Festival Posters

6 ફેબ્રુઆરી આજે 4 રાશિ પર રહેશે મેહરબાની જાણો બાકીની રાશિનો શું છે હાલ

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (00:02 IST)
મેષ (અ,લ,ઈ) :  દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
 
વૃષભ (બ,વ,ઉ) : મૂંઝવણોનો ઉકેલ મળતા રાહત અનુભવાય. મનોબળ વધારવાની જરૂર છે. આર્થિક સમસ્યાને પહોંચી વળશો. જૂની જવાબદારીઓ યથાવત રહેશે. માનસિક સ્વસ્થતા જાળવવી.
 
મિથુન (ક,છ,ઘ) :  દિવસમાં સંજોગો સુધરતા જણાય. વણઉકલ્યા પ્રશ્નો ઉકેલાય. નાણાકીય મુઝવણ દૂર થાય. અટકેલા લાભ મળે. નોકરી-ધંધામાં રાહત મળી શકે છે.
 
કર્ક (ડ,હ) : મનની ઈચ્છાઓ ફળતી જણાય તેવા સંજોગો છે. આ સમય ધીમે ધીમે અનુકુળ થતો જણાશે. આર્થિક સમસ્યાથી બહાર નીકળાશે. ઉઘરાણીના કામ પતશે. ખર્ચાઓને પહોંચી વળાશે. સ્ત્રી વર્ગને આવતીકાલનો દિવસ રાહતરૂપ બને.
 
સિંહ (મ,ટ) : તબિયત સાચવવી. માનસિક સ્વસ્થતા પણ સાચવવી. પ્રવાસ પર્યટનના યોગ છે. નાણાકીય પરિસ્થિતિ સુધરે. બપોર પછી માનસિક શાંતિ રહે. મનની મુરાદો પાર પડે તેવા સંજોગ છે. કુટુંબ તરફથી કોઈ માઠા સમાચાર મળે.
 
કન્યા (પ,ઠ,ણ) : માનસિક અશાંતિના વાદળ વિખેરાતા જણાય. લાગણી તથા આવેગોને સંયમમાં રાખવા. આવક કરતા જાવક વધે. નોકરિયાતોને સાનુકૂળ તક. પ્રગતિનો માર્ગ ખુલે.
 
તુલા (ર,ત) : બઢતી-બદલીના યોગ છે. જમીન-મકાનના પ્રશ્નો ઉકલે. સંતાનની તબિયત સાચવવી. પત્ની તરફથી અણધાર્યો લાભ મળે. વિરોધી તથા દુશ્મનોથી સાચવવું. આવક કરતા ખર્ચ વધે.
 
વૃશ્ચિક (ન,ય) : માનસિક ટેન્સન રહે. ચિંતાઓ ઉદ્વેગ જણાય. ખોટા નિર્ણય ટાળવા. ધીરજ ન ખોવાય તે જોવું. બપોર પછી કોઈ વિજાતીય તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. સંતાન તરફથી લાભ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખ‍વી.
 
ધન (ભ,ધ,ફ) : દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તરફથી આર્થિક લાભ થાય. જમીન-મકાનના કામમાં ફાયદાનો સોદો થાય. સ્થળ પરિવર્તનનો યોગ છે. વેપારી વર્ગે સાવચેતીથી ચાલવું.
 
મકર (ખ,જ) : નોકરિયાતો માટે ઉત્તમ દિવસ. ધંધામાં થોડી ઘણી મુશ્કેલી પડે. વિરોધી તથા હરીફોથી ચેતવું. સ્થળ પરિવર્તનનો યોગ છે. કોઈ નવા કાર્યમાં આગળ વધી શકાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નવીન લાભનું આયોજન થાય.
 
કુંભ (ગ,શ,સ) : માનસિક ટેન્શન જણાય. અકારણ ઉદ્વેગ તથા ચિંતા વધે. જૂની ઉઘરાણી પર ધ્યાન આપવું. ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું. નવા પ્રવાસની તક મળે તે ઝડપવી. વિદ્યાર્થી મિત્રોને આનંદના સમાચાર મળે.
 
મીન (દ,ચ,ઝ,થ) : મનની મુરાદો બહાર પાડે. માનસિક સુખ મળે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નોકરીયાત વર્ગ માટે બઢતી અથવા બદલીનો યોગ છે. સાંજ પછી રાહત. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અવિવાહિતોને વિવાહ સંબંધી વાત આગળ વધે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

New Rule From January 1st- UPI, PAN અને પગાર સંબંધિત નિયમો બે દિવસમાં બદલાશે, 1 જાન્યુઆરીથી ઘણા મોટા ફેરફારો થશે

ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત: બસે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો, 7 લોકોના મોત; ગભરાટ ફેલાયો

Delhi Airport Assault Case - એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટની નિર્દોષ બાળકોની સામે મુસાફરનું નાક તોડવાના આરોપમાં ધરપકડ

CSK ના ઓલરાઉન્ડરના નામે નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, એકલા હાથે લૂંટાવી દીધા 100 થી વધુ રન

30-31 ડિસેમ્બરે બરફવર્ષા અને વરસાદની સંભાવના છે, 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે

આગળનો લેખ
Show comments