rashifal-2026

દ્બારકામાં અહીં ચોખા દાન કરવાથી જન્મો જનમ સુધી ગરીબી રહેશે દૂર, અહીં હતું શ્રીકૃષ્ણું ભવન

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (12:37 IST)
દ્વારકા કહેતા સામાન્ય રીતે તેને દ્વારકા સમજે છે જ્યાં ગોમતી નદીના કાંઠે ભગવાન દ્વારકાધીશજીનો મંદિર છે. પણ ઓછા લોકો જ જાણે છે કે દ્વારકાને ત્રણ ભાગમાં વહેચાયું છે. મૂળ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા. 
ALSO READ: જન્માષ્ટમી 2018- રાધારાણીના પ્રેમની નિશાની છે કૃષ્ણના મુકુટનો મોરપંખ
મૂળ દ્વારકાને સુદામાપુરી પણ કહેવાય છે. અહીં સુદામાજીનો ઘર હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. ગોમતી દ્વારકા એ સ્થાન છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ રાજ કરતા હતા અને બેટ દ્વારકા તે સ્થાન છે જ્યાં ભગવાનનો નિવાસ સ્થાન હતું. આ સ્થાનનો નામ ભેંટ દ્વારકા જેને ગુજરાતીમાં બેટ દ્વારકા કહે છે કેવી રીતે થયું તેની રોચક કથા છે. 
ALSO READ: આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી
તેથી આ દ્વારકાને કહે છે બેટ અને ભેટ દ્વારકા 
ભેંટનો અર્થ મળવું અને ઉપહાર પણ હોય છે. આ નગરીનો નામ આ બે વાતના કારણે ભેંટ પડ્યું. એવી માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન શ્રીકૃષ્ણ તેમના મિત્ર સુદામાથી ભેંત થઈ હતી. ગોમતી દ્વારકાથી આ સ્થાન 35 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની મૂર્તિઓની પૂજા હોય છે. માન્યતા છે કે દ્વારકા યાત્રાનો પૂરો ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે ભેંટ દ્વારકાની યાત્રા કરો છો. 
 
ALSO READ: મહાભારતના યુદ્ધમાં લાખો સૈનિકો માટે કોણ અને કેવી રીતે ભોજન કરાવતા હતાં?તેથી ભેટ દ્વારકામાં ચોખા દાનની પરંપરા 
માન્યતા છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહલ અહીંયા જ હતું. દ્વારકાના ન્યાયધીશ ભગવાન કૃષ્ણ જ હતા. માનવું છે કે આજે પણ દ્વારકા નગરી તેની ક્સ્ટડીમાં જ છે. તેથી ભગવાન કૃષ્ણને અહીં ભકતગણ દ્બારકાધીશના નામથી પોકારે છે. માન્યતા છે કે સુદામા જી જ્યારે મિત્રથી ભેંટ કરવા અહીં આવ્યા હતા તો એક 
નાની પોટલીમાં ચોખા પણ લાવ્યા હતા. તે ચોખાને ખાઈને ભગવાન કૃષ્ણએ તેમના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી. તેથી અહીં આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચોખા દાન કરવાથી ભકત ઘણા જન્મો સુધી ગરીબ નહી હોય છે. 
મંદિરની મૂર્તિની આ છે ખાસ વાત 
અહીંના પૂજારી જણાવે છે કે એક વાર સંપૂર્ણ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી, પણ ભેંટ દ્વારકા બચી રહી દ્વારકાના આ ભાગ એક ટાપૂના રૂપમાં રહે છે. મંદિરનો તેમનો અન્ન ક્ષેત્ર પણ છે. અહીં મંદિરના નિર્માણ 500 વર્ષ પહેલા મહાપ્રભુ સંત વલ્લાભાચાર્તએ કરાવ્યું હતું. મંદિરમાં ભગવાન દ્વારકાધીશની ફોટા વિશે કહેવાય છે કે તેને રાણી રૂકમણીએ પોતે તૈયાર કર્યું હતું. 
અહીં ભગવાનએ ભરી નરસીની હુંડી 
માન્યતા છે કે ભેંટ દ્વારકા જ એ સ્થાન છે જ્યાં ભગવાનએ તેમના પરમ ભક્ત નરસીની હુંડી ભરી હતી. પહેલાના સમયમાં આ ચલન હતું કે લોકો પદયાત્રામાં વધારે ધન સાથે નહી લઈ જતા હતા. આ ડરથી કે કોઈ ચોરાવી ન લે. ધન સાથે લઈ જવાની જગ્યા એ કોઈ વિશ્વસ્ત અને પ્રસિદ્ધ માણસની પાસે રૂપિયા જમા કરાવીને તેને બીજા શહરના નામે હુંડી લખાવી લેતા હતા. કેટલાક શરારતી લોકો દ્વારકા જતા તીર્થ યાત્રિઓએ તેમના નામની હુંડી લખવી લીધી પણ જ્યારે યાત્રી દ્વારકા પહોંચ્યા તો ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહનો માન રાખવા માતે શ્યામલ શાહ સેઠનો રૂપ ધારણ કરી નરસિંહમી હુંડીને ભરી દીધો. તે હુંડી ધન તીર્થયાત્રીઓને આપી દીધું અને આ 
રીતે નરસિંહના યશ વધી ગયા. 
 
ભેંટ દ્વારકા કઈ રીતે પહોંચવું 
દ્વારકા નગરીથી ભેંટ દ્વારકાની દૂરી આશરે 35 કિલોમીટર છે. જેમાં 30 કિલોમીટર રોડમાર્ગથી ઓખા જઈ શકે છે. અહીં 5 કિલોમીટર નાવ દ્વારા સમુદ્રી માર્ગ પાર કરીને ભેટ દ્વારકા જેને ગુજરાતીમાં બેટ દ્વારકા કહે છે પહોંચી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments