Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસનો આક્ષેપ, કામધેનુ યુનિવર્સિટીમાં સાત જગ્યા પર ભરતી પ્રક્રિયામાં ભષ્ટ્રાચાર

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (11:07 IST)
ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા - ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટીમાં હિસાબી અધિકારી, એકાઉન્ટન્ટ, ઓડિટ ઓફિસર, નિયામક વિદ્યાર્થી કલ્યાણ, કાર્યપાલ ઈજનેર અને નાયબ કુલ સચિવની ભરતીમાં દેખીતી રીતે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે. 
 
જે ટ્રેઝરી ઓડિટના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યું છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ શાસનમાં દરેક વિભાગની જેમ ઠેર ઠેર શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. કલાર્કથી લઈને પટાવાળા – વોચમેનની ભરતીમાં પણ ગોઠવણ – ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે.
 
પારદર્શક વહિવટનો ગુલબાંગો પોકારતી ભાજપ શાસનમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર બન્યું છે ત્યારે અધ્યાપકો, વહિવટી કર્મચારીઓ, નાયબ કુલસચિવ સહિતની નિમણુંકોમાં અનિયમિતતા – ગેરરીતિ કરવામાં આવે અને ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં ઢાંકપીછોડો કરે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ શિક્ષણ જેવા વિભાગને કઈ દિશામાં લઈ જવા માંગે છે. 
 
વર્ષના અંતે કરવામાં આવતા ઓડિટમાં ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતા પર સવાલ કરતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટીમાં થયેલી ભરતી પ્રક્રિયા તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે તે સરકારની ફરજમાં આવે છે. સમગ્ર ભરતી પ્રક્રિયામાં થયેલા અનિયમિતતા સામે કોંગ્રેસપક્ષ મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ રજુઆત કરાશે. તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીમાં પણ પોતાના મળતિયાઓના ગોઠવણ માટે ભાજપ સરકારના ઈશારે સમગ્ર પસંદગી કમીટીની સ્વાયતતા નેવે મુકી સરકારની દખલગીરી સામે આવી હતી.
 
 
જગ્યાનું નામ ઉમેદવારનું નામ અનિયમીતતાની બાબત
હિસાબી અધિકારી નિરાગ જે. દવે હિસાબી અધિકારી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
ઓડિટ અધિકારી સી.પી.સોલંકી ઓડિટ અધિકારી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
ઓડિટ અધિકારી કે. એમ. પંચાલ ઓડિટ અધિકારી માટેની ઉમેદવારની ઉંમર લાયકાત કરતા વધુ છે.
નિયામક વિદ્યાર્થી કલ્યાણ ભાવિક એન. પટેલ નિયામક વિદ્યાર્થી કલ્યાણ અભ્યાસની લાયકાત પરિપૂર્ણ કરતા નથી.
કાર્યપાલક ઈજનેરશ્રી સંજય જી. ચાંદણે કાર્યપાલક ઈજનેરશ્રી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
નાયબ કુલ સચિવ મનિષ ગુપ્તા સ્ટેચ્યુટ-૧૧૬ મુજબ નાયબ કુલ સચિવની જગ્યા આપવામાં આવેલ નથી. તેમ છતાં ભરતી કરેલ છે.
વર્ગ ૧ – ૨ – ૩ સ્ટેચ્યુટની મંજુરી વગર નિમણુંક

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments