Dharma Sangrah

Krishna janmashtami 2024: જન્માષ્ટમી પર આ વખતે બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓને મળશે આશીર્વાદ

Webdunia
શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (09:24 IST)
શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ સોમવારે આ તહેવાર રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્રમાં જયંતી યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ દિવસે ચંદ્રમા પોતાની ઉચ્ચ અંશમાં વૃષભ રાશિમાં વિરાજમાન રહેશે.  આ દિવસે શનિના પોતાની રાશિમાં કેન્દ્રમાં હોવાને કારશે શશ રાજયોગ અને ગુરૂ-ચંદ્રની યુતિના કારણે ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. 26ના રોજ મંગળનો મિથુનમાં ગોચર થશે અને  બુધનો કર્કમાં ઉદય થશે. આવામાં આ 4 રાશિઓને મળશે કૃષ્ણજીનો આશીર્વાદ. 
 
 
1. મેષ રાશિ - તમને ઉપરોક્ત યોગ અને સંક્રમણથી ઓચિતો નાણાકીય લાભ મળશે. પ્રોપર્ટીમાં રોકાણની શક્યતા રહેશે. વર્ક પ્લેસમાં તમારા પ્રયત્નો સફળ થશે. જીવનસાથી સાથે સમય આનંદદાયક રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વેપાર, નોકરી અને કરિયરમાં પ્રગતિ થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
 
2. વૃષભ રાશિ  : તમને ઉપરોક્ત યોગ ને કારણે તમને માનસિક શાંતિ મળશે.   તમને તમારી હાલની ચિંતાઓમાંથી રાહત મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. નોકરીમાં પડકારો ઓછા આવશે. વેપારમાં નફો થશે. પરિવારમાં વાતાવરણ પહેલાની સરખામણીમાં સુધરશે. કોઈ પ્રવાસની શક્યતાઓ છે.
 
3, સિંહ: આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. ખાસ કરીને નોકરીમાં પ્રમોશનની તકો છે. વેપારમાં તમારા પ્રયત્નો સફળ થશે. પહેલા કરેલા રોકાણનો લાભ તમને મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.
 
4. કુંભ રાશિ : તમારે માટે ઉપરોક્ત ગ્રહ ગોચર અને યોગ શુભ ફળદાયી સાબિત થશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.  ભાગ્યનો સાથ મળશે. કામકાજમાં સકારાત્મક ફેરફાર કે પરિણામ જોવા મળશે. ઘર પરિવારમાં શુભ ઘટનાઓને કારણે તમારુ મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનમાં મનપસંદ પરિણામ પ્રાપ્ત થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments