Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓક્ટોબર માસિક રાશિફળ 2017 - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (16:44 IST)
મેષ - ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, અ 
 
આ મહિને સામાજીક ગતિવિધિયોમાં વૃદ્ધિ થશે. આવક કરતા ખર્ચ વધુ રહેશે. કાર્યમાં ગૂંચવણો આવશે. વાહન અને રોજગાર પ્રાપ્તિની તક આવશે.. વિદેશ યાત્રાના યોગ બનશે.  વ્યવસાયિક પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. ઈચ્છિત પદની પ્રાપ્તિ શક્ય છે. ઉત્તરાર્ધમાં સમસ્યાઓમાં વધારો થશે. આ મહિનો આપને માટે મળતાવડો રહેશે.  આ મહિનામા નવા કાર્યોની તક મળશે. લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. પારિવારિક અને કાર્યક્ષેત્રમાં તનાવ અડચનો અને પરેશાનીઓ કાયમ રહેશે.  પણ સંયમથી નિપટાવી શકો છો.. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચો. વ્યવસાય અને કારોબારમાં અનિશ્ચતતા રહેશે. આવકથી ખર્ચ વધુ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બેદરકારી ન કરો.. તમારે રાશિથી ત્રીજા ભાવમાં ગુરૂનો ગોચર યાત્રાઓ સ્થાન પરિવર્તન ઘરમાં માંગલિક કાર્યોમાં વ્યયના યોગ બનાવશે. માતાના સ્વાસ્થ્યનુ ધ્યાન આપો. ઓક્ટોબર મહિનાની 5 7, 23 અને 25 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે 
ઉપાય - રાહુનો જાપ કરાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. 

વૃષભ - ઉ ઈ એ ઓ બા બી બે બો 
 
આ મહિનામાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. પારિવારિક પરેશાનીઓમાં વૃદ્ધિ થશે સ્ત્રી વર્ગ તરફથી વાંછિત સહયોગ મળશે.. મિત્રવર્ગથી પણ અપેક્ષિત મદદ પ્રાપ્ત થશે.  રાજકીય કાર્યોમાં લાભ થશે. ભૂમિ સંબંધી ખરીદ વેચાણમાં સાવધાની રાખો. વ્યક્તિગત દ્રષ્ટિથી આ મહિનો શ્રેષ્ઠ ફળદાયક સિદ્ધ થશે. કાર્ય પ્રબંધન સર્વશ્રેષ્ઠ સ્તરનુ રહેશે. આવકમાં સામાન્ય સરેરાશ રહેશે. નવીન વ્યવસાયિક સંધિ શક્ય છે.  વ્યવસાય્ક્ક સંબંધોનો પ્રત્યક્ષ લાભ મળશે. મ આતાના સ્વાસ્થ્યને કારણે ચિંતિત રહેશો. યાત્રાઓ કષ્ટપ્રદ રહેશે.  મહિનાની શરૂઆતમાં ખૂબ મહેનત કરવી પડશે. નોકરી વ્યવસાયમાં ગૂંચવણો વધશે. ક્રોધ નએ અતિવિશ્વસથી બચો. કાર્યસ્થળ પર દગો થઈ શકે છે. વ્યર્થના વાદ-વિવાદ માનસિક કષ્ટ સરકરી ક્ષેત્રમાં પરેશાની વિરોધીઓ તરફથી નુકશાન શક્ય છે. ધન સંબંધિત કાર્ય બનશે. વિપરિત પરિસ્થિતિમાં પણ જીવનજ્ઞાપન યોગ્ય આવક સાધન બનતા રહેશે.  સ્વાસ્થ્ય થોડુ ઢીલુ અને વૃથા માનસિક તનાવ રહેશે.ધનનો ખર્ચ વધુ રહેશે. ઓક્ટોબર મહિનાની 1, 3, 13, 20 અને 21 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે. તેથી સાવધ રહો 
ઉપાય શ્રી સૂક્તનો પાઠ કરો દરેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે. ચાંદી ધારણ કરો. 


