Webdunia - Bharat's app for daily news and videos

Install App

108 મણકાઓનું રહસ્ય

Webdunia
* માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

N.D

* બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

* જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.

108 ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય છે.

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

Show comments