Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11-06-2018)

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (00:02 IST)

મેષ-તમને નવુ કાર્ય કરવાની પ્રેરણા મળશે.તમાર વિચારમાં સ્થીરતાનો અભાવ  રહેશે.કેટલાક મામલામાં મુશ્કેલીનો અનુભવ થાય.નોકરી તથા  વ્યવસાયમાં સ્પાર્ઘાત્મક વાતાવરણ રહેશે. લઘુ યાત્રાના સંજોગો ઉભા થાય. ભાઇ બંઘુઓ સાથે મેળ-મીલાપ બની રહેશે,તેનાથી લાભ થશે.સ્ત્રીઓએ વાણી પર સંયમ રાખવો જોઇએ.
Daily astro  -શું કહે છે આજે તમારા સિતારા

ટેરો કાર્ડ Tarot card 
વૃષભ-મનનું ડામાડોળ વલણ મહત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાક૫ટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. ૫રિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

 મીથુન-આજનો દિવસ તાજગી અને સ્‍ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રાલંકાર અને મિત્રો સ્‍વજનોની સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં ૫સાર થાય. દાં૫ત્‍યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આર્થિક લાભ અને આયોજનો માટે અનુકુળ દિવસ છે. ખર્ચ વધારે થશે, તેથી તેના ૫ર સંયમ રાખવો ૫ડે. નકારાત્‍મક વિચારોને દૂર હડસેલી દેવુ.

કર્ક- ૫રિવારમાં મનદુ:ખના પ્રસગ ઉભા થાય, જેથી માનસિક બેચેની રહે. મન દ્વિધા અનુભવશે જેથી અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભી થવાની શક્યતા છે. આરોગ્‍ય પ્રત્‍યેની બેદરકારી તંદુરસ્‍તી બગાડશે. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું ૫ડશે. માનહાનિ અને ધનહાનિ થવાનો સંભવ છે.

સિંહ-આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, ૫રંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્‍યાન રાખવું ૫ડશે. સ્‍ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં માંગલિક કાર્યો થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. નોકરિયાતોને આવકના સ્‍ત્રોતમાં વધારો થશે. બહારગામ જવાનું આયોજન થાય.

કન્યા-કૃપાથી નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્‍મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્‍તી સારી રહે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.

તુલા-બૌદ્ઘિકો કે સાહિત્‍યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય ૫સાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશવસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. સંતાનોની સમસ્‍યાઓ ચિંતા ઉ૫જાવશે. એમ ગણેશજી જણાવે છે.

વૃષિક-વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો જરૂરી છે. રોજિંદા કાર્યો સિવાય નવું કામ હાથ ધરવું યોગ્‍ય નથી. બીમાર ૫ડવાના યોગ છે તેથી ખાન-પાનમાં ધ્‍યાન રાખવું. ઓચિંતો ધનલાભ થાય. આધ્‍યાત્મિક સાધના માટે સારો સમય છે. ચિંતન, મનનમાં સમય ગાળવાથી માનસિક શાંતિ સાથે ઉપાધિઓથી દૂર રહી શકશો.

 ધન-પાર્ટી, પિ‍કનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્ર ૫રિધાન આજના દિવસની વિશેષતા રહેશે. મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. વિજાતીય આકર્ષણ અનુભવશો. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. દાં૫ત્‍યજીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. જાહેર સન્‍માન અને નામના મળે. બૌદ્ઘિક, તાર્ક‍િક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળશે.

મકર- વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને ફાયદો થશે. ૫રિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. આર્થિક લાભ થાય કાનૂની આંટીઘૂંટીઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તી સારી રહેશે. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે.

કુંભ- માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડ૫થી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી ચોક્કસ નિર્ણય નહીં લઇ શકો. સંતાનોના પ્રશ્ન મુંઝવશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવો સંભવ છે. કાર્ય નિષ્‍ફળતા હતાશા આપે. આકસ્મિક ધનખર્ચ થાય. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ હોવા

મીન- આપને આજનો દિવસ સાવધાની રાખવા જણાવે છે. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ઉભો થાય માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવશે. આરોગ્‍ય બગડવાની શક્યતા રહે. માનસિક ઉદ્વેગ છે. ધન અને માનહાનિ થાય. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે.

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

અંક જ્યોતિષ 2024 - આજે આ મૂળાંકના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

Hastrekha Shastra: શું તમારા હાથમાં છે પૈસાની આ રેખા? જાણી લો તમારી આર્થિક સ્થિતિ

28 નવેમ્બરનુ રાશિફળ - આજે ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને મળશે આશિર્વાદ

Numerology 2025 - મૂળાંક 2 માટે આ વર્ષ ખુશીઓથી ભરેલુ રહેશે

27 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

આગળનો લેખ
Show comments