મિથુન - ક કી કૂ ઘ ડ છ કે કો હા 
 
આ મહિનો અભ્યાસ અને અધ્યયનમા રુચિ વધશે.  વેપારમાં વૃદ્ધિ થશે. રોજગારની તક ઉભી થશે. રાજકીય કાર્યોમાં લાભ મળશે. ભૌતિક સુખ સુવિદ્યાઓમાં વૃદ્ધિ થશે.  જીવનસાથીનો સહયોગ મળશે.  સંતાનને કારણે ચિંતિત રહેશો.. આવકમાં વૃદ્ધિથી ધન સંગ્રહમાં વૃદ્ધિ થશે. નાસભાગની અધિકતા રહેશે. આ મહિને અનેકવાર તમારી કાર્યક્ષમતાની પરીક્ષા થશે.  શરૂઆતમાં તનાવની સ્થિતિ પણ આવશે.  આ મહિને 5 ઓક્ટોબરથી મંગલનુ શુભ સ્થાનથી ગોચર શ્રેષ્ઠ ફળ આપશે.  નોકરી વેપારમાં ધન લાભ અને ઉન્નતિના પ્રબળ યોગ છે.  અગાઉ કરવામાં આવેલ કાર્યોનુ પરિણામ હવે મળશે.. પરાક્રમ અને તમારા ઉદ્યમ દ્વારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સંપર્ક બનશે. સુખ સુવિદ્યાના સાધનોમાં વૃદ્ધિ થશે.  પૈસા સારા મળશે. 
આત્મવિશ્વાસ બન્યો રહેશે.  નવી આકસ્મિક સૂચના લાભપ્રદ રહેશે. પણ બેદરકારી કરેલા કાર્યો પર પાણી ફેરવી શકે છે.  સજાગ રહો. પેટ સંબંધી સમસ્યાથી સાવધ રહો. ઓક્ટોબર મહિનાની  4, 5, 13, 15 અને  23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સજાગ રહો. 
ઉપાય - વૃષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો વિશેષ લાભ મળશે.  
 

કર્ક (Cancer) - હી હૂ હે હો ડા ડી ડૂ ડે ડો 
 
આ મહિનો વેપારિક કાર્યોમાં વાંછિત લાભ થશે. રાજકીય કાર્યોમાં લાભ થશે. ઉચ્ચાધિકારીઓની અનુકંપા પ્રાપ્ત થશે. પારિવારિક સહયોગ અને સાનિધ્યમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિથી દબાવ છતા તમે લક્ષ્યથી વિચલિત નહી થાવ. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. આ મહિને તમે કાર્ય સ્થાન પર કંઈક ખાસ કરી બતાવશો.. નેત્ર રોગ ઉદર રોગ સાંધાનો દુખાવો કષ્ટ આપશે.  આ મહિને ઘરમાં માંગલિક કાર્ય થશે.  વિચારેલા કાર્યોમાં સફળતા મળશે. વ્યક્તિગત વ્યવ્હાર કુશળતાનો લાભ મળશે. પારિવારિક સંબંધોમાં સુધાર થશે. આ મહિને વ્યાપાઇર્ક સોદા સમય પર પૂરા કરી શકો છો. ખાસ લોકો સાથે મુલાકાત સારી તક પ્રદાન કરી શકેછે પણ મિત્ર પર વધુ વિશ્વાસથી બચો. ઓક્ટોબર મહિનાની 1, 3, 15, 17 અને 24 તારીખ શ્રેષ્ઠ ફળ આપનારી છે. તેથી સાવધાન રહેવુ જોઈએ. 
ઉપાય - નારિયળમાં શુદ્ધ ઘી અને દળેલી ખાંડ ભરીને કીડીઓને ખવડાવો.. વ્યવસાયમાં અનુકૂળતા બનશે. 
 
સિહ - (Leo) મા મી મૂમે મો ટા ટી ટૂ ટે 
 
આ અમ્હિને ધન માન સન્માન અને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. ધાર્મિક કાર્યનુ આયોજન થશે. યાત્રાઓ શક્ય બનશે. કોઈ જૂના મામલામાં પુન: ગૂંચવણોની સ્થિતિઓ ઉત્પન્ન થશે. સામાજીક દાયિત્વની વૃદ્ધિ થશે.  સામાજીક માન સન્માન પણ વધશે.  શત્રુઓ દ્વારા બિનજરૂરી ષડયંત્ર રચવામાં આવશે. નવીન કાર્ય યોજનાઓ બનશે. ટૂંકમાં આ મહિનો અનુકૂળ જશે. આવક સારી થશે. આ મહિનાના પ્રથમ અઠવાડિયા પછી સંઘર્ષ કરવાનો છે. ખોટી ભાગદોડ રહેશે. ગુરૂનો તામરી રાશિથી એકાદશ હોવાથી સંતાન ધન અને પરાક્ર્મમાં વૃદ્ધિના યોગ છે. પણ સાક્ષી આપવાથી બચો.. તારીખ 26 પછી જમીન મકાન અને વાહન સંબંધી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. કાર્યસ્થળ અને પરિવારમાં ખોટો તનાવ અને ખર્ચ વધુ રહેશે. આ મહિનાની 15, 25, 26 અને 29 તારીખ શ્રેષ્ઠ ફળ આપનારી છે. તેથી સાવધ રહો 
ઉપાય - સૂર્યને જળમાં ગોળ અને લાલ રંગના પુષ્પ નાખીને ચઢાવો. તાંબાના સિક્કા જળમાં પ્રવાહિત કરો. 
 
