Festival Posters

જે યોગ્‍ય હોય છે એને કોઈ અયોગ્‍ય લાગતુ જ નથી

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (16:29 IST)
સ્‍વયંનું નિરિક્ષણ કરતા કરતા આ પર્યુષણમાં ચેક એન્‍ડ ચેન્‍જ કરવાનો આત્‍મશુદ્ધિનો મંત્ર આપતા આત્‍મજ્ઞાની ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સુમધુર વાણીમાં સત્‍ય વચનો ફરમાવીને માનવમનની વૃતિઓ પર પ્રકાશ પાડી એને સુધારવાનો મર્માળુ બોધ આપ્‍યો હતો.

   પર્યુષણ પર્વની આરાધના કરવા પધારેલા અનેક ભાવિકોને રાષ્‍ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ પર્યુષણને માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ આધ્‍યાત્‍મિક રીતે પણ સાર્થક કરી લેવાનો અનુરોધ કરતા કહ્યુ હતું કે, આ પર્યુષણ એ તમને તમારી યાદ અપાવવા માટે આવ્‍યા છે. આજ દિવસ સુધી આપણે આપણને મળી જ નથી શકયા આપણે આપણી નજીક જઈ જ નથી શકયા એનું કારણ, આપણે આજ સુધી બીજાના નજીક અને બીજાને પોતાની નજીક કરવાના પ્રયત્‍નો જ કર્યા છે અને બીજાની નજીક જઈને પણ આપણે માત્ર પરદોષ દર્શન જ કર્યુ છે. એટલુ જ નહીં, સામેવાળી વ્‍યકિતમાં કોઈ અવગુણ હોય કે ન હોય પરંતુ એ વ્‍યકિતમાં એ દોષ હોવાની શંકા કરવાની આપણા અંદરની એક વૃતિ હોય છે.

   પરંતુ પરમાત્‍મા કહે છે... જે કોઈને અયોગ્‍ય માને છે એ પોતે કયારેય યોગ્‍ય હોતા જ નથી અને જે યોગ્‍ય હોય છે એને કોઈ અયોગ્‍ય લાગતુ જ નથી. દોષદૃષ્‍ટિ આપણામાં આક્ષેપવૃતિ લાવે છે જેને કારણે આપણી ભૂલ ન હોવા છતા આપણા પર આક્ષેપ મૂકવામાં આવે એવા કર્મ બંધાઈ જતા હોય છે. પરમાત્‍માને આજના દિવસે એક પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ ! આ બે આંખો તો બીજાને જોઈને એમના અવગુણો જ જોયા કરે છે... તુ મને એક એવી મેજીક આઈ આપી દે જેના દ્વારા હું જેના દોષ જોઈ રહ્યો છું એમના ભગવાન છે એ દિવસથી આપણી ભગવાન બનવાની શરૂઆત થઈ જાય છે.

   માટે જ પરમાત્‍મા કહે છે, તારા સંબંધો શ્વાસ જેવા બનાવી દે. શ્વાસ પર ન રાગ હોય કે ન દ્વેષ હોય, ન કોઈ અધિકાર હોય કે ન કોઈ પરિગ્રહ ભાવ હોય. સહુથી દૂર અને સ્‍વની નજીક ચાલ્‍યો જા. સ્‍વની નજીક જવુ એને જ આધ્‍યાત્‍મિકતા કહેવાય છે જયારે પરમાત્‍માની નજીક જવુ એ ધાર્મિકતા છે. અંતે તો આત્‍માનું શુદ્ધિકરણ આધ્‍યાત્‍મિકતાથી જ થાય છે. માસક્ષમણ કરવુ એ કદાચ હજી પણ સહજ હોઈ શકે પરંતુ કોઈના અવગુણ ન જોવા, કોઈના દોષ ન જોવા અને પોતાના દોષ જોવા રૂપી કાગડાવૃત્તિને છોડવાની છે. સ્‍વયંની જાતને ચેક કરતા કરતા ચેન્‍જ કરીને આ પર્યુષણને આપણે સાર્થક કરવાના છે. પર્યુષણ એ સ્‍વ અને પરને સમજવાનો અવસર છે. એને સમજીને સ્‍વની નજીક પહોંચી આ ભવને આપણે સાર્થક કરી લઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી, જાણો યોગ્ય તિથી અને શુભ મુહૂર્ત

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments