Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે વર્ષનો અંતિમ મહિનો

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનુ રાશિ ભવિષ્ય

Webdunia
P.R
મેષ: - ટેરો કહે છે બાકી રહેલાં કામનો હિસાબ અને નવા પ્રોજેકટ્સના પ્લાનિંગમાં તમારો ડિસેમ્બર મહિનો ઘણો વ્યસ્ત જશે. નવાં લક્ષ્યો અને નવાં સમીકરણો સાથે તમે તમારું સ્થાન દ્રઢ કરશો. તમારા કામની કવોલિટી અને કવોન્ટિટી બન્નો વધશે. વેપાર અને આર્થિક બાબતોમાં ધારણા કરતાં વહેલી સ્થિરતા આવશે. રાશિ કહે છે: ઘરમાં કે સામાજિક બાબતોમાં ઉત્સાહી વલણ ધરાવશો. જોશપૂર્વક આગળ ધપતા રહેજો. સારા સંજોગો અને જિજ્ઞાસાવૃત્તિને લીધે કાર્યો પાર પાડી શકશો. મહિનાના મઘ્યમાં નવું સાહસ ખેડશો, પણ મિત્રો તમારી ગાડી ટ્રેક પરથી નીચે ન ઉતારી દે તે જોજો.

શુભ દિવસ: બુધવાર,

શુભ રંગ: રાખોડી, ભૂરો, લીલો, બદામી


P.R
વૃષભ: 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર - ટેરો કહે છે: નવા વિચારોને કારણે તમારી વ્યૂહરચનામાં પરિવર્તન આવશે. તમારી પોતાની શરતે કામ કરી શકશો. તાજેતરની ચિંતાઓ દૂર થશે. તમારી ગણતરી અને આયોજન એકદમ લક્ષ્યવેધી હશે. વેપાર અને આર્થિક બાબતોમાં સ્થિતિ સુધરશે. રાશિ કહે છે: સોદા, માહિતીની આપ-લે અને મિત્રો થકી પૈસો આવશે. મક્કમ રહી લાંબા ગાળાની યોજના બનાવો. પોતાની જાતને ઢીલી ન પડવા દેતા. તમને વૈભવી જીવન પસંદ હોય તો એમાં કશું શરમાવા જેવું નથી. લકઝરી મેળવવા તમે આનંદથી અને છૂટથી પૈસો ખર્ચશો.

શુભ દિવસ: શનિવાર,

શુભ રંગ: ધેરો ભૂરો, આછો લીલો, ચોકલેટ, જાંબુડિયો


P.R
મિથુ ન: 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર - ટેરો કહે છે: તમારા પ્રતિભાવોમાં સૂક્ષ્મ પરિવર્તન આવવા લાગશે. વ્યવસાયી ફેરફારો કરવા નક્કર પગલાં લેવાં પડશે. દિર્ઘદ્રષ્ટિને કારણે ત્વરાથી પરિણામો મળશે. વધુ પ્રગતિનો પાયો નખાશે. વેપાર અને આર્થિક બાબતોમાં અમુક બાબતો હજુ અમલમાં મુકાઈ નથી. તેને અમલમાં મૂકવામાં હવે ઢીલ ન કરો.માનવી પણ ઊડી શકે છે અને તે પણ સારામાં સારું, જો પૈસાનો પાવર અને ઊડવા માટેની મજબૂત પાંખ હોય તો. યસ, પૈસાનો વરસાદ વરસશે. આકાશને આંબવાનો અદ્ભૂત સમય છે. તમારું ઘ્યેય, લક્ષ અને સ્વપ્નો પૂરાં થશે. ગણેશજીની કૃપા છે તમારા પર.

શુભ દિવસ: ગુરુવાર,

શુભ રંગ: પીળો, પીળો, બદામી




P.R
કર્ક: 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર - જ્યોતિષ કહે છે કે કોઈ પણ બાબતમાં તટસ્થતા જાળવવાની તમારી ક્ષમતા તમને નવાં લક્ષ્યો પણ આપશે. વ્યવસાયમાં તમે તમારી શૈલીથી આગળ વધી શકશો. નવી ઓફરો સ્વીકારજો. અણધારી દિશામાંથી વિરોધનો સામનો કરવો પડે. આર્થિક બાબતોમાં નવાં રોકાણો લાભદાયી પુરવાર થશે. ડિસેમ્બર મહિનામાં ભાગીદારનો ભરપૂર ટેકો, મહેનત અને નવા નવા માર્ગ કંડારવાની લગનને લીધે તમારી કંપનીમાં તમારી પોઝિશન મજબૂત બનશે. વ્યવહાર નરમ રાખો, કારણ કે દબાણને બદલે સમજાવટથી બહેતર કામ થાય છે. ચિંતા ન કરો, જીત તમારી છે.

