નક્ષત્રોનો રાજા પુષ્ય જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર માનવામાં આવ્યા છે. જેમા પુષ્યને નક્ષત્રોનો રાજા મનાય છે. જેનો સ્વામી શનિ અને દેવ ગુરૂ છે.
જેને કારણે રવિવાર, ગુરૂવાર અને શનિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવતા તેનુ મહત્વ અનેકગણું વધી જાય છે.
પ્રાચીન કાળથી જ જ્યોતિષ 27 નક્ષત્રોને આધારે ગણતરીઓ કરે છે. તેમાંથી દરેક નક્ષત્રની શુભાશુભ અસરો માનવજીવન પર પડે છે. નક્ષત્રોના આ ક્રમમાં આઠમા સ્થાન પર પુષ્ય નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી કોઈ પણ વસ્તુ વધારે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે, તથા પુષ્યને શુભ ફળ આપનાર નક્ષત્ર અને સ્થાયી નક્ષત્ર કહેવામાં આવે છે.
પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહે છે. આ નક્ષત્ર સપ્તાહના વારની સાથે મળીને અલગ-અલગ યોગ બનાવે છે. તેનું વિશેષ મહત્વ હોય છે. રવિવાર, ગુરૂવાર અને શનિવારે આવનારું પુષ્ય નક્ષત્ર વધારે શુભ અસર આપનારું હોય છે. ઋગ્વેદમાં તેને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદકર્તા તથા શુભ કહેવામાં આવ્યું છે.દિવાળી પહેલા આવનારું પુષ્ય નક્ષત્ર વિશેષ માનવામાં આવે છે, કારણ કે દિવાળીની ખરીદી માટે તે વિશેષ શુભ હોય છે, જેનાથી જે પણ વસ્તુઓ આ દિવસે આપ ખરીદો છો તે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.