કન્યા - (Virgo) ટો પા પી પૂ ષ ણ ઠ પે પો 
 
આ મહિનાની વ્યાપારિક ગતિવિધિઓમાં કમી આવશે. વેપારમાં હાનિ થઈ શકે છે. જમીન મકાન કે સંપત્તિનો લાભ મળશે. શત્રુ હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરશો.. પણ સફળ નહી રહે.  કાર્ય વ્યવસાયમાં કોઈ ષડયંત્ર પ્રત્યે સજાગ રહો. પ્રથમાર્ધમાં જ્યા ગતિરોધની અધિકતા રહેશે તો બીજી બાજુ અંતમા શાંતિ રહેશે.  સમાજમાં યશ પ્રતિષ્ઠા વધશે. તમને અત્યાધિક દોડભાગ કરવી પડશે.  આવકથી વધુ ખર્ચને કારણે માનસિક અને પારિવારિક તનાવ કાયમ રહેશે.. મનની ખિન્નતા સંબંધોમાં પરેશાનીનો સબબ બની શકે છે. આ દરમિયાન વિદેશ સંબંધી કામ કે વિદેશ યાત્રાઓના યોગ બની શકે છે. ધાર્મિક યાત્રાઓ અને ધાર્મિક કાર્યોમાં સમય વ્યતીત થશે. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. આવક કેરિયર સંબંધિત ચિંતા રહેશે. ઓક્ટોબર મહિનાની  3, 11, 13, 21 અને  23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહેવુ જોઈએ. 
 
ઉપાય - દુર્ગા સપ્તમીનો પાઠ કરો.. આ પાઠથી વિશેષ લાભ થશે. 
 

તુલા -  (Libra) રા રી રૂ રે તા તી તૂ તે 
 
આ મહિનો માનસિક અશાંતિ રહેશે.  શત્રુઓની વૃદ્ધિ અને શારીરિક કષ્ટ રહેશે. પરિવારમાં પ્રોપર્ટી સંબંધી વિવાદ ઉભો થશે. ભાગીદારીના કાર્યોમાં વિવાદ અને નુકશાનની સ્થિતિ રહેશે.  જમેને મકાનનો લાભ શક્ય છે. નવીન યોજનાઓનુ અમલીકરણ થશે. રાજનીતિથી લાભ થશે.  રાજકીય કાર્યોમાં સફળતા મળશે. ઉત્તરાર્ધમાં રોકાયેલા કાર્યો પણ બનસે.  આ મહિને આશાનુકૂલ લાભમાં કમી રહેશે.  તેનાથી માનસિક તનાવ પણ રહેશે. કાર્યસ્થળ અને પરિવારમાં ગૂચવણો આ મહિને તારીખ 17થી સ્વાસ્થ્ય સંબંધી ધ્યાન રાખો.  માથાનો દુખાવો અને આંખોમા કષ્ટની શક્યતા બની રહેશે.  ઓક્ટોબર મહિનાની 1, 9, 19, 20 અને 27 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે. તેથી સાવધ રહો
 
ઉપાય - સિદ્ધ મંત્ર ૐ હં હનુમંતે નમ: નો જાપ રોજ કરો.. લાભપ્રદ રહેશે. 
 
વૃશ્ચિક - (Scorpio) તો ના ની નૂ ને નો યા યી યૂ 
 
આ મહિને પરિવારથી વિશેષ સહયોગની પ્રાપ્તિ થશે. વ્યાપારિક લાભમાં કમી આવશે. ઉચ્ચાધિકારીઓ સાથે અથડામણની સ્થિતિ આવશે. કાયદાકીય ગૂંચવણોમાં પડવાનો ભય છે.  સામાજીક કાર્યોમાં ભાગીદારી વધશે. ભવન પ્રાપ્તિ શક્ય છે. નિકટના લોકોના વ્યવ્હારથી નિરાશા થશે. ઉત્તરાર્ધમાં પરિસ્થિતિયો તમારા પક્ષમાં રહેશે. આ મહિને તમારા કાર્ય ક્ષેત્રમાં નવા કાર્યોની તરફ તમારો રસ વધી શકે છે પરેશાનીઓ ચહ્તા નોકરી વેપાર ક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે.  પરિવારમાં મનનોટાવની સ્થિતિ બનશે.. અત્યાધિક ખર્ચ થશે. વ્યર્થની ભાગદોડથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ સ્થિતિમાં ખુદના નિર્ણય પર કાયમ રહો. લાલચથી બચો. દગો થઈ શકે છે. ધાર્મિક યાત્રાઓનો યોગ છે. ઓક્ટોબર મહિનાની  5, 7, 16, 24 અને 26 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહો. 
ઉપાય - તમે 43 દિવસ સુધી ઘઉંના લોટમાં ગોળ મિક્સ કરીને રોટલી બનાવો અને હનુમાનજીના પગમાં મુકો ગૃહ ક્લેશ નહી થાય 
 
ધનુ ( Sagittarius)- યે  યો ભ ભી ભૂ ઘા ફા ઢા ભે 
 
આ મહિને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાની સાથે સાથે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચર મળશે. ભૂમિ મકાન સંબંધી વિવાદ શક્ય છે. વાહન ચલાવવામાં સાવધાંની રાખો. કામકાજના સંબંધમાં ખૂબ ભાગદોડ રહેશે.  ધન પ્રાપ્તિમાં વૃદ્ધિ થશે. ભાગીદારી કાર્યોથી પણ લાભ થશે. ઉત્તરાર્ધમાં થોડો કષ્ટ રહેશે. વ્યક્તિગત સંબંધોમાં તમને સાવધાંની રાખવી પડશે..  ક્રોધ અને ચિંતાની અધિકતા રહેશે. ભાગદોડ પરિશ્રમ વધુ રહેશે. ખર્ચમાં સાવધાની રાખો. જો કે 17 તારીખ પછી પરેશાનીઓમાં કમી આવશે.  સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો. ધાર્મિક યાત્રાઓ થશે. મહિનાના અંતમાં વ્યવસાયના ક્ષેત્રમાં ધન લાભના અવસર મળશે. પરાક્રમમાં વૃદ્ધિ અને ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે. ઓક્ટોબર મહિનાની 10, 17, 19 અને  28 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહો. 
 
ઉપાય - પીળા કપડામાં ચણાની દાળ અને આખી હળદર બાંધીને મંદિરમાં દાન કરો સાથે જ ગાયત્રી મંત્રનો જાપ શુભપ્રદ રહેશે. 

મકર - (Capricorn) ભો જા જી ખી ખૂ ખે ખો ગ ગી 
 
આ મહિને મિત્રવર્ગનુ વાંછિત સહયોગ મળશે. જીવનસાથી અને સંતાનનુ સુખ મળશે. રાજકીય કાર્યોમાં સફળતા મળશે. ઘરેલુ કારણોથી મન ખિન્ન રહેશે. કોઈ ન્યાયાલયીય પ્રકરણથી મુક્તિ મળશે. નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ મહિનામાં સુધાર દેખાશે. નહી વિચારેલા કાર્ય સિદ્ધ થશે. આશાવાદી સફળતા મળશે. યોગ્યતા અનુભવનો લાભ મળશે. વ્યાપારિક સોદા સુખદ રહેશે. આર્થિક કાર્યોના યોગ બની શકે છે. વિશેષ પ્રયાસ કરો. તમારો પારિવારિક અને આર્થિક તનાવ વધી શકે છે. પરસ્પર લેવડ દેવડમાં સાવધ રહો. વાદવિવાદ પરસ્પર મતભેદથી બચો. વાહનમાં સાવધાની રાખો. ઓક્ટોબર મહિનાની 7, 16, 24, 26 અને 27 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહો. 
 
ઉપાય - સિદ્ધ મંત્ર ૐ હં હનુમંતે નમ: નો જાપ રોજ કરો લાભદાયક રહેશે. 
 
