Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાશિફળ 2018 - તમારી સેલેરીના થોડાક ભાગનો આ રીતે કરો પ્રયોગ .. ચમકી જશે નસીબ

રાશિફળ 2018 - તમારી સેલેરીના થોડાક ભાગનો આ રીતે કરો પ્રયોગ .. ચમકી જશે નસીબ
Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2017 (13:08 IST)
રાશિફળ 2018 મુજબ જોબની પ્રથમ સેલેરી દ્વારા જો તમે વિશેષ વસ્તુઓ ખરીદો છો તો સદા ખુશીઓ કાયમ રહેશે. જ્યોતિષી મુજબ બધી રાશિઓ માટે તેમની સેલેરીનો થોડોક ભાગ જો વિશેષ વસ્તુઓની પાછળ ખર્ચ કરવામાં આવે તો તેમને માટે વિશેષ લાભદાયક સાબિત થશે. 
 
રાશિફળ 2018 મુજબ જોબનુ મળવુ અને જોબનું ટકી રહેવુ  બંને જ નસીબ પર આધારિત છે. કિસ્મત જો સારી હોય તો સેલેરી સારી મળતી રહે છે નહી તો મુશ્કેલીઓ પણ આવે છે. સેલેરી આવતી રહે અને તેની સાથે ખુશીઓ પણ આવતી રહે એ માટે રાશિ મુજબ કેટલાક વિશેષ કામ કરવા જોઈએ. જાણો રાશિ મુજબના એ ઉપાય 
 
મેષ - સેલેરી મળતા તેનો થોડોક ભાગ દાન કરવામાં વાપરો. ગરીબ અને નિર્ધન વ્યક્તિઓને ખાવા પીવાની વસ્તુઓનુ દાન આપો. 
 
આવુ કરવાથી ઓફિસમાં તનાવ ઓછો થશે અને દુર્ઘટનાઓથી બચાવ થશે. 
 
વૃષભ - સેલેરી મળતા તેના થોડાક ભાગથી ફળ ખરીદો. ખાસ કરીને કેળા અને સફરજન. આ બંને ફળોને દર્દીઓમાં વહેંચો.. ગાયને 
 
ખવડાવો. આવુ કરવાથી નોકરી મળવાના અવરોધ દૂર થશે.. આરોગ્યની રક્ષા થઈ જશે. 
 
મિથુન - સેલેરી મળતા થોડાક ભાગથી વસ્ત્ર અને સૌદર્ય પ્રસાધન ખરીદો. તેને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દો. ધ્યાન રાખો કે 
 
તેમા કોઈ પણ કાળી વસ્તુ ન હોવી જોઈએ. અવુ કરવાથી તમારુ વૈવાહિક જીવન સુખદ રહેશે. સાથે જ તમને ધનની બચત પણ 
 
થઈ જશે..  
 
કર્ક - પગાર મળતા તેના થોડાક ભાગ વડે કપડા અને જોડા ખરીદો. તેને ઘરની આસપાસના કોઈ વૃદ્ધને પ્રેમ પૂર્વક આપી દો. તેનાથી તમારા કામમાં ખૂબ ઉન્નતિ થશે. સાથે જ તમારા આરોગ્ય અને આયુની રક્ષા થશે. 
 
સિહ - સેલેરીનો થોડાક ભાગથી તમે ફૂલ અને છોડ ખરીદો અને ઘરમાં કે આસપાસ લગાવો. આવુ કરવાથી તમારો તાલમેલ ઉચ્ચ 
 
પદાધિકારી સાથે ખરાબ નહી થાય. સાથે જ સંતાન પક્ષ તરફથી તમને ક્યારેય કષ્ટ નહી થાય્ 
 
કન્યા -સેલેરીનો થોડો ભાગ તમે મીઠાઈ ચોકલેટ ખરીદો. ઘરની આસપાસના લોકોમાં પ્રેમથી વહેંચો. ખાસ કરીને બાળકોની વચ્ચે. 
 
તેનાથી તમારી નોકરી વારે ઘડીએ જતી રહેવી બંધ થઈ જશે.. સાથે જ તમે દુર્ઘટનાથી બચ્યા રહેશો.  
 
તુલા - તમારી સેલેરીનો થોડોક ભાગ તમે હોસ્પિટલમાં દાન કરો. સાથે જ કોઈ બીમાર વ્યક્તિની સારવાર કરાવો. આવુ કરવાથી તમારી નોકરી કોઈપણ પ્રકારના અવરોધ વગર ચાલતી રહેશે. સાથે જ પારિવારિક જીવન પણ સુખમય વીતશે. 
 
વૃશ્ચિક - સેલેરીના થોડા ભાગમાંથી તમે લોકો માટે પાણી પીવાની વ્યવસ્થા કરાવો.. એક પાક્કુ પાણીનુ સ્ત્રોત બનાવી શકો છો કે જુદા જુદા સ્થાન પર પાણીની પરબ મુકાવી શકો છો. આવુ કરવાથી તમને ધનનો ભાવ નહી રહે.. સાથે જ તમારી સંપત્તિની સમસ્યા પણ દૂર થશે. 
 
ધનુ - પગારના થોડાક ભાગથી વાંચવા લખવાનો સામાન ખરીદો. તેને બાળકોમાં વહેચો.. આવુ કરવાથી નોકરીમાં વારેઘડીએ તમને સ્થાન પરિવર્તન નહી થાય. સાથે જ તમારી સંતાન સંબંધિત સમસ્યા દૂર થશે. 
 
મકર - પગારના થોડા ભાગથી તમે ખાવા પીવાની વસ્તુઓ ખરીદો. તેને સોમવારના દિવસે ગરીબ વ્યક્તિઓમાં વહેંચી દો. તમારો ખર્ચ કાબૂમાં રહેશે.  સાથે જ તમે મનપસંદ નોકરી કરી શકશો. 
 
કુંભ - સેલેરીનો થોડો ભાગ તમે લોકોના મફત સારવાર પર ખર્ચ કરો. તમે દવાઓ પણ વહેંચી શકો છો. આવુ કરવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે. સાથે તમને ધનનો અભાવ નહી થાય. 
 
મીન - સેલેરીનો થોડા ભાગથી તમે પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરાવો. આવુ કરવાથી તમારો વ્યવશાર સદૈવ ઉત્તમ રહેશે. તમારા સહકર્મચારીઓ સાથે તમારો વિવાદ નહી થાય. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

આગળનો લેખ
Show comments