શુભ દિવસ: સોમવાર,

શુભ રંગ: ગ્રે, સફેદ, બદામી, ગુલાબી


P.R
સિંહ: અગાઉ કરેલી પહેલનાં હકારાત્મક પરિણામો મળશે. ઝડપથી મહત્વના મુદ્દા ઓળખી લેવાની ક્ષમતા તમારે માટે સદ્ભાવ જગાડશે. આયોજન અને માહિતીની આપ-લે તમને ટૂંકમાં લક્ષ્યના બીજા સ્તરે લઇ જશે. વેપાર અને આર્થિક બાબતોમાં ઓવરહેડમાં કાપ અને નફા પર સતત નજર રાખવી જરૂરી. મહેરબાની કરીને માનસિક તાણમાં ન આવી જતા અને રિલેક્સ થવાનો સમય ફાળવજો, નહીં તો ધીમે ધીમે કામના બોજ નીચે દટાઇ જશો. આરામદાયી પળો તમારા મનની બેટરીને ફરી રિચાર્જ કરશે. નવા પ્રોજેકટ તમારા માટે ઈનામ અને બક્ષિસ લાવશે. માર્કેટમાં તમારી સ્થિતિ મજબૂત બનશે.

શુભ દિવસ: મંગળવાર,

શુભ રંગ: બદામી, ઈંટોડિયો લાલ, ગુલાબી




P.R
કન્યા: સહેજ વધારે ફલેક્સિબલ રહેવાથી તમારા પ્રયાસને બળ મળશે. તમે હકારાત્મક મૂડમાં રહેશો તો પણ કેટલીક વ્યવસાયી ચિંતા સાથ નહીં છોડે. જોકે, એથી તમારી કામગીરીમાં સુધારો થશે. વેપાર અને આર્થિક બાબતોમાં તમે કરેલી પહેલ વધુ નક્કર સ્વરૂપ લેશે અને નફો મળવાની શરૂઆત થશે. કંપનીએ ઇચ્છયા મુજબનાં લક્ષ તમે પાર પાડશો એટલે પ્રશંસા તો થવાની જ. સ્વાભાવિક છે આને લીધે તમે વધુ આનંદિત અને ઉત્તેજિત રહેશો અને ઊંચું લક્ષ્ય કેળવશો છતાં હજુ ઘણી પરિસ્થિતિ એવી છે, જે તમારે સંભાળવાની છે. ગ્રાહકો અને કાર્ય બાબતે ઉતાવળિયો નિર્ણય ન લેશો.

શુભ દિવસ: શનિવાર,

શુભ રંગ: લીલો, ભૂરો, બદામી


P.R
તુલા: તમે દરેક કામમાં ધાર્યું પરિણામ લાવી શકશો. પરિણામે કામકાજ સંબંધી અનિશ્વિતતાઓ દૂર થશે. પ્રેરણાની કમી અનુભવો ત્યારે વિચાર આવશે કે સફળતા કે સંતોષ મળવાનો ન હોય તો સર્જનાત્મક વિચારોનો અર્થ શો છે? તમે જાતને મનાવી શકશો. વેપાર અને આર્થિક બાબતોમાં સારો મહિનો. લોન, ફંડ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન અને બેન્ક પર ઘ્યાન કેન્દ્રિત કરજો. નવા પ્રોજેકટ અને કંપનીની જરૂરિયાત પ્રમાણે તમે ધારેલું ફંડ અને નાણાં મેળવશો. ટ્રીપની તક અને નવી સ્કિમ તમારા મનોબળને પ્રોત્સાહિત કરશે. કમિંતી ચીજોનું ઘ્યાન રાખજો.

શુભ દિવસ: સોમવાર

શુભ રંગ: ગુલાબી, બદામી, ભૂરો


P.R
વૃશ્વિક: નવાં કામ, નવી જવાબદારી, નવા પડકારો સામે આવશે એટલે જુલાઈમાં તમારે સતત સતર્ક રહેવાનું છે. વ્યવસાયી સ્તરે તમારું સ્થાન મજબૂત થશે અને એય તમારી શરતે. કોઇ કામ અધૂરું મૂકવાનો સવાલ જ નથી. વેપાર અને આર્થિક બાબતોમાં તમે નક્કરપણે પ્રગતિ અનુભવી શકશો. તમારી રાશિ તમારી બઢતી અને ફાઇનાન્સિયલ વલ્ર્ડમાં નવી તકો સૂચવે છે. નવા સોદા, સારી નોકરી કે પ્રમોશનની શકયતા છે. ટ્રાવેલ થકી ઘણો નાણાકીય લાભ મેળવશો. પૈસો આવતાં જ ઘરના સભ્યોને પણ રાજી કરી શકશો.

શુભ દિવસ: શુક્રવાર

શુભ રંગ: ભૂરો, બદામી, નારંગી


P.R
ધન: નવાં પરિબળો તમારા પ્રયાસમાં નવું બળ ઉમેરશે. સમજી-વિચારીને પગલાં ભરજો કે જેથી તમારું સ્થાન ટોચ પર ટકી રહે. તમારું અનોખું તેમ જ તટસ્થ પૃથક્કરણ બીજાઓને ઉંડાણપૂર્વક જોવાની દ્રષ્ટિ આપશે. વેપાર અને આર્થિક બાબતોમાં વિસ્તરણ યોજનાઓને નક્કર રૂપ આપવાનો સારો સમય. છોકરીઓથી માંડીને વૃદ્ધાઓ સુધીની તમામ મહિલાઓ માટે જ સારો સમય છે. તમને નિકટના લોકો પાસેથી ભેટ મળશે. ઘરમાં તેમ જ ઓફિસોમાં તમારાં કામની કદર થશે. શકય છે કે પ્રમોશન થાય, પગાર વધે તથા ગમતી જગ્યાએ ટ્રાન્સફર પણ મળે. ટૂંકમાં, પૈસો મળશે, ખુશી મળશે.

શુભ દિવસ: બુધવાર,

શુભ રંગ: નેવી બ્લ્યૂ, લાલ, રાખોડી, આકાશી


P.R
મક ર: વ્યવહારુ વિચારો તમને સફળતા અને સલામતી તરફ દોરી જશે. આમ છતાં હજી ઘણા આગળ વધવાનું છે એ યાદ રહે. તમારી એકાદ ગુપ્ત આશા-અપેક્ષાને અણધાર્યું પ્રોત્સાહન મળશે. વેપાર અને આર્થિક બાબતોમાં તમે જેટલી ઝડપથી નવી ક્ષિતિજો શોધશો એટલી ઝડપથી નફાનો માર્ગ મોકળો થશે. આ ખર્ચ, માંદગી, નુકસાન, કમનસીબીનો સમય છે. તમારું અને તમારા સ્વજનોનું સ્વાસ્થ્ય સંભાળવાની ખાસ જરૂર છે. હોસ્પિટલ-માંદગી પાછળ વધુ ખર્ચ થવાની શકયતા છે. આ બધાં માટે નાણાંની જરૂર પડશે. યાદ રાખો આ સમય કંઈ કાયમ નથી રહેવાનો.

શુભ દિવસ: શુક્રવાર,

શુભ રંગ: ધેરો ભૂરો, ગુલાબી, બદામી, મોરપીચ્છ


P.R
કુંભ: નિયમિત કામને અંતિમ સ્પર્શ આપશો અને આગામી અડધા વર્ષ માટેનું આયોજન કરશો, જેથી બધી રીતે બહેતર પરિણામ મળશે. બારીકાઇથી, ભૂલ વિના સ્થિતિનું પૃથક્કરણ કરી શકશો. તમારી શકિતને વિખેરાવા નહીં દેતા. વેપાર અને આર્થિક બાબતોમાં પણ તમને અસાધારણ તક મળશે. નાણાકીય પ્રવાહ તમારી તરફેણમાં છે. નવી નવી ઉપયોગી ચીજો ખરીદશો. નાણાકીય પવન તમારી દિશામાં વહી રહ્યો છે. આ સમયનો તમારા લાભ માટે પૂરેપૂરો સદ્ઉપયોગ કરો. તમે ખુશનસીબ છો અને વધુ ખુશી મેળવવા ગણેશજીને પ્રાર્થના કરો.

શુભ દિવસ: મંગળવાર,

શુભ રંગ: લાલ, ગુલાબી, બદામી, પીચ


P.R
મીન: બાકી કામનો ઢગલો તમારી રાહ જુએ છે. સ્થિતિનો લાભ લેવાની તમારી ભૂખ આ મહિને વધશે. ખંતથી મચી પડવાથી અને લગામ તમારા હાથમાં રાખવાથી તમે ધાર્યું પરિણામ લાવી શકશો. જાહેર સંપર્ક(પીઆર) પ્રવૃત્તિ માટે આ સારો સમય છે. વેપાર અને આર્થિક બાબતોમાં સ્થિતિ હળવી થશે. તમારી કાર્યદક્ષતા અને વ્યવસાયી સૂઝ જ તમારાં લક્ષ પાર પાડવામાં આત્મવિશ્વાસ વધારશે. ઇનામ, બક્ષિસ અને માનસન્માન મેળવશો. નવા નવા ગેજેટ્સ ચલાવતા અને વાપરતા શીખશો. ઉત્તમ સમય માટે ગણેશજીનો આભાર માનો.

શુભ દિવસ: સોમવાર,

શુભ રંગ: આછો ભૂરો, ધેરો ભૂરો, ગુલાબ ી

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

17 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

16 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે હનુંમાનજીની કૃપા

15 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર રહેશે મહાલક્ષ્મીની કૃપા

Show comments