 
કુંભ -  ( Aquarius)  ગૂ ગે ગો સા સી સૂ સે સો દા 
 
તમે આ મહિને ખોટા કોઈ વિવાદમાં પડી શકો છો. ધાર્મિક રસ વધશે. રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે. ઉત્તરાર્ધમાં વિશિષ્ટ લાભની સ્થિતિ બનશે. પઠન કાર્યમાં રુચિ વધશે.  વ્યવસાયિક ગતિવિધિઓમાં વૃદ્ધિ થશે.  કાર્યક્ષેત્રમાં લાભની માત્રા વધશે. મિત્ર વર્ગથી લાભ થશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આ મહિનો વ્યવસાયિક ઉપલબ્ધિયોનો રહેશે.  આ મહિનો મળતાવડો રહેશ્ નાની મોટી વાતથી કામ બગડી જશે.  કોઈ પણ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો. સંયમિત રહો. પ્રયાસ કરવા પર લાભની તક મળશે.  આવક ઓછો ખર્ચ વધુ રહેશે. અત્યાધિક શ્રમ પછી જીવન જ્ઞાપન કરવાના સાધન બનશે.. નોકરી વ્યવસાયમાં ઉતાર ચઢાવના યોગ છે. સાવધાની રાખો. મોટા નિર્ણયો ઉતાવળમાં ન કરો.. લાંબી યાત્રાઓ થશે. ધાર્મિક આયોજનમાં ખર્ચના યોગ છે. આ ઓક્ટોબર મહિનાની 1, 3, 11, 13 તારીખો શ્રેષ્ઠ ફળદાયી છે. તેથી સાવધ રહો. 
 
ઉપાય - તમે આ મહિને ગણેશજીની આરાધના કરો અને ૐ ગં ગક્ણપતયે નમ મંત્રનો જાપ કરો જે વિશેષ ફળ આપશે.
 
મીન - (Pisces) દી દૂ થ ઝ દે દો ચા ચી 
 
આ મહિને વેપારમાં ઉન્નતિ પ્રિયજનો સાથે મતભેદ અને યાત્રામાં કષ્ટ રહેશે. નવીન રોજગારની પ્રાપ્તિ શક્ય છે. વિદેશ યાત્રાના યોગ છે. પ્રથમાર્થ જ્યા કષ્ટપ્રદ રહેશે તો ઉત્તરાધમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. કોઈ નિકટના મિત્ર દગો કરી શકે છે.  મનમા નિરાશાનો ભાવ રહેશે.  કોઈ વિશેષ કાર્ય માટે પ્રયાસરત રહેશો.. જેમા સફળતા પણ મળશે. લેવડ દેવડના મામલે અનેક વિવાદ પણ ઉભરીને આવી શકે છે.  સામાજીક કાર્યોમાં અવરોધ આવશે.  મહિનાની શરૂઆતમાં આર્થિક યોગ માધ્યમ છે. નોકરી વ્યવસાયમાં સામાન્ય ઉન્નતિ દેખાય છે પણ પરિશ્રઁઅ કરવાની સ્થિતિ અનુકૂળ હોઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. મહિનામાં ધાર્મિક અને માંગલિક કાર્યમાં ખર્ચ વધુ રહેશે. પરિવારન સમય આપી શકશો.  કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના સહયોગથી ઉન્નતિના વિશેષ અવસર પ્રાપ્ત થશે.  માનસિક તનાવ અને ગુપ્ત ચિંતાઓ બની રહેશે. પેટ સંબંધી બીમારીથી સાવધાની રાખો..  આ ઓક્ટોબર મહિનાની 6, 8, 18, 23 અને 24 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહો.
 
ઉપાય - દશરતકૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. શનિ પીડાથી મુક્તિ મળશે અથવા તમે નિત્ય શનિની આરાધના કરો અને નિત્ય ૐ શં શન્નૈશ્વરાય નમ નો જાપ કરો. લાભપ્રદ રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

22 December 2024 રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, મળશે ખુશીના સમાચાર

Aaj Nu Rashifal 21 December 2024: આજે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક મળશે ગુડ ન્યુઝ

Jyotish Upay: 2025 ની શરૂઆત પહેલા જ તમારી રાશી મુજબ કરી લો આ કામ, નવા વર્ષમાં વધતું રહેશે બેંક બેલેન્સ

20 December Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

આગળનો લેખ
Show comments