Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2024 - જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કરો બાળગોપાલની પૂજા થશે વિશેષ લાભ

janmashtami 2023
Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2024 (12:51 IST)
Janmashtami 2024 - સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે છે. અને જન્મોત્સવ સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિ સાથે ઉજવે છે.  આ વખતે આ પાવન પર્વ હંમેશાની જેમ  બે દિવસ ઉજવાશે ગૃહસ્થો માટે  11 ઓગસ્ટનો દિવસ શુભ રહેશે અને સાધુ સંતો માટે 26 ઓગસ્ટનો દિવસ શુભ રહેશે.   જ્યોતિષ મુજબ જન્માષ્ટમીના દિવસે  તુલા, મકર અને મીન રાશિના જાતકો માતે આ દિવસે વિશેષ યોગ બની રહ્યો છે.  . 
 
 
મેષ- આ રાશિના જાતકોના લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે અને પ્રેમ સંબંધોમાં આવી રહેલી અડચણ દૂર થશે. જન્માષ્ટમીના દિવસે ગાયના દૂધથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી જાતકોને વિશેષ લાભ મળશે.
 
વૃષભ- આ રાશિના જાતકોના એશ્વર્યમાં વૃદ્ધી થશે અને ઘરમાં સુખનો વાસ થશે. જન્માષ્ટમીના દિવસે કાચી લસ્સીથી બાળ ગોપાલનો અભિષેક કરવો અને સફેદ માખણનો ભોગ ચઢાવવાથી જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
 
 
મિથુન-  આ રાશિના જાતકોની લાંબા સમયથી મનમાં ચાલી રહેલી ઇચ્છાઓ પૂર્ણ થશે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ લગાવવો અને શેરડીના રસથી અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન થશે.
 
કર્ક- આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દુર થશે. સાથે જ તમામ રોગથી મુક્તિ મળશે. જન્માષ્ટમીના દિવસે દુધમાં તુલસી નાખી ભગવાનને ભોગ લગાવવાથી કાન્હા તમામ ઇચ્છાઓ પૂર્ણ કરશે.
 
સિંહ- આ રાશિના જાતકોના લગ્નમાં આવતી સમસ્યા દૂર થશે. વૈવાહિક જીવનમાં ખુશી આવશે. સિંહ રાશીના જાતકો શ્રીકૃષ્ણના હિંચકાને જરૂરથી ઝુલાવે. 
 
કન્યા- કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના લોકો શ્રીકૃષ્ણને લડ્ડુનો ભોગ અવશ્ય ચઢાવે. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો.
 
તુલા - આ રાશિના જાતકોની ધનની સમસ્યાઓ દૂર થશે. પૈસા અને પૈસાની બધી ચિંતા દૂર થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણ અર્પણ કરો. કાચી લસ્સીથી શ્રીકૃષ્ણનો અભિષેક કરો.
 
વૃશ્ચિક- તમારા બધા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. દુશ્મનોના કાવતરાં નિષ્ફળ જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયના દૂધથી ભોગ અર્પણ કરવો જોઈએ. પંચામૃતથી અભિષેક કરો.
 
ધનુ- ધનુ રાશિના લોકોને સ્વજનો તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિચિતો સાથેની વાદ-વિવાદ સમાપ્ત થઈ શકે છે. ધનુ રાશિવાળા શ્રીકૃષ્ણને નિશ્ચિતરૂપે બેસનની બર્ફી ચઢાવો. બાળ ગોપાલને હળદરનાં દૂધથી અભિષેક કરો.
 
મકર- મકર રાશિના લોકો શિક્ષણમાં સારી કામગીરી કરશે. એકાગ્રતા વધશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ ભગવાન કૃષ્ણને હિંચકા ઝુલાવે અને ગંગાજળથી અભિષેક કરે.
 
કુંભ- કુંભ રાશિના લોકોના તમામ અવરોધો દૂર થશે. ઘરમાં ખુશીઓ રહેશે. ઘરના સભ્યો ભાગ્યશાળી રહેશે. કુંભ રાશિના જાતકોએ શુદ્ધ દેશી ઘીની મીઠાઇ સાથે દ્વારિકાધીશને ભોગ ચઢાવવો જોઇએ.
 
મીન- મીન રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના લોકો બેસનની બર્ફી સાથે શ્રીકૃષ્ણને ભોગ ચઢાવે અને કેસરના દૂધથી અભિષેક કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments