Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષ 2017માં જો તમને ધન જોઈતુ હોય તો રાશિ મુજબ કરો આ સહેલા ઉપાય

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (13:29 IST)
વર્ષ 2017ની શરૂઆત થવામાં હવે બસ થોડો જ સમય બચ્યો છે.  આવતુ વર્ષ તમારી માટે કેવુ રહેશે આ ભવિષ્યવાણી જાણવા માટે બધા પ્રયાસ કરી રહ્યા છે. અમે તમને બતાવી દઈએ કે આવનારો સમય કેવો હશે તેને મોટાભાગે આપણુ કર્મ જ નક્કી કરે છે.  તમે ખરાબ કરતા જાવો અને બીજાની નિંદા કરવામાં વ્યસ્ત રહેશે તો તમારો આવનારો સમય સુખદ ક્યારેય નહી થઈ શકે. તમારા સારા સમય માટે કેટલાક સારા કર્મ પણ કરવા પડશે. 
 
તો આવો અમે તમને બતાવી દઈએ કે વર્ષ 2017માં ધન મેળવવા, 2017ને સારુ બનાવવા માટે તમારે અત્યારથી જ કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ. આ ઉપાયો તમારી રાશિ મુજબ છે. 
 
વર્ષ 2017માં ધન મેળવવા માટે ઉપાય 
 
1. મેષ - દર બુધવારે તમે ગાયને નમન કરો અને ગાયને લીલી અને તાજી ઘાસ ખવડાવો. સાથે જ આ દિવસે તમે ગણપતિજી સામે લીલા દૂર્વાની 21 કૂંપળો પણ મુકવાની છે. વર્ષ 2017ને તમારે માટે ગાય અને ગણેશ ભગવાન સ્પેશ્યલ બનાવી દેશે.  તમારા આ કાર્યના શુભ પરિણામ તમને જલ્દી મળવા માંડશે. 
 
2 વૃષ -  
 
દર શુક્રવારે તમે ગરીબ અને જરૂરિયાત લોકોને સફેદ વસ્તુનુ દાન કરો સથે જ વિશેષ રૂપે શુક્રવારે તમે કોઈ આંધળી વ્યક્તિને 1 વાડકી ખીર ખવડાવો. તમારુ આગામી વર્ષ તમને લાભ જ લાભ આપશે. માતા લક્ષ્મીજીનુ પૂજન પણ શુક્રવારે જરૂર કરો.  
 
3. મિથુન - મિથુન રાશિના લોકો માટે આગામી વર્ષ થોડુ વધુ કષ્ટકારી બની શકે છે. તેથી તમારે દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ઘી નો દીવો પ્રગટાવવો શરૂ કરી દેવો જોઈએ. સાથે જ દરરોજ તમારે ઓછામાં ઓછા 5 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવો પડશે. સારુ રહેશે કે કોઈ ગરીબ અને હનુમાન ભક્તને કોઈ મોટા હનુમાન મંદિર સુધી તમારા ખર્ચે લઈ જાવ. 
 
4. કર્ક - દર સોમવારે દાન કરો. સાથે જ કર્ક રાશિના જાતકે કોઈ સિદ્ધ મંદિરમાં શિવનો અભિષેક કરવો જોઈએ.  સાથે જ દરરોજ ઓછામાં ઓછા 108 વાર મહામૃત્યુન્જયં મંત્રનો જાપ કરતા રહો. 
 
5. સિંહ - સિંહ રાશિના જાતકોનો જો બૃહસ્પતિ શક્તિશાળી બની રહેશે તો વર્ષ 2017 તમને કરોડપતિ પણ બનાવી શકે છે. સારુ રહેશે કે તમે અત્યારથી જ રોજ ભગવાન સૂર્યને સવાર સવારે સ્નાન કર્યા પછી અર્ક આપો અને સાથે જ ગુરૂવારે પીળી વસ્તુનુ દાન કરો. 
 
6. કન્યા - કન્યા રાશિવાળા જો વર્ષ 2017માં ખુદને સર્વોત્તમ બનાવવા માંગે છે તો તેમણે ભગવાન રામની પૂજા અને રામ નામનો જાપ કરવો શરૂ કરી દેવો જોઈએ. આગામી સમયમાં તમારો અહંકાર વધવાની શક્યતા છે. જે તમને પતન તરફ લઈ જશે. સારુ રહેશે કે તમે રામાયણનો રોજ પાઠ કરો. 
 
 
7. તુલા - શનિવારના દિવસે તમે શનિ ભગવાન ઉપર તેલનો અભિષેક કરો. સાથે જ શનિવારે કાળી વસ્તુઓનુ દાન કરો. સારુ રહેશે કે તમે તમારા શનિને યોગ્ય કરી લો.  શનિ ચાલી વાંચવુ પણ તમારે માટે સર્વોત્તમ રહેશે. 
 
8. વૃશ્ચિક - તમને જો વર્ષ 2017માં ધન અને સ્વાસ્થ્યનો લાભ પ્રાપ્ત કરવો હોય તો તમે તમારા મંગળને શક્તિ પ્રદાન કરો. માસ મદિરા અને પારકી સ્ત્રીથી દૂર રહો. સાથે જ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં ઘી નો દીવો જરૂર પ્રગટાવો. 
ૐ હનુમતે નમ: નો જાપ રોજ ઓછામાં ઓછો 108 વાર કરો. 
 
9. ધનુ - ભગવાન કૃષ્ણના કળયુગી રૂપની પૂજા કરવી તમારે માટે અતિ શુભ રહેશે. બાબા ખાટૂ શ્યામની પૂજા તમારા વર્ષ 2107માં ધન સાથે બધા પ્રકારના સુખ પ્રાપ્ત કરાવી શકે છે. તમે ખાટૂ શ્યામજીની પૂજા કરો અને તેમના મંદિરમાં જરૂર જાવ. 
 
10. મકર - જાનવરો જેવો તમારો વ્યવ્હાર તમને આગામી વર્ષે તમને દુખ આપી શકે છે.  તમે હંમેશા બીજાની પાછળ ચાલવુ પસંદ કરો છો. તમે હવે આ વર્ષે શિવ ભગવાનની પૂજા કરવી શરૂ કરી દો. ૐ નમ: શિવાય મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા 1000 વાર કરો. 
 
11. કુંભ - જો તમારે આગામી વર્ષે સુખ અને ચેનથી વીતાવવુ છે તો તમે સૌ પહેલા ગરીબોની મદદ કરવી શરૂ કરી દો. માછલીઓને દાણા નાખવા અને કીડીઓને લોટ ખવડાવો. સાથે જ ભગવાન કૃષ્ણની પૂજા કરો. આવનારો સમય તમને લાભ જ લાભ આપશે. 
 
12. મીન. આગામી સમય ઉત્તમ કરવા માટે તમારે પૂર્વ કર્મોની લેવડદેવડ કરવી પડશે. તમારી ભૂલો તમારા પતનનુ કારણ બની  રહી છે. હનુમાનની પૂજા રોજ કરો અને આ ક્રમમાં માતાનુ ધ્યાન પણ કરો. મંગળવાર અને શનિવારના દિવસે વધુ સચેત રહો.  આ બંને પૂજા તમારી આવનારો સમય સારો કરી શકે છે. 
 
 
આ છે વર્ષ 2017માં ધન મેળવવવાના ઉપાય - આ રીતે 12 રાશિઓના હિસાબથી તમે વર્ષ 2017માં ધન મેળવવા માટે ઉપાય પસંદ કરી શકો છો. ચોક્કસ રૂપે તમારે આવનારા વર્ષ 2017માં ધન મેળવવા માટેના આ ઉપાય અત્યારથી શરૂ કરવાના છે જેથી તમારો આવનારો સમય ઉત્તમ થઈ જાય. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments