Dharma Sangrah

મહાવીર જયંતિ - અહિંસા પરમો ધર્મ

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2015 (12:38 IST)
મહાવીર જેમનુ નામ છે, પાલિતાણા જેમનુ ધામ છે 
અહિંસા જેમનો નારો છે, એવા ત્રિશલા નંદનને અમારા લાખ પ્રણામ છે 
 
પંચશીલ સિદ્ધાંતના પ્રવર્તક અને જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી મૂર્તમાન પ્રતિક હતા. જે યુગમાં હિંસા, પશુબલિ, જાત-પાતના ભેદભાવની બોલબાલા હતી એ યુગમાં ભગવાન મહાવીરે જન્મ લીધો. તેમણે દુનિયાને સત્ય અને અહિંસા જેવા ખાસ ઉપદેશોના માધ્યમથી યોગ્ય રસ્તો બતાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે બધી ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યુ કે અમારા મનમાં ઉત્પન્ન થનારી ઈચ્છાઓથી જ આપણે દુખ અને સુખનો અનુભવ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાન અમનને વશ કરે છે તેને કોઈપણ પ્રકારની ઈચ્છા થતી નથી. 
 
તેમણે આપણને અહિંસાનુ પાલન કરતા સત્યના પક્ષમાં રહેતા કોઈના હકને માર્યા વગર કોઈને સતાવ્યા વગર, પોતાની મર્યાદામાં રહેતા પવિત્ર મનથી લોભ-લાલચ કર્યા વગર, નિયમમાં બંધાઈને સુખ-દુખમાં સંયમભાવમાં રહેતા, આકુળ-વ્યાકુળ થયા વગર, ધર્મ-સંગત કાર્ય કરતા 'મોક્ષ પદ' મેળવવા તરફ પગલા વધારત દુર્લભ જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો.  તેમણે જે કહ્યુ એ સહજ રૂપે કહ્યુ, સરળ અને સુબોધ શૈલીમાં બોલ્યા, સાપેક્ષ દ્રષ્ટિથી સ્પષ્ટીકરણ કરતા બોલ્યા. તમારી વાણીને લોક હ્રદયને અપૂર્વ દિવ્યતા પ્રદાન કરી.  તમારુ સમવશરણ જ્યા પણ ગયુ એ કલ્યાણ ધામ થઈ ગયુ. 
 
ભગવાન મહાવીરજી નું કહેવુ હતુ કે કોઈ આત્માની સૌથી મોટી ભૂલ પોતાના અસલી રૂપને ન ઓળખવુ છે અને આ ફક્ત આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ ઠીક કરી શકાય છે. 
 
મનુષ્યને જીવનમાં જે ધારણ કરવુ જોઈએ એ જ ધર્મ છે. ધારણ કરવા યોગ્ય શુ છે ? શુ હિંસા, ક્રૂરતા, કઠોરતા, અપવિત્રતા, અહંકાર, ક્રોધ, અસત્ય, અસંયમ, વ્યભિચાર, પરિગ્રહ વગેરે વિકાર ધારણ કરવા યોગ્ય છે ? જો સંસારના દરેક વ્યક્તિ હિંસક થઈ જાય તો સમાજનુ અસ્તિત્વ  જ સમાપ્ત થઈ જશે. 
 
સંપૂર્ણ વિશ્વમાં એકમાત્ર જૈન ધર્મ જ આ વાતમાં આસ્થા રાખે છે કે દરેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ વિદ્યમાન છે. અર્થાત ભગવાન મહાવીર સ્વામીની જેમ જ દરેક વ્યક્તિ જૈન ધર્મનુ જ્ઞાન પ્રાપ્ત કરીને, તેમા સાચી આસ્થા રાખીને, તેના મુજબ આચરણ કરીને મોટા પુણ્યોદયથી તેને પ્રાપ્ત કરીને દુર્લભ માનવ યોનીનો એકમાત્ર સાચુ અને અંતિમ સુખ, સંપૂર્ણ જીવન જન્મ-મરણના બંધનથી મુક્ત થનારુ કર્મ કરતા મોક્ષનુ મહાફળ મેળવવા ડગ વધારીને અને તેને પ્રાપ્ત કરી દુર્લભ જીવનને સાર્થક કરી શકે છે.  
 
મહાવીર જી એ કોઈ ગ્રંથ નહી લખ્યો. તેમણે જે ઉપદેશ આપ્યો, ગણધરોમાં તેમનુ સંકલન કર્યુ. તે સંકલન જ શાસ્ત્ર બની ગયુ.  તેમા કાળ, લોક, જીવ વગેરેના ભેદ-પ્રભેદોનુ આટલુ વિશુદ્ધ અને સૂક્ષ્મ વિવેચન છે કે આ એક વિશ્વ કોષનો વિષય નથી પણ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ-પ્રશાખાઓના જુદા જુદા વિશ્વ કોષોનો સમાહાર છે. આજના ભૌતિક યુગમાં અશાંત જન માનસને ભગવાન મહાવીરની પવિત્ર વાણી જ પરમ સુખ અને શાંતિ પ્રદાન કરી શકે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments