Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - ઘરઘથ્થું ખાદ્ય મસાલાઓનું આધિપત્ય વિવિધ ગ્રહ ઉપર પણ પડે છે

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (16:40 IST)
મસાલાના ગ્રહ પરના આધિપત્યની બાબતે મહિલા જ્યોતિષ, ગ્રાફોલોજિસ્ટ, ન્યૂમરોલોજિસ્ટ ભાવના મહેતા કહે છે કે ચોક્કસ મસાલાનું આધિપત્ય ચોક્કસ ગ્રહ પર હોય છે. તેઓ દરેક ગ્રહ પર મસાલાના આધિપત્યની બાબતે વિસ્તૃત છણાવટ કરે છે. આ જાણવાનું રસપ્રદ બની રહેશે.

(૧) ચંદ્ર: ચંદ્રની પ્રકૃતિ શીતળ છે, પરંતુ તેની ખાસિયત એ છે કે જાતકના સ્વભાવમાં ઉતાર ચડાવ આવતાં મૂડ સ્વિંગ રહે છે. એટલે આના પર મીઠા (નમક) અને ખાંડનું આધિપત્ય છે. ખારાશ અને મીઠાશ બંને સરખે ભાગે આવે છે. જીવનમાં અને રસોઈમાં સરખે ભાગે મહત્ત્વ આંકવામાં આવ્યું છે. મૂડ સ્વિંગ થતો રહેતો હોય તો વાનગીમાં મીઠું ઓછું નખાઈ જતું હોય છે.

(૨) મંગળ: આ ગ્રહનો રંગ લાલ હોવાથી ગરમ પ્રકૃતિ પરંતુ શક્તિશાળી ગ્રહ છે.

જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. લાલ મરચું, લીલું મરચું અને મરી એટલે તીખાશનો અધિપતિ છે. આ મસાલાનો વાનગી બનાવતી વખતે ઉપયોગ કરવાથી શરીરમાંની ચરબી પર નિયંત્રણ રાખી શકાય છે.

(૩) બુધ: આ ગ્રહનો રંગ લીલો છે. ગ્રહની પ્રકૃતિ શાંત હોવાથી સમાન્યરીતે જાતકની માનસિક શારીરિક શાંતિ જળવાઈ રહેતી હોય છે. લીલા અને સૂકા ધાણાં, જીરૂં, લીલી વરિયાળી, બદામ, પિસ્તા જેવાં સૂકા મેવાનું બુધ પર આધિપત્ય છે. આનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળે છે. બુદ્ધિ સતેજ થાય છે.

(૪) ગુરુ: આ ગ્રહનો મૂળ રંગ પીળો છે. જાતકની કંડલીમાં ગુરુ બળવાન હોય તો ઘણી ખરી સમસ્યાનો ઉકેલ આપમેળે આવી જતો હોય છે. ગુરુ નબળો હોય તો પોખરાજનો નંગ પહેરવો જોઈએ. એમ ન થઈ શકે તો હળદરના નાનાં ગાંઠિયાને પીળા રેશમના વસ્ત્રની અંદર રાખી પીળા દોરાથી માદળિયું સીવવું. તે ૨૪ કલાક શરીર સાથે જોડાયેલું રહેવું જોઈએ. રાતે સૂતી વખતે ઓશિકા નીચે રાખવું. ગુરુનું બળ વધારવા દર ગુરુવારે ચણાના લોટની વાનગી સવારે નાસ્તાથી માંડીને રાતે ડિનર લેતાં પહેલાં ખાવી. ગુરુવારે કંઈપણ ખાતાં પહેલાં પીળાં ચણાં ખાઈ શકાય.

સૂકા મેવામાં અંજીર, રાઈના કુરિયા, મેથી, હળદર જેવા મસાલાનો અધિપતિ ગુરુ હોવાથી તે શક્તિ પ્રદાન કરે છે.

(૫) શુક્ર: આ ચમકતો સફેદ રંગનો ગ્રહ છે. લગભગ બધા મસાલા આ ગ્રહ પર આધિપત્ય ધરાવે છે. જાતક સ્વાદરસિયો અને જુદી જુદી ચટાકેદાર વાનગી આરોગવાનો શોખીન છે. આ ગ્રહ જાતકને પ્રસિદ્ધિ અપાવે, સૌંદર્ય પ્રદાન કરે છે. આકર્ષણ પેદા કરી શકે છે. જાતકને તેના ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળે છે. દંપતીઓએ એક વાત ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે કે સંતાન થતું ન હોય તો મહિલાએ ડાયમંડ

પહેરવો નહીં. પહેલું સંતાન જન્મ્યા પછી સવા મહિના પછી ડાયમંડ પહેરી શકાય. તેમણે એક રસપ્રદ વાત કરતાં કહ્યું કે મીઠાઈ પર જરી લગાડેલી હોય છે. એનું પણ આ ગ્રહ પર આધિપત્ય હોય છે. જરીવાળી મીઠાઈ આકર્ષક લાગે છે.

(૬) શનિ: ચીકાશવાળો ગ્રહ હોવાથી તેલ નીકળે તેવાં મસાલા જેમ કે કાળાં-સફેદ તલ, શિંગ, રાઈ, બદામ, લવિંગ પર આધિપત્ય ધરાવે છે. પચવામાં ભારે હોય એવા તત્ત્વોવાળા મસાલા પર શનિનું આધિપત્ય હોય છે.

(૭) સૂર્ય: તેજસ્વી અને જાજ્વલ્યમાન ગ્રહ છે. હળદર, આંબા હળદર, મેથી, સૂકી સૂંઠ પર સૂર્યનું આધિપત્ય છે. હાડકાંની મજબૂતી માટે હળદર અને આંબા હળદરના પાઉડરનો ઉપયોગ કરીએ છીએ. આયુર્વેદની દૃષ્ટિએ હળદર, આંબા હળદર હાડકાં મજબૂત રાખે છે. ઑસ્ટિયોપોરોસિસની તકલીફ હોય તો અડધો કલક સૂર્યપ્રકાશમાં ટહેલવું જોઈએ. સૂંઠનો પાઉડર અને નવશેકું કોપરેલ મિક્સ કરીને દુ:ખતા હાડકાં પર માલિશ કર્યા પછી તડકામાં રોજ થોડીવાર બેસવાથી ફાયદો થાય છે. લીલી આંબા હળદર સાથે પીળી હળદરનો પાઉડર મિક્સ કરીને રાખો. આખા અઠવાડિયામાં લગભગ અડધો કિલો જેટલી હળદરનો ઉપયોગ કરવાથી ફાયદો જણાશે. પગના વા પર સૂંઠનું આધિપત્ય છે. વાને લીધે થતા દુખાવામાં સૂંઠનો ઉપયોગ કરવાનું સારું પડે છે. શરીરનું સમતોલપણું જળવાઈ રહે છે. વજન સપ્રમાણ રહે છે. સૂર્યપ્રકાશ લેવાથી વિટામિન ડી સીધું મળતું રહે છે. હાડકાં મજબૂત બનાવવા વિટામિન ડી મહત્ત્વનો સ્રોત છે.

(૮) કેતુ: આ મિલ્કી ગ્રીન રંગનો ગ્રહ છે. તેનો કલર ગ્રે (ભૂખરો) પણ હોઈ શકે છે. જે જાતકનો કેતુ નબળો હોય એને શારીરિક તકલીફ રહ્યા કરતી હોય છે. એટલા માટે ધાણાં, લોહતત્ત્વ ધરાવતી લીલી મેથી, તાંદળિયા, સુવાની ભાજી, ડ્રાય ફ્રૂટ્સનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. આના ઉપયોગથી શરીર સૌષ્ઠવ સુધરે છે.

(૯) રાહુ: આ ગ્રહ ક્રોધિત પણ બુદ્ધિશાળી છે. તામસી પ્રકૃતિ ધરાવે છે. એટલે જે જાતકનો રાહુ પાવરફૂલ હોય તે કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્ત્વ ધરાવે છે. તજ, લવિંગ, સૂકાં મરચાં, તમાલપત્ર, મોટી એલચી વગેરે પર આધિપત્ય ધરાવે છે. જાતકનું વ્યકિત્ત્વ ખૂબ પાવરફૂલ હોય છે, પણ તે સખત ક્રોધી હોય છે.

આ માટે બુધના ગ્રહના મંત્ર જાપ કરવા જોઈએ. જાતક પન્નાનું નંગ પહેરે તો બુદ્ધિ સતેજ થાય છે. મગજ શાંત રહે છે. જીવનમાં પ્રગતિ કરી શકે છે. તેઓ ચેતવણી આપતાં વધુમાં કહે છે કે રાહુના ગ્રહનું નંગ કુંડળી બતાવ્યા વિના પહેરવું ન જોઈએ.

વાની તકલીફ હોય તો વાનગીમાં કાંદા લસણ, સૂકાં લીલાં કાદાંનો સપ્રમાણ ઉપયોગ કરી શકાય છે.

આ બધાં મસાલા પર દરેક ગ્રહનું આધિપત્ય છે. તેઓ વધુમાં જણાવે છે કે જ્યોતિષ વિદ્યા કરતાં પણ વૈદ્યકીય દૃષ્ટિએ કુદરતી રીતે જ તેનું નિર્માણ ગ્રહોને સાનુરૂપ થયું છે. આમાં કદાચ લોકોના મત કે અભિપ્રાય અલગ અલગ પણ હોઈ શકે પરંતુ, એકંદરે થોડેઘણે અંશે એકમત થઈ જ જવાય છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments