગ્રતા કોઇ સાથે મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. હિતશત્રુઓ હવનમાં હાડકાં નાંખશે. તેથી ચેતતા રહેવું. નવા કાર્યની શરૂઆત મોકૂફ રાખજો. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ ૫ડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે.
 
તુલા-રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે ૫ર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમ‍ંત્રીત કરશો. વિજાતીય પાત્રો કે પ્રીયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે ૫રિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો..
 
વૃશ્વિક-પારિવારિક શાંતિનો માહોલ આ૫ના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય
 
ઘન-સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિષેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ ૫રેશાન કરે. કાર્યની નિષ્‍ફળતા આપની અંદર હતાશા લાવશે. ગુસ્‍સાને વશમાં રાખવાની ગણેશજીની સલાહ છે. સાહિત્‍ય લેખન કલા ૫રત્‍વે ઉંડો રસ લેશો. પ્રીયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે. વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.
 
મકર-તાજગી સ્‍ફૂર્તિના અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં ચિંતાની લાગણી રહે. પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર થતાં મનમાં ખિન્‍નતા ઉદભવે. સમયસર ભોજન અને શાંત નિદ્રાથી વંચિત રહેવું ૫ડે. સ્‍ત્રી વર્ગથી કોઇ નુકશાન થાય અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય. ધનખર્ચ અને અ૫કીર્તિથી સંભાળવાની
 
 કુંભ-આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરવાનો મોકો મળે. પ્રીયપાત્રનો સહવાસ અને દાં૫ત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.
 
મીન-નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. ૫રિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આ૫ જાળવી રાખશો મનની સ્‍વસ્‍થતા આ૫ જાળવી રાખશો .

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે હનુંમાનજીની કૃપા

15 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર રહેશે મહાલક્ષ્મીની કૃપા

Shani Gochar 2025: વર્ષ 2025માં કષ્ટોથી મુક્ત થઈ જશે આ રાશિઓ, આ લોકો પર લાગશે સાઢે સાતી

14 નાવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર લક્ષ્મીજીની રહેશે કૃપા

16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, આગામી એક મહિનામાં આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

આગળનો